ETV Bharat / entertainment

Prabhas Hugs Kriti Sanon: પ્રભાસ અને કૃતિ સેનનની કેમેસ્ટ્રીએ મંચ પર આગ લગાવી, ચાહકો થયા ખુશ

author img

By

Published : Jun 7, 2023, 3:06 PM IST

ગઈકાલે રાત્રે બનેલી પેન ઈન્ડિયા ફિલ્મ આદિપુરુષની પ્રી-રીલીઝ ઈવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે. હવે આ ઈવેન્ટમાંથી પ્રભાસની કૃતિ સેનનને ગળે લગાડતી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન ચાહકો ખુબજ પ્રેમ વરસાવી રહ્યાં છે.

પ્રભાસ અને કૃતિ સેનનની કેમેસ્ટ્રીએ મંચ પર આગ લગાવી, ચાહકો થયા ખુશ
પ્રભાસ અને કૃતિ સેનનની કેમેસ્ટ્રીએ મંચ પર આગ લગાવી, ચાહકો થયા ખુશ

હૈદરાબાદ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને બોલિવૂડની 'પરમ સુંદરી' કૃતિ સેનન અભિનીત ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થવાની તૈયારીમાં છે. અગાઉ તારીખ 6 જૂનની રાત્રે, તિરુપતિમાં 'આદિપુરુષ'ની પ્રી-રિલિઝ ઇવેન્ટ થઈ હતી. 'આદિપુરુષ'ની આખી ટીમ અહીં સંપૂર્ણ સજ્જ થઈને આવી પહોંચી હતી. 'આદિપુરુષ'ની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં પ્રભાસ અને કૃતિ સેનનની કેમેસ્ટ્રીએ મંચ પર આગ લગાવી દીધી હતી.

પ્રભાસ-કૃતિની જોડી: અહીં કૃતિ સેનન બ્લેક સાડીમાં જ્યારે પ્રભાસ સફેદ કુર્તામાં પહોંચ્યા હતા. 'આદિપુરુષ'ની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં, પ્રભાસે તેની સહ-અભિનેત્રી કૃતિ સેનનનું ઈવેન્ટમાં આગમન પર ચુસ્ત આલિંગન સાથે સ્વાગત કર્યું હતું. હવે 'આદિપુરુષ'ની પ્રી-રીલીઝ ઈવેન્ટમાંથી પ્રભાસ અને કૃતિને ગળે મળ્યાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને રામ-સીતાના આ ઓનસ્ક્રીન કપલ પર ઘણો પ્રેમ વરસી રહ્યો છે.

ચાહકોએ વરસાવ્યો પ્રેમ: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, પ્રભાસ અને કૃતિ આદિપુરુષની પ્રી-રિલિઝ ઈવેન્ટમાં કેટલા ખુશ દેખાઈ રહ્યાં છે. ચાહકો પ્રભાસ અને કૃતિની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ પહેલા ફિલ્મના ટીઝર લોન્ચ પર પ્રભાસ અને કૃતિના અફેરના સમાચારોએ ખૂબ જોર પકડ્યું હતું.

ફિલ્મ રિલીઝ ડેટ: હવે ફરી એકવાર આ જ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યા છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ' હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં તારીખ 16 જૂને રિલીઝ થશે. આ ફિલ્મનું અંતિમ ટ્રેલર પણ ગઈકાલે રાત્રે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

  1. Prabhas Wedding: સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ અહીં લેશે સાત ફેરા, જાણો કોણ છે કન્યા ?
  2. Box Office Collection: 'ઝરા હટકે જરા બચકે' બોક્સ ઓફિસ પર હિટ, વિકી-સારા પહોંચ્યા સિદ્ધિવિનાયક
  3. Kriti Sanon: 'આદિપુરુષ'ના નિર્દેશક ઓમ રાઉતે 'સીતા' કૃતિ સેનનને કિસ કરી, લોકો ગુસ્સે થયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.