ETV Bharat / city

AAP હિસાબ કર્યા વગર બેફામ ગેરન્ટી આપે છે, પાટીલનો પ્રહાર, AAPએ કર્યો પલટવાર

author img

By

Published : Sep 8, 2022, 4:06 PM IST

સુરતમાં મેગા મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. સાથે જ તેમણે AAPએ કરેલી જાહેરાતને લઈને કેટલો ખર્ચ થશે તેનો પણ સરવાળો રજૂ કર્યો હતો. આ ઉપરાંત તેમણે માત્ર રેવડી આપવામાં જ તિજોરી ખાલી થઈ જવાનું પણ નિવેદન આપ્યું હતું. Gujarat BJP President CR Patil, aam aadmi party gujarat, rewari culture.

AAP હિસાબ કર્યા વગર બેફામ ગેરન્ટી આપે છે, પાટીલનો પ્રહાર, AAPએ કર્યો પલટવાર
AAP હિસાબ કર્યા વગર બેફામ ગેરન્ટી આપે છે, પાટીલનો પ્રહાર, AAPએ કર્યો પલટવાર

સુરત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી (Gujarat Assembly Elections 2022) છે. ત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ (gujarat latest political news) ગરમાયો છે. તેવામાં આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાર્ટીલે (Gujarat BJP President CR Patil) આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી ગેરેન્ટીને લઈ આંકડાકીય જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો આમ આદમી પાર્ટી આ ગેરન્ટી પૂર્ણ કરશે. તો ગુજરાતમાં વિકાસકાર્ય શક્ય જ નથી. સાથે જ તેમણે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ (isudan gadhvi news ) પાટીલને બિન ગુજરાતી કહી પલટવાર કર્યો હતો.

પાટીલે ગણાવ્યો ખર્ચ

AAP અને કૉંગ્રેસે કરી જાહેરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી (aam aadmi party gujarat) અને કૉંગ્રેસ બંને જાહેરાત કરી છે. એમાં પણ ખાસ કરીને આમ આદમી પાર્ટી (aam aadmi party gujarat) દ્વારા મફત વિજળી અને બેરોજગાર અને મહિલાઓને લઈ જે ગેરન્ટી આપી છે. તેને લઈને આજે સુરત ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રહારો (Gujarat BJP President CR Patil) કર્યા હતા.

મોદીના પ્રવચન પહેલા પાટીલનો પ્રહાર ઓલપાડ ખાતે યોજાયેલા મેડિકલ કેમ્પ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ ઉપસ્થિત (PM Narendra Modi virtual address) રહ્યા હતા. તે પહેલા સી આર પાર્ટીલે મંચ પરથી આમ આદમી પાર્ટી (aam aadmi party gujarat) દ્વારા કરાયેલી જાહેરાતને લઈ કેટલો ખર્ચ વાર્ષિક ગુજરાતમાં થશે. તેનો સરવાળો રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, માત્ર રેવડી (rewari culture) જ આપવામાં જ તિજોરી ખાલી થઈ જશે.

મોદીના પ્રવચન પહેલા પાટીલનો પ્રહાર
મોદીના પ્રવચન પહેલા પાટીલનો પ્રહાર

હિસાબ હું તમને બતાવવા માગું છું વડાપ્રધાન રેવડી નહીં વેચે તેઓ મફતમાં વેક્સિન આપે છે. તેમણે કહ્યું હતું કે, રેવડીવાળા (rewari culture) કેવા કેવા વચન આપે છે. આ વચનો પૂર્ણ કરી શકશે કે, નહીં તેની તેઓ ચિંતા નથી કરતા. અત્યાર સુધીમાં તેઓએ રેવડી અંગે જેટલી જાહેરાત કરી છે તેનો હિસાબ હું તમને બતાવવા માગું છું.

પાટીલે ગણાવ્યો ખર્ચ પાટીલે (Gujarat BJP President CR Patil) વધુમાં ઉમેર્યું હતું કે, મહિલાઓ માટે તેમણે 1,000 રૂપિયા પ્રતિમાસ આપવાની વાત કરી છે અને 3,00,000 મહિલાઓ છે. એક માસમાં 3,00,00,000 રૂપિયાનો ખર્ચ છે. જ્યારે એક વર્ષની વાત કરવામાં આવે તો તે 36 કરોડ થઈ જાય છે. બેરોજગારોને દર મહિને 3,000 રૂપિયાની વાત આવવાની જાહેરાત કરી છે, જેનો વાર્ષિક ખર્ચે 120 કરોડ થશે. સરપંચને દર મહિને 10,000 રૂપિયાની વાત કરી છે. તો 18,600 સરપંચના વાર્ષિક ખર્ચ 223 કરોડ રૂપિયા ખર્ચ આવશે.

રાજ્યનું જે બજેટ છે તે રેવડીમાં જ પૂરું થઈ જાય સાથે જ તેમણે જણાવ્યું હતું કે, મફતની લાઈટના 300 યુનિટથી આપવાની વાત કરી છે, જેની ગણતરી ગુજરાતમાં કરવા જઈએ તો હાલ રાજ્યની વસ્તી 6.40 કરોડ મુજબ ગણવા જઈએ. તો વાર્ષિક 5,234 થાય છે. હવે બધી રેવડીનો (rewari culture) સરવાળો કરીએ તો 41,607 કરોડથી પણ વધુ થાય છે. એમાં તો ઝીરો પણ ભૂલી જવાય એવું છે. તેઓએ ખેડૂતોને 2,00,000 રૂપિયાની લોન માફ કરે તો એ બધું પૂરું. રાજ્યનું જે બજેટ છે તે રેવડીમાં જ પૂરું થઈ જાય. દેશનો વિકાસ થંભી જાય. કોઈ યોજનાની વાત કરવી નહી. બીજો વિકાસના કામ થશે.

તમારું પેટમાં દુખે છે સી આર પાટીલે (Gujarat BJP President CR Patil) આમ આદમી પાર્ટીની જાહેરાતને લઈ આંકડાઓ રજૂ કર્યા છે. તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ (isudan gadhvi news) વળતો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ફરીથી પાટીલે ગુજરાત વિરોધી પોતાની માનસિકતા છતી કરી છે. મને ખબર છે કે, તમે ગુજરાતી નથી, બિનગુજરાતી છો. એટલે તમે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવો છો. ગુજરાતની જનતાને 300 યુનિટ વીજળી મળે તો તમારું પેટમાં દુઃખે છે.

ગુજરાતને તમે ડૂબાડી દીધું આપ નેતા ઈસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું હતું કે, તમે કરોડપતિ છો. તમારા બંગલામાં જે વિજળી મળે છે. ફ્રી રેવડી ફ્રી રેવડી (rewari culture) કહીને તમે ગુજરાતની જનતાની મજાક કરો છો. તમે એમ કહો છો કે, ફ્રી રેવડી આપવાથી ગુજરાત બરબાદ થઈ જશે. દિલ્હીમાં સુવિધાઓ ફ્રીમાં મળે છે. તેમ છતાં દિલ્હી નફામાં ચાલે છે. તમે ગુજરાતમાં એક પણ વસ્તુ ફ્રીમાં નથી આપતા. તેમ છતાં ગુજરાત સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાતને તમે ડૂબાડી દીધું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.