ETV Bharat / city

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સી આર પાટીલનું અનુમાન, વહેલી ચૂંટણી આવવા વિશે મોટું નિવેદન

author img

By

Published : Sep 26, 2022, 5:00 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સી આર પાટીલનું અનુમાન, વહેલી ચૂંટણી આવવા વિશે મોટું નિવેદન
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સી આર પાટીલનું અનુમાન, વહેલી ચૂંટણી આવવા વિશે મોટું નિવેદન

વડોદરામાં એમએસયુમાં પીએમ મોદીના ચિત્રોનું પ્રદર્શન (Exhibition of PM Modi pictures in MSU Vadodara) ભરાયું હતું. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સી આર પાટીલનું અનુમાન ( CR Patil Statement About Assembly Elections ) સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે નવેમ્બરના અંત સુધીમાં કદાચ ચૂંટણી (Gujarat Assembly Elections 2022 ) થઈ જશે.

વડોદરા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મશહૂર પેઇન્ટર અકબર સાહેબે તૈયાર કરેલા કેનવાસ અને વોટર કલર પેઇન્ટિંગ નિહાળવા આવી પહોંચ્યા હતા. એમએસયુમાં પીએમ મોદીના ચિત્રોનું પ્રદર્શન ભરાયું (Exhibition of PM Modi pictures in MSU Vadodara) હતું. જે કાર્યક્રમ દરમ્યાન સી આર પાટીલ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections )ને લઈ મોટું નિવેદન ( CR Patil Statement About Assembly Elections ) આપવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સી આર પાટીલનું અનુમાન છે કે આઠ દસ દિવસ વહેલી ચૂંટણી યોજાઇ શકે છે.

પાટીલે વડોદરામાં આપ્યું મોટું નિવેદન

વહેલી ચૂંટણી આવવા વિશે મોટું નિવેદન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા વિધાનસભા ચૂંટણીને લઈ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે મેં કહ્યું હતું કે નવેમ્બરના અંત સુધીમાં કદાચ ચૂંટણી થઈ ( CR Patil Statement About Assembly Elections ) જશે. કારણ કે 2012 અને 2017 માં પણ આ જ સમયમાં ચૂંટણીઓ યોજાઇ હતી. મારા પોલિટિકલ અંદાજ મુજબ મેં ક્યારેય દિવાળી પહેલા ચૂંટણી યોજાશે તેવું કહ્યું નથી. વિધાનસભાની ચૂંટણી કાર્યકર્તાઓને ચૂંટણી માટે તૈયાર રહેવા આહ્વાન કરવામાં આવ્યું છે.

આપ અને કોંગ્રેસ લોકોની લાગણી સાથે રમી રહી છે તેમણે કહ્યું કે ભાજપ હંમેશા તાકાતથી જીતે છે સામેવાળી પાર્ટીની નબળાઈ પર નહીં. ભાજપે લોકોની ચિંતા કરી વિકાસ કર્યો છે. ભાજપે રોજગારીની તકો પણ ઊભી કરી છે. દેશના વડાપ્રધાનના કારણે આતંકી હુમલા બંધ થયા છે. પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસી મારવાની તાકાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધરાવે છે. તમામ વર્ગ માટે અલગ અલગ યોજનાઓ બનાવી છે. વડાપ્રધાન જે વિચારે છે તેનો અમલ કરે છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લોકોની લાગણીઓ સાથે રમી રહી છે. કોંગ્રેસ સહિત બધી જ પાર્ટીઓમાં પરિવારવાદમાં આવી ગઈ છે.

આપ પર આકરા પ્રહારો આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવતા કેટલાક લોકો સપના વેચે છે લોકો ગેરસમજ ફેલાવી ઊંધું સીધું કરે છે. ભાજપ એ સપના નથી વેચ્યા સપના પૂરા કર્યા છે. એક હોલમાં નેતા આવે છે અને રિક્ષાવાળાના ઘરે જમવા જાય છે. વાસ્તવિકતામાં કોઈ પણ પાર્ટી કામ કરતી નથી. કોંગ્રેસે પણ લોકો માટે કંઈ કર્યું નથી. નરેન્દ્ર મોદીને ફરી દેશની જનતા વડાપ્રધાન બનાવશે. ગુજરાતમાં પ્રાદેશિક પક્ષોને કોઈ સ્થાન નથી. વડાપ્રધાનના વિકાસ મોડલ પર લોકોને વિશ્વાસ છે તેવું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.