ETV Bharat / city

કોરોનાની ત્રીજી લહેરને જોતા સુરતની ખાનગી કંપનીએ 5,000થી વધુ ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા

author img

By

Published : Sep 10, 2021, 4:28 PM IST

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન ભારે અછત સર્જાઈ હતી અને હવે નિષ્ણાતો માની રહ્યા છે કે, ઓક્ટોબર મહિના સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ત્યારે સુરતમાં ઓક્સિજનની અછત ન સર્જાય આ માટે તંત્રના ડિસ્ટ્રીબ્યુટરે તમામ તૈયારીઓ કરી લીધી છે. શહેરમાં લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ અને નેચરલ એરથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સાથે જ એ. ડી. મોરે સન્સ કંપનીએ નવા 5,000થી વધુ ઓક્સિજન સિલેન્ડર ખરીદ્યા છે. આ સાથે રિફીલિંગ પ્લાન્ટ તૈયાર થઈ ગયું છે, જ્યાં 1 કલાકમાં 60 જેટલા મોટા સિલેન્ડર રિફિલ કરવામાં આવશે.

કોરોનાની ત્રીજી લહેરને જોતા સુરતની ખાનગી કંપનીએ 5 હજારથી વધુ ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા
કોરોનાની ત્રીજી લહેરને જોતા સુરતની ખાનગી કંપનીએ 5 હજારથી વધુ ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા

  • એ.ડી.મોરે સન્સ કંપની દ્વારા નવા 5,000થી વધુ ઓક્સિજન સિલેન્ડર ખરીદવામાં આવ્યા
  • લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ અને નેચરલ એર થી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત
  • રિફીલિંગ પ્લાન્ટ તૈયાર થઈ ગયું છે જ્યાં એક કલાકમાં 60 જેટલા મોટા સિલેન્ડર રિફિલ કરવામાં આવશે

સુરતઃ દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડરથી જોડાયેલા વિસ્તારમાં જ્યારે કોરોનાની બીજી લહેર વખતે સુરત એક એવુ કેન્દ્ર બન્યું હતું, જ્યાંથી આ તમામ વિસ્તારમાં ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં હજિરા ખાતે આવેલા આઈનોક્સ કંપનીથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાં ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યા હતા. હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ નિષ્ણાતો લોકોને ચેતવી રહ્યા છે ત્યારે સુરતમાં ઓક્સિજનની શુ વ્યવસ્થા છે અને બીજી લહેરમાં જે રીતે ઓક્સિજનની અછત થઈ હતી. તેને ધ્યાનમાં રાખી હાલ ઓક્સિજન માટે તકેદારીના કયા પ્રકારનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. તે અંગે ETV Bharat દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- ભાવનગર સર ટી હોસ્પિટલમાં Oxygen પ્લાન્ટનું રિયાલિટી ચેક : શું છે ત્રીજી લહેરની વ્યવસ્થા જાણો

સિવિલ હોસ્પિટલમાં લિકવિડ ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા અને સંખ્યા

કેન્દ્ર સરકાર દ્વારા નેચરલ એર ટૂ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ 550 ક્યૂબ મીટર (પ્રતિકલાક) કાર્યરત્ છે. જ્યારે એલ એન્ડ ટી (L&T) અને એસ્સાર કમ્પની (Essar Company) દ્વારા પ્લાન્ટ લગાવી દેવાયા છે. જરૂરત હશે ત્યારે કાર્યરત થશે આવનાર દિવસોમાં વધુ એક ખાનગી કંપની આવું પ્લાન્ટ લગાવશે. મહાનગરપાલિકા સંચાલિત સરકારી હોસ્પિટલ ની વાત કરવામાં આવે તો, લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટની સંખ્યા 3 છે, જેમાં 10 ટન લિક્વિડ ઓક્સિજન ટેન્ક, 17 ટન લિક્વિડ ઓક્સિજન ટેન્ક અને 17 ટન લિક્વિડ ઓક્સિજન ટેન્કનો સમાવેશ થાય છે. જયારે એક નેચરલ એરથી ઓક્સિજન બનાવનારા પ્લાન્ટની સખ્યાં એક છે. જ્યારે અન્ય 1 પ્લાન્ટ પાલિકા કાર્યરત કરશે.

કોરોનાની ત્રીજી લહેરને જોતા સુરતની ખાનગી કંપનીએ 5,000થી વધુ ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા

આ પણ વાંચો- Reality Check: કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે ભૂજમાં 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત, વધુ 2 નિર્માણાધિન

ટૂંક સમયમાં રિફિલિંગ સ્ટેશનની શરૂઆત

ઓક્સિજન અંગેની માહિતી આપતાં દક્ષિણ ગુજરાતના સૌથી મોટી લિક્વિડ ઓક્સિજન ડિસ્ટ્રિબ્યુટર કંપની એ. ડી. મોરે સન્સના માલિક આત્મારામ મોરેએ જણાવ્યું હતું કે, જે રીતે બીજી લહેર સમયે ઓક્સિજનની અછત સર્જાઈ હતી. તેને ધ્યાનમાં રાખીને આઈનોક્સ કંપનીએ સચિન નજીક રિફીલિંગ સ્ટેશનની શરૂઆત ટૂંક સમયમાં થશે. દક્ષિણ ગુજરાતની તમામ નાની મોટી હોસ્પિટલની ઓક્સિજન સિલેન્ડરની રિફીલિંગ અહીં થઈ શકશે.

એક ટનના 8 મુવેબલ ઓક્સિજન પોટા સિલેન્ડર છે

અહીં, 1 કલાકમાં 60 જેટલા મોટા સિલિન્ડરમાં ઓક્સિજન રિફીલિંગ થશે. આવી રીતે આ પ્લાન્ટમાં 24 કલાક રિફીલિંગ કામ થશે. ગયા સમયે સિલિન્ડરની અછત સર્જાઈ હતી. આ માટે અમે આ વખતે 5,000 નવા ઓક્સિજન સિલિન્ડર મગાવ્યા છે, જેમાંથી 2,000 ચીનથી અને 3,000 સ્વદેશી ઓક્સિજન સિલિન્ડર છે. આ સાથે અમારી પાસે એક ટનના 8 મુવેબલ ઓક્સિજન પોટા સિલેન્ડર છે. ઓક્સિજનની અછતને દૂર કરવા અમે જર્મનીની એક એર પ્લાન્ટ કંપની પાસે નેચરલ લિક્વિડ બનાવવા પ્લાન્ટ માટે ઓર્ડર આપી દીધું છે, પરંતુ જર્મનીમાં ભારે વરસાદના કારણે હાલ સરવે થઈ શક્યું નથી. સરવે બાદ સુરતમા 75 મેટ્રિક ટન નેચરલ એરથી લિકવિડ બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.