Jagannath Rathyatra 2022 : જગન્નાથજીની રથયાત્રાને લઈને કરવામાં આવી અપીલ, આ રાખવી પડશે તકેદારી

author img

By

Published : Jun 30, 2022, 12:56 PM IST

Jagannath Rathyatra 2022 : જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કરવામાં આવી અપીલ
Jagannath Rathyatra 2022 : જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કરવામાં આવી અપીલ ()

સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની (Jagannath Rathyatra 2022) રથયાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ખાતેથી રથયાત્રામાં અંદાજે 50થી 60 હજાર જેટલા ભક્તો આ રથયાત્રામાં જોડાશે તેવી માહિતી મળી રહી છે. તેમજ આ ભવ્ય રથયાત્રાને લઈને પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં વિવિધ મંદિરોના સંતો અને મુસ્લિમ આગેવાનો સાથે બેઠક (Surat Jagannath Rathyatra) કરી શાંતિની અપીલ કરવામાં આવી રહી છે.

સુરત : અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા (Jagannath Rathyatra 2022) સુરતમાં પણ નીકળી જઈ રહી છે. ભગવાન શહેરીજનોને દર્શન આપવા આ રથમાં સવાર થઈને આવશે, ત્યારે સુરત ખાતે ઇસ્કોન મંદિર દ્વારા તૈયાર કરવામાં આવેલા રથની ખાસીયત છે કે આ રથ 17 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. તેની લાકડીઓ આસામથી મંગાવવા આવી હતી. સુરત અને આસામના કારીગરોએ આ રથને તૈયાર કર્યો છે. તેને ખેંચવા માટે ભક્તો આતુર છે. 27 વર્ષથી (Surat Jagannath Rathyatra) નીકળતી આ રથયાત્રામાં બે વાર રથ બદલવામાં આવ્યો છે. 20 જેટલી ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

સુરતમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કરવામાં આવી અપીલ

સુરતની સૌથી લાંબી રથયાત્રા - મહાપ્રભુના ભક્તો આખા વર્ષે આ દિવસની રાહ જોતા હોય છે. તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે. રથયાત્રા અનેરૂ મહત્વ હોય છે. સુરત ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે સૌથી લાંબી રથયાત્રા કાઢવામાં આવતી હોય છે. રથયાત્રા શરૂ (Preparation of Rathyatra in Surat) થઈ છે ત્યારથી અત્યાર સુધી ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા આ બીજો રથ બનાવવામાં આવ્યો છે. વર્ષો પહેલા આજે રથયાત્રા કાઢવામાં આવતી હતી. તે વખતે રથ ખૂબ જ નાનો હતો. જોકે સુરતના લોકો અગાઉ બે દિવસ સુધી રથયાત્રા ની ઉજવણી કરતા હતા. ત્યારબાદ વિશાળકાય રથ બનાવવામાં આવ્યો છે. 17 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા રથમાં જ્યારે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા વિરાજમાન થાય છે ત્યારે ભક્તો ભાવવિભોર થઈ જતા હોય છે.

આ પણ વાંચો : Jagannath Rathyatra 2022: 145 વર્ષે બદલાશે ભગવાન જગન્નાથજીનો રથ, રથમાં હશે અનેક વિશેષતા

50 થી 60 હજાર જેટલા લોકો જોડાશે - આ અંગે દિલીપભાઈએ જણાવ્યું કે, સુરતમાં પહેલા રથયાત્રા બે (Iskcon Temple in Surat) દિવસની નીકળતી હતી. જહાંગીરપુરાથી રથયાત્રા નીકળીને ભટાર ખાતે આવેલા રામજી મંદિર ખાતે જતી હતી. ત્યાં રાતવાસો કરીને બીજા દિવસે રથયાત્રા શહેરનું (Surat Iskcon Temple) પરિભ્રમણ કરીને ફરી જહાંગીરપુરા ખાતે પહોંચતી હતી. જોકે ત્યારે ચારથી પાંચ હજાર લોકો જ રથયાત્રામાં જોડાતા હતા. ધીરે ધીરે સમય જતા લોકોની સંખ્યામાં વધારો થયો, તેથી આ રથયાત્રા એક જ દિવસની થઈ ગઈ અને તે સુરત ખાતેથી નીકળે છે. તેમજ જહાંગીરપુરા મંદિર ખાતે પહોંચે છે જેમાં 50 થી 60 હજાર જેટલા લોકો જોડાઈ છે.

આ પણ વાંચો : Ahmedabad Rathyatra 2022 : 1950માં બન્યાં હતાં હાલના રથો, આવતા વર્ષે ભગવાનને મળી શકે સરપ્રાઇઝ

સંતો અને મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજાઈ - સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાને તમામ તૈયારીઓને (Rathyatra in Surat) આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાન જગન્નાથનો ભવ્ય રથ પણ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ ભગવાનાના વાઘા પણ વૃંદાવનથી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જગન્નાથ યાત્રા સંદર્ભે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વિવિધ મંદિરોના સંતો અને મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી હતી. કોરોના રોગચાળા બાદ આ વર્ષે જગન્નાથ યાત્રા ધામધૂમથી કાઢવામાં આવશે. શહેરના વિવિધ પાંચ જેટલા વિસ્તારોમાંથી જગન્નાથ યાત્રા કાઢવામાં આવશે તેમ જાણવા મળ્યું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.