ETV Bharat / city

Ahmedabad Rathyatra 2022 : 1950માં બન્યાં હતાં હાલના રથો, આવતા વર્ષે ભગવાનને મળી શકે સરપ્રાઇઝ

author img

By

Published : Jun 29, 2022, 9:40 PM IST

Ahmedabad Rathyatra 2022 : 1950માં બન્યાં હતાં હાલના રથો, આવતા વર્ષે ભગવાનને મળી શકે સરપ્રાઇઝ
Ahmedabad Rathyatra 2022 : 1950માં બન્યાં હતાં હાલના રથો, આવતા વર્ષે ભગવાનને મળી શકે સરપ્રાઇઝ

હાલમાં રથયાત્રાનો આનંદભર્યો માહોલ સમગ્ર અમદાવાદમાં (Ahmedabad Rathyatra 2022 ) જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથ પોતાના ભાઇબહેન સાથે નગરચર્યાએ (Jagannath Rathyatra 2022) નીકળવાના છે. તેઓ જે રથો પર સવાર થવાના છે તે ત્રણેય રથના નામ (Bhagvan Jagannath Rath Name) અને તેમનું મહાત્મ્ય અલગ પ્રકરણ છે. આવો જાણીએ ભગવાનના રથો વિશે રસપ્રદ માહિતી.

અમદાવાદ-અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા (Ahmedabad Rathyatra 2022 )શુક્રવારના રોજ યોજાવા જઇ રહી છે. ભગવાન જગન્નાથ પોતાના ભાઈબહેન સાથે શહેરની નગરચર્યાએ નીકળશે. ભગવાન જે રથમાં (Bhagvan Jagannath Rath Name) આરૂઢ થઇને નગરચર્યાએ નીકળે છે. તે રથોનું પણ અનેરું મહત્વ છે.

ભગવાન જે રથો પર સવાર થઇ નગરચર્યા કરે છે તેના વિશે જાણો

જગન્નાથ પુરીમાં કેવા હોય છે રથ ? -દેશમાં વિશ્વની સૌથી મોટી અને પારંપરિક રથયાત્રા (Jagannath Rathyatra 2022) ઓરિસ્સાના પુરીમાં યોજાય છે. જેના રથ ત્રણ માળ જેટલા ઊંચા હોય છે. સૌથી ઊંચો રથ ભગવાન જગન્નાથનો હોય છે.ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ (Bhagvan Jagannath Rath Name) હોય છે. જે પીળા અને લાલ રંગનો હોય છે. જેની અંદર 18 પૈડા લાગેલા હોય છે. જેના સારથી દારૂકા છે. રક્ષક ગરુડ છે. જ્યારે ભગવાન બળભદ્રના રથનું નામ ( Bhagvan Balbhadra Rath Name ) તાલધ્વજ હોય છે. જેમાં 16 પૈડા લાગેલા હોય છે. તેનો રંગ વાદળી અને લાલ હોય છે. જેના સારથી માતાલી છે. આ રથના રક્ષક વાસુદેવ છે. જ્યારે દેવી સુભદ્રાના રથનું નામ Devi Subhadra Rath Name દેવદલન હોય છે. જેને 14 પૈડાં હોય છે. તે રથનો રંગ લાલ અને કાળો હોય છે. તેના સારથી અર્જુન છે. રથના રક્ષક જયદુર્ગા છે.

આ પણ વાંચોઃ Ahmedabad Rathyatra 2022: આજથી જગન્નાથ મંદિરમાં ઉમટશે ભક્તોનું ઘોડાપુર, જાણો આજે કયા કયા થયા કાર્યક્રમો

અમદાવાદના જગન્નાથ મંદિરના રથ -ઓરિસ્સાના પુરી બાદ અમદાવાદની રથયાત્રામાં (Ahmedabad Rathyatra 2022 )લાખો લોકો ભેગા થાય છે. રથયાત્રામાં (Jagannath Rathyatra 2022) રથની ઊંચાઇ લગભગ પાંચ મીટર જેટલી હોય છે. દરેક રથની ઊંચાઈ સરખી હોય છે. રથનું સમારકામ અખાત્રીજથી શરૂ કરવામાં આવે છે. પારંપરિક રીતે રથનું સમારકામ, તેનો રંગ અને રથયાત્રાના દિવસે રથ ખેંચવાની જવાબદારી ખલાસી કોમની હોય છે. 20 જેટલા ખલાસી રથના સમારકામ અને રંગ પાછળ લાગે છે. રથયાત્રાના દિવસે રથ ખેંચવા કુલ 1200 થી 1500 જેટલા ખલાસી હોય છે. દરેક રથમાં 06 પૈડા હોય છે. આ પૈડા પર લોખંડની વાટ 1992 થી ચઢાવવામાં આવી છે. વલસાડી સાગના લાકડામાંથી આ રથ બને છે. એક રથ 01 ટન જેટલુ વજન ખમી શકે છે.

આ પણ વાંચોઃ Ahmedabad Rathyatra 2022 : ભગવાન જગન્નાથજીને શા માટે આંખે પાટા બાંધવામાં આવે છે જાણો

આવતા વર્ષે નવા રથ બનશે -ખલાસી કોમના અગ્રણી કૌશલ ખલાસે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથને (Jagannath Rathyatra 2022) આવતા વર્ષે નવા રથ મળવાની શક્યતા છે. દિવાળીમાં રથ પૂજન બાદ નવા રથ બનાવવાની પ્રક્રિયા શરૂ થશે. જેને બનતા એક વર્ષ લાગી શકે છે. જો કે આવતા વર્ષે રથયાત્રા પૂર્વે રથ તૈયાર ન થાય તો વર્તમાન રથમાં જ (Ahmedabad Rathyatra 2022 )રથયાત્રા કાઢવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.