ETV Bharat / entertainment

Kriti Sanon: 'આદિપુરુષ'ના નિર્દેશક ઓમ રાઉતે 'સીતા' કૃતિ સેનનને કિસ કરી, લોકો ગુસ્સે થયા

author img

By

Published : Jun 7, 2023, 2:15 PM IST

તિરુપતિમાં ફિલ્મ 'આદિપુરુષ'ની પ્રી-રીલીઝ ઈવેન્ટ પછી, આદિપુરુષની ટીમ બુધવારે તારીખ 7મી જૂને તિરુમાલા વેંકટેશ્વર મંદિર પહોંચી હતી. અહીં ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉતે ફિલ્મની લીડ એક્ટ્રેસ કૃતિ સેનનના ગાલ પર મંદિરમાં કિસ કરી હતી, જેના પર યુઝર્સ ભડક્યા હતા.

'આદિપુરુષ'ના નિર્દેશક ઓમ રાઉતે 'સીતા' કૃતિ સેનનને કિસ કરી, થઈ ગયો હોબાળો
'આદિપુરુષ'ના નિર્દેશક ઓમ રાઉતે 'સીતા' કૃતિ સેનનને કિસ કરી, થઈ ગયો હોબાળો

હૈદરાબાદ: પાન ઈન્ડિયા પૌરાણિક ફિલ્મ 'આદિપુરુષ'ની રિલીઝની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તારીખ 6 જૂને આંધ્ર પ્રદેશના તિરુપતિમાં ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટ યોજાઈ હતી, જ્યાં ફિલ્મ નિર્માતા ભૂષણ કુમાર અને દિગ્દર્શક ઓમ રાઉત, અભિનેતા પ્રભાસ અને અભિનેત્રી કૃતિ સેનન પહોંચ્યા હતા. અહીં 'આદિપુરુષ'ની સ્ટારકાસ્ટે ફિલ્મનું અંતિમ ટ્રેલર પણ લોન્ચ કર્યું હતું.

ઓમ રાઉતનું કૃત્ય: કૃતિ સેનન ફિલ્મ 'આદિપુરુષ'માં માતા સીતાની ભૂમિકા ભજવવા જઈ રહી છે અને ત્યારબાદ અભિનેત્રીની ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ તેના આવા કૃત્યથી લોકોમાં ખળભળાટ મચી ગયો છે. અભિનેત્રીએ તિરુમાલા મંદિરના સેવન હિલ્સના વેંકટેશ્વર સ્વામીની અર્ચના સેવામાં ભાગ લીધો હતો. ઓમ રાઉતે મંદિરના દર્શન કરીને બહાર આવેલી કૃતિ સેનનને ચુંબન કર્યું અને ગળે મળ્યા હતા.

કૃત્ય સામે વાંધો: તારીખ 7 જૂનની સવારે ફિલ્મની ટીમ તિરુમાલા વેંકટેશ્વર મંદિર પહોંચી હતી. અહીં મંદિરની બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડિરેક્ટર ઓમ રાઉત એક્ટ્રેસ કૃતિ સેનનના ગાલ પર કિસ કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ આસપાસના લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સે મંદિર વિસ્તારમાં આ કૃત્ય સામે વાંધો ઉઠાવતા નિર્દેશક અને અભિનેત્રી પર આકરા પ્રહારો કર્યા છે.

લોકો ગુસ્સે થયા: આ પછી અભિનેત્રી કારમાં બેસીને જતી રહી. આ દરમિયાન ઓમ અને કૃતિના આ કૃત્ય પર લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, મંદિર પાસે આ પ્રકારના કૃત્યથી તેમની ધાર્મિક આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પશ્ચિમી સંસ્કૃતિ છે, જે બોલિવૂડમાં ખૂબ જ સામાન્ય બની ગઈ છે. નોંધપાત્ર વાત એ છે કે, મંગળવારે સાંજે સ્વામીના સ્થાને ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તારીખ 7 જૂન સવારે ડિરેક્ટર ઓમ રાઉત, કૃતિ સેનન અને અન્ય લોકો સ્વામીના આશીર્વાદ લેવા આવ્યા હતા. આ ફિલ્મ તારીખ 16 જૂને હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થઈ રહી છે.

  1. Sonnalli Seygall wedding: સોનાલી સેહગલ ગુપ્ત રીતે લગ્ન કરવા જઈ રહી છે, જાણો કોની સાથે ?
  2. Prabhas Wedding: સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ અહીં લેશે સાત ફેરા, જાણો કોણ છે કન્યા ?
  3. Box Office Collection: 'ઝરા હટકે જરા બચકે' બોક્સ ઓફિસ પર હિટ, વિકી-સારા પહોંચ્યા સિદ્ધિવિનાયક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.