ETV Bharat / entertainment

Rakhi Sawant: રાખી સાવંતે CM યોગી આદિત્યનાથને કરી અપીલ, કહ્યું- '2024 કે ચુનાવ મેં મુજે ખડા કરો'

author img

By

Published : Jul 19, 2023, 5:30 PM IST

સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંતનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રાખી સાવંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યાગી આદિત્યનાથનો ઉલ્લેખ કર્યો છે. તો ચાલો જાણીએ રાખીએ યોગી આદિત્યનાથને વીડિયોમાં શું કહ્યું ?

રાખી સાવંતે CM યોગી આદિત્યનાથને કરી અપીલ, કહ્યું- '2024 કે ચુનાવ મેં મુજે ખડા કરો'
રાખી સાવંતે CM યોગી આદિત્યનાથને કરી અપીલ, કહ્યું- '2024 કે ચુનાવ મેં મુજે ખડા કરો'

મુંબઈ: રાખી સાવંત હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. રાખી સાવંત પોતાનો લેટેસ્ટ વીડિયો શેર કરતી રહે છે. હાલમાં લેટેસ્ટ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર રાખી સાવંતની ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં રાખી સાવંતે એક વીડિયોમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને એક અપીલ કરી છે. રાખી સાવંત યોગી આદિત્યનાથ પાસે વોટ માંગતી જોવા મળે છે.

રાખીઓ કરી અપીલ: રાખી સાવંતે તારીખ 19 જુલાઈના રોજ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રાખી સાવંત પૈપ્સને કહેતી જોવા મળે છે. તે સીએમ યોગીની બહુ મોટી ફેન છે. તે કહે છે કે, 'યોગીજી 2024 મેં ચુનાવ આ રહા હૈ. ઉસમે ઈસ ટમાટર સિમ્બલ કો, મેરા મતલબ હૈ કિ રાખી સાવંત કો ખડા કરો. હર ઘર ઘર ટમાટર બાટેન્ગે. હમેં ઈતને વોટ મિલેન્ગે કી કિસી કો નોટ બાટને કી જરુરત નહીં હૈ. ટમાટર બાટેન્ગે ટમાટર.'

રાખીનો ટમાટર વીડિયો: વીડિયોમાં રાખી રેડ એથલીજરમાં જોવા મળે છે. અભિનેત્રીએ પોતાના બ્રાઉન વાળને ખુલ્લા રાખ્યા છે. તેમણે લાઈટ મેકઅપથી પોતાના લુકને પુર્ણ કર્યો છે. રાખીએ પોતાના રેડ કલરના લુકની તુલના ટામેટા સાથે કરી છે. તેમનો એક બીજો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કારમાંથી બહાર નીકળતા જોવા મળે છે. આ દરમિયાન તેઓ પૈપ્સને કહે છે, 'યે દેખો આજ મેં ખુદ કી ટમાટર બનકે આઈ હું. કોન ખાયેગા મુજે. આજ કી તાજા ખબર યે હે કી મેં ખુદ ટમાટર બનકે આઈ હું. મેરી ચટની બનાદો. મુજે સબ્જી મેં ડાલ દો. મેરા સલાડ કોઈ બના દો.'

  1. Iffi 2023: અનુરાગ ઠાકુરે વેબ સિરીઝ માટે નવી કેટેગરીની જાહેરાત કરી, ટ્વિટર પર તસવીર શેર
  2. Singer Kinjal Dave: કિંજલ દવેનો આવો લુક પહેલા ક્યારેય નહીં જોયો હોય, ક્લાસિક છે સાડીની ડીઝાઈન
  3. Vivek Agnihotri: 'ધ કાશ્મિર ફાઈલ્સ અનરિપોર્ટેડ'ની જાહેરાત, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું 'રોને કે લિયે હો જાયે તૈયાર'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.