ETV Bharat / city

Remembering Bappi da : બપ્પીદાએ વર્ષ 2013માં કરી હતી વડોદરા શહેરની સૌપ્રથમ કોન્સર્ટ

author img

By

Published : Feb 16, 2022, 4:43 PM IST

દેશના સુપ્રસિદ્ધ ગાયક અને કમ્પોઝર બપ્પી લહેરીનું નિધન (Bappi Lahiri Passes Away) થયું છે. બપ્પીદાના હુલામણા નામે જાણીતા આ સંગીતકાર સાથે વડોદરા શહેરનું (Remembering Bappi da) ખાસ સંભારણું જોડાયેલું છે. વધુ તસવીરો જોવા ક્લિક કરો.

Remembering Bappi da : બપ્પીદાએ વર્ષ 2013માં કરી હતી વડોદરા શહેરની સૌપ્રથમ કોન્સર્ટ
Remembering Bappi da : બપ્પીદાએ વર્ષ 2013માં કરી હતી વડોદરા શહેરની સૌપ્રથમ કોન્સર્ટ

વડોદરાઃ દેશના સુપ્રસિદ્ધ ગાયક અને કમ્પોઝર બપ્પી લહેરીનું નિધન થતા બોલીવુડ શોકમગ્ન (Bappi Lahiri Passes Away) બન્યું છે. વર્ષ 2013માં સિંગર બપ્પી લહેરીએ વડોદરામાં કોન્સર્ટ કરી હતી. બપ્પી લાહિરીનો વડોદરા (Remembering Bappi da) સાથે આ જૂનો નાતો છે.

મેડિકલ સર્વન્ટ અર્બન કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી.ના 75 વર્ષ પૂર્ણ થયાના ઉજવણીના કાર્યક્રમમાં વડોદરા આવ્યા હતાં
મેડિકલ સર્વન્ટ અર્બન કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી.ના 75 વર્ષ પૂર્ણ થયાના ઉજવણીના કાર્યક્રમમાં વડોદરા આવ્યા હતાં

બપ્પી લાહિરીની એ કોન્સર્ટ શહેરની પહેલી કોન્સર્ટ હતી

સુપ્રસિદ્ધ ગાયક કલાકાર બપ્પી લાહિરીના નિધનને (Bappi Lahiri Passes Away) લઈ સંગીત જગત શોકમગ્ન છે ત્યારે હવે તેમની યાદો તેમના ચાહકો (Remembering Bappi da ) વાગોળી રહ્યાં છે. 22 ફેબ્રુઆરી, 2013માં સિંગર બપ્પી લાહિરીએ સયાજી હોસ્પિટલ ખાતેના મેડિકલ સર્વન્ટ અર્બન કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી.ના 75 વર્ષ પૂર્ણ થયાના ઉજવણીના કાર્યક્રમમાં વડોદરા આવ્યા હતાં. વડોદરામાં નવલખી મેદાન ખાતે પ્રથમ વખત (Bappida performed Vadodara city's first concert in 2013) ત્રિદિવસીય લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્સર્ટમાં પ્રથમ દિવસે સિંગર બપ્પી લહેરી હાજર રહ્યાં હતાં. આગામી દિવસોમાં બપ્પી લાહિરીને શ્રદ્ધાંજલ્ આપવા સંગીતનો પ્રોગ્રામ રાખવામાં આવશે.

વડોદરા શહેરમાં બપ્પી દાની કોન્સર્ટની ટિકિટ
વડોદરા શહેરમાં બપ્પી દાની કોન્સર્ટની ટિકિટ

આ પણ વાંચોઃ Bappi Lahiri Passes Away: આ પ્રખ્યાત હસ્તિઓ અને પ્રશંસકોએ બપ્પીદાને અર્પી શ્રદ્ધાંજલિ

બપ્પી લાહિરી સોનું પહેરવાની શૈલીને લઈને જાણીતાં હતાં

બોલીવૂડના સંગીત-નિર્દેશક બપ્પી લાહિરીનું 69 વર્ષની વયે નિધન (Singer-composer Bappi Lahiri dies aged 69) થયું છે. તેમણે મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. બપ્પી લાહિરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ (Remembering Bappi da ) કહેવામાં આવે છે. તેમનું સાચું નામ આલોકેશ લાહિરી હતું. બપ્પી લાહિરી તેમના સંગીતની સાથે-સાથે સોનું પહેરવાની તેમની શૈલી માટે પણ જાણીતા હતાં.

વડોદરામાં નવલખી મેદાન ખાતે પ્રથમ વખત ત્રિદિવસીય કોન્સર્ટ યોજાઇ હતી
વડોદરામાં નવલખી મેદાન ખાતે પ્રથમ વખત ત્રિદિવસીય કોન્સર્ટ યોજાઇ હતી

આ પણ વાંચોઃ ભારતમાં 'ડિસ્કો ટ્યુન' લાવનાર બપ્પીદાના સફર પર કરીએ એક નજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.