ETV Bharat / city

Lemon Price Hike: પેટ્રોલ-ડીઝલના ભાવ તેમજ કમોસમી વરસાદ સહિતની મારના કારણે લીંબુના ભાવમાં પણ વધારો

author img

By

Published : Apr 2, 2022, 6:24 PM IST

સુરતમાં કમોસમી વરસાદ અને પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં વધારાની સાથે સાથે લીંબુના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો કે આ ગરમી દરમિયાન લોકો ઠંડક માટે લીંબુ સરબત અને શિકન્જી ખૂબ પીવાનું પસંદ કરે છે. ગરમી વધવાની સાથે લીંબુનાં ભાવમાં પણ ચાર ગણો વધારો થયો છે.

Surat Lemon Price: કમોસમી વરસાદ અને પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં વધારાના કારણે લીંબુના ભાવમાં પણ વધારો
Surat Lemon Price: કમોસમી વરસાદ અને પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં વધારાના કારણે લીંબુના ભાવમાં પણ વધારો

સુરત: કમોસમી વરસાદ(Unseasonal rains) અને પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં(Petrol and diesel prices) વધારાની અસર લીંબુના ભાવમાં(Lemon prices) જોવા મળી રહી છે. ઉનાળામાં અમૃત સમાન લીંબુ પાણી મોંઘુ પડશે(Lemon water will be expensive) કેમકે ટ્રાન્સપોર્ટના ભાવ વધતા(Rising transport prices) લીંબુના ભાવ હાલ 180થી લઈ 220 રૂપિયા કિલો થઈ ગયેલા છે. હાલ માર્ચ ચાલી રહ્યો છે જેમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો વધ્યો(heat increased) છે. જેને કારણે લોકો ગરમીમાં મુશ્કેલીમાં મુકાયા છે. જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

માર્કેટના વેપારીએ કહ્યું કે અઠવાડિયા દસ દિવસ પહેલા શહેરમાં છૂટક બજારમાં લીંબુ પ્રતિ કિલોએ રૂપિયા 20થી 30માં મળતા હતા અને રૂપિયા 300 પ્રતિ મણના હોલસેલ ભાવે પ્રતિ મણે જેવી ક્વોલિટી તે ભાવે વેચાઇ રહ્યા છે.

આગામી દિવસોમાં આ ગરમી હજુ પણ વધશે - જાણકારોનું કહેવું છે કે ગરમી હજુ પણ વધશે. જો કે આ ગરમી દરમિયાન લોકો ઠંડક માટે લીંબુ સરબત અને શિકનજી પીવાનું પસંદ કરે છે. પંરતુ ગરમી વધવાની સાથે લીંબુનાં ભાવમાં પણ ચાર ગણો વધારો થયો છે. ગરમીને લીધે લીંબુની માંગ વધી(Increased demand for lemons) છે અને સામે સપ્લાય ઘટી છે. બીજી બાજુ વેપારી કહી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થતાં લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

લીંબુના ભાવ હાલ 180થી લઈ 220 રૂપિયા કિલો થઈ ગયેલા છે.
લીંબુના ભાવ હાલ 180થી લઈ 220 રૂપિયા કિલો થઈ ગયેલા છે.

આ પણ વાંચો: સુરતમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો

લોકો પણ મુશ્કેલીમાં મૂકાય જવા પામ્યા છે - સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે અને આગામી દિવસોમાં હજુ કાળઝાળ ગરમી પડે તેવી શક્યતાઓ વચ્ચે ગરમીના દિવસોમાં ખાસ કરીને શરીરમાં પાણીની કમી ન સર્જાય અને અશક્તિ ન આવે તે માટે સામાન્ય રીતે લીબુનું શરબત કે શીકંજીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા એક સપ્તાહ દરમિયાન લીંબુના ભાવ ચાર ગણા વધી જતા ગૃહિણીઓ સમેત ખાણીપીણીની રેસ્ટોરન્ટ ચલાવતા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

લીંબુના ભાવ હાલ 180થી લઈ 220 રૂપિયા કિલો થઈ ગયેલા છે.
લીંબુના ભાવ હાલ 180થી લઈ 220 રૂપિયા કિલો થઈ ગયેલા છે.

આ પણ વાંચો: Lemon Price Hike in Summer : અબકી બાર લીંબુ 200 કે પાર, ગૃહિણીનું બજેટ ખોરવાયું

છૂટક બજારમાં લીંબુ પ્રતિ કિલોએ રૂ .20 થી 30માં મળતા હતા - માર્કેટના વેપારીએ કહ્યું કે અઠવાડિયા દસ દિવસ પહેલા શહેરમાં છૂટક બજારમાં લીંબુ પ્રતિ કિલોએ રૂપિયા 20થી 30માં મળતા હતા અને રૂપિયા 300 પ્રતિ મણના હોલસેલ ભાવે પ્રતિ મણે જેવી ક્વોલિટી તે ભાવે વેચાઇ રહ્યા છે. એવી જ રીતે આજે શહેરના જુદા જુદા છૂટક બજારમાં લીંબુ પ્રતિ કિલોએ રૂપિયા 180થી 220ના ભાવે વેચાઇ રહ્યા છે.

સપ્લાય વધવાની જગ્યાએ ઘટી ગઇ છે - ગરમીનો પ્રકોપ વધતા એક તરફ લીંબુનો ઉપાડ વધ્યો હતો અને બીજી તરફ લીંબુનો સપ્લાય ઘટી જતા ભાવ રોકેટ સ્પીડ સાથે વધી છે. શહેરમાં પહેલા લીંબુની સરેરાશ 10 ટ્રક જેટલો માલ ઠલવાતો હતો. હાલ માંડ ત્રણથી ચાર ટ્રક લીંબુ શહેરમાં ઠલવાય રહ્યા છે. ગરમીમાં લીંબુનો ઉપાડ વધ્યો પણ સામે સપ્લાય વધવાની જગ્યાએ ઘટી ગઈ છે. આથી લીંબુના ભાવમાં ચારથી પાંચ ગણો વધારો થઇ ચૂક્યો છે. આંધ્રપ્રદેશમાં કમોસમી વરસાદની અસર પણ લીંબુના ભાવમાં વધારા માટે જવાબદાર છે. કારણ કે ગુજરાતમાં મોટા ભાગે આંધ્ર પ્રદેશથી લીંબુ આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.