ETV Bharat / sitara

Bappi Lahiri Passes Away: આ પ્રખ્યાત હસ્તિઓ અને પ્રશંસકોએ બપ્પીદાને અર્પી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Feb 16, 2022, 11:25 AM IST

પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું બીમારીના લીધે 69 વર્ષની વયે નિધન (Bappi Lahiri Passes Away) થયું છે. આ સમાચાર સાંભળી બોલિવૂડ સહિત અન્ય દિગ્ગજોએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી (Bollywood Starts Tribute to Bapida) છે.

Bappi Lahiri Passes Away: આ પ્રખ્યાત હસ્તિઓ અને પ્રશંસકોએ બપ્પીદાને અર્પી શ્રદ્ધાંજલિ
Bappi Lahiri Passes Away: આ પ્રખ્યાત હસ્તિઓ અને પ્રશંસકોએ બપ્પીદાને અર્પી શ્રદ્ધાંજલિ

મુંબઈ: પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરી હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે બુધવારે મુંબઈની જુહુ ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બપ્પીદાના નિધનના (Bappi Lahiri Passes Away) સમાચાર સાંભળી બોલિવૂડ સહિત અન્ય દિગ્ગજોએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ (Bollywood Starts Tribute to Bapida) આપી છે.

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક હંસલ મહેતાએ ટ્વીટ કર્યું - અન્ય એક મહાન વ્યક્તિ આપણને છોડીને ચાલ્યા ગયા છે. પી એન્ડ જીના એડ શૂટ દરમિયાન તેમની સાથે કામ કરવાનો અને બાદમાં વ્હાઇટ ફેધર ફિલ્મ્સ સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અદ્ભુત ગાયક અને પ્રતિભાશાળી વ્ચકિતત્વ.

ફેમસ અભિનેતા અજય દેવગણે ટ્વીટ કરીને લખ્યું - બપ્પીદા ખૂબ જ પ્રેમાળ સ્વભાવના હતા પરંતુ, તેમના સંગીતમાં એક ધાર હતી. તેમણે ચલતે ચલતે, સુરક્ષા અને ડિસ્કો ડાન્સર સાથે હિન્દી ફિલ્મ સંગીતમાં વધુ સમકાલીન શૈલી પેશ કરી હતી. શાંતિ દાદા, આપ યાદ આયેંગે.

  • Bappi Da was so endearing in person. But, his music had an edge. He introduced a more contemporary style to Hindi film music with Chalte Chalte, Suraksha & Disco Dancer.
    🕉 Shanti Dada🙏 You will be missed

    — Ajay Devgn (@ajaydevgn) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ સાથે શોક વ્યક્ત કરતા, ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટ કરી કહ્યું કે- સુપ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરીજીના નિધન વિશે સાંભળીને આઘાત અને દુખ થયું. તેમના પરિવાર પ્રત્યે ગહેરી સંવેદના. ઓહ શાંતિ.

આ પણ વાંચો: Bappi Lahiri Passes Away: સંગીતકાર, ગાયક બપ્પી લહેરીનું મુંબઈની હોસ્પિટલમાં નિધન

બીજી તરફ, કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજૂએ ટ્વિટ કરીને કહ્યું - લોકપ્રિય સંગીતકાર અને સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લાહિરી જીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તેમને તેમના મંત્રમુગ્ધ કરી દેતા ગીતો માટે હમેંશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.

  • Deeply saddened to learn about demise of popular music composer & legendary singer #BappiLahiri Ji. He will be fondly remembered for his mesmerizing songs. My condolences to his family and admirers. ॐ शांति। pic.twitter.com/MlOiT3CjhL

    — Kiren Rijiju (@KirenRijiju) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ સાથે આસામ સરકારના નાણાપ્રધાન અજંતા નિયોગે ટ્વીટ કર્યું – સુપ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીજીના નિધનથી દુઃખી છું. તેમના અસંખ્ય હિટ અને મંત્રમુગ્ધ સંગીત રચનાઓ હંમેશા યાદ રહેશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ગહેરી સંવેદના.

  • Saddened by the demise of veteran singer and composer Bappi Lahiri ji.
    The legend of countless hits and mesmerizing musical compositions will always be remembered.
    May his soul rest in peace. My deepest condolences to his bereaved family and fans.
    Om Shanti!! #BappiLahiri pic.twitter.com/kBc6aezVDG

    — Ajanta Neog (@AjantaNeog) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Hindi Film Before You Die: ફિલ્મ 'બીફોર યુ ડાઇ' 18 ફેબ્રુઆરીએ થશે રિલિઝ, ફિલ્મની સ્ટોરી કરી દેશે ભાવુક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.