ETV Bharat / city

વડોદરામાં 14 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પાછા ખેંચ્યા

author img

By

Published : Feb 10, 2021, 11:57 AM IST

કોર્પોરેશનની ચૂંટણીમાં આજે બુધવારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. 14 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. જેમાં ભાજપ-કોંગ્રેસના નારાજ થયેલા કાર્યકર્તાઓને સમજાવવાના પ્રયત્નો દિવસભર ચાલ્યા હતા. રીસામણા-મનામણા વચ્ચે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું.

14 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પાછા ખેંચ્યા
14 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પાછા ખેંચ્યા

  • 14 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પાછા ખેંચ્યા
  • ફોર્મ પરત ફરતા 280 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ
  • ભાજપ-કોંગ્રેસના નારાજ કાર્યકર્તાઓને રિસામના મનામણા કર્યા

વડોદરા : આગામી 21મી ફેબ્રુઆરીના રોજ વડોદરા કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી લોકસભા-વિધાનસભા કરતાં પણ રસ્સા-કસીનો જંગ જામશે. કોંગ્રેસ અને ભાજપની ટિકિટો જાહેર થતાં જ કાર્યકર્તાઓમાં નારાજગી શરૂ થઈ ગઈ હતી. જે કાર્યકર્તાઓને ટિકિટ ના આપી તેઓએ બળવો કરીને પક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી.


ફોર્મ પરત ખેંચાયા


દેશનો સૌથી મોટો પક્ષ એટલે ભાજપ પક્ષ. ભાજપ પક્ષ પાસે જાદુ એવો છે કે, અપક્ષમાં ફોર્મ ભરેલા ઉમેદવારોએ આજે ફોર્મ પરત ખેંચી લીધા હતા. સંગઠનના શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, સુનિલ સોલંકી ભાજપમાંથી નારાજ કાર્યકર્તાઓને જે રીસાયેલા હતા તેમને મનાવી લીધા હતા.

જિલ્લા સેવા સદન
જિલ્લા સેવા સદન

અંકિત રજવાડીને MSUના સિન્ડિકેટ મેમ્બર દિનેશ યાદવે મનાવ્યા

વડોદરા શહેરમાં આવેલા વોર્ડ નં-7 ભાજપ પક્ષના જ કાર્યકર્તા અંકિત રજવાડીને પાર્ટીએ ટિકિટ ના આપતા અપક્ષ માં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. MSUના સિન્ડિકેટ મેમ્બર અને ભાજપના કાર્યકર્તા એવા દિનેશ યાદવે અંકિત રજવાડીના રીસામણાં દૂર કરી મનાવી લીધા હતા. ત્યારબાદ તેમને અપક્ષમાં ભરેલું ફોર્મ પરત ખેંચાયું હતું. આપમાંથી તરુણ શાહે પણ અપક્ષ ઉમેદવારી માટે જે ફોર્મ ભર્યું હતું, તે પણ તેમણે પરત ખેંચ્યું હતું. વડસમાંથી કોંગ્રેસના કાર્યકર્તા કાંતિ પટેલ બળવો કરીને તપાસ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમને પણ કોંગ્રેસમાંથી સમજાવટ બાદ અપક્ષ ઉમેદવારીમાંથી ફોર્મ પરત ખેંચી લીધુ હતુ. વોર્ડ બારમા અપક્ષ ઉમેદવાર દિપેશે પણ ઉમેદવારીપત્ર ભર્યું હતું. જે આજે પરત ખેંચ્યું હતું.

વોર્ડ નં.-16ના કોર્પોરેટર સરસ્વતી દેસાઈએ કોંગ્રેસની પેનલને હરાવવા કમરકસી

વોર્ડ નં.-16ના કોર્પોરેટર સરસ્વતી દેસાઈ વોર્ડ નં.-16ના કોંગ્રેસની પેનલને હરાવવા કમરકસી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જંગી બહુમતીથી જીતાડવા માટે મેદાનમાં ઉતર્યા છે. વોર્ડ નં.-17ના ભાજપના બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર ભાવિનીબેન ચૌહાણે પણ ભાજપના સંગઠન દ્વારા મનાવી લેતાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું હતું. વોર્ડ નં.-18માંથી અપક્ષ ઉમેદવારી કરનાર મહેશભાઈ ગોહિલ અને ભાજપના કાર્યકર્તા નરેન્દ્ર પટેલ તેઓને પણ સંગઠન દ્વારા મનાવી લેવામાં આવ્યા છે. વોર્ડ નં.-19માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કમલેશ પંચાલ ખેર, પિયુષ ધોતે તેમજ જ્યેશ પટેલને અને વડોદરાથી આપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનારે પણ ભાજપના સમર્થનમાં ઉમેદવારીપત્રો રદ્દ કરાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.