ETV Bharat / city

ભાવનગર સર ટી હોસ્પિટલમાં Oxygen પ્લાન્ટનું રિયાલિટી ચેક : શું છે ત્રીજી લહેરની વ્યવસ્થા જાણો

author img

By

Published : Sep 8, 2021, 7:40 PM IST

ભાવનગર શહેરની સૌથી મોટી સર ટી હોસ્પિટલમાં બીજી લહેરમાં બેડ મેળવવા મુશ્કેલ બની ગયા હતાં. ખાનગી હોસ્પિટલોને છૂટ આપવાનો સમય આવ્યો અને ઓક્સિજનની કમી ઉભી થવાના કિસ્સાઓ બન્યા હતાં. ત્યારે હાલમાં ત્રીજી લહેરની શક્યતા વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડ સહિતની વ્યવસ્થા શું  છે તેે જાણવાનો પ્રયાસ ETV BHARAT એ કર્યો છે. તો બીજી લહેરમાં કોરોનાના આંકડા અને મૃત્યુના આંક શું હતાં તે જાણો.

ભાવનગર સર ટી હોસ્પિટલમાં Oxygen પ્લાન્ટનું રિયાલિટી ચેક : શું છે ત્રીજી લહેરની વ્યવસ્થા જાણો
ભાવનગર સર ટી હોસ્પિટલમાં Oxygen પ્લાન્ટનું રિયાલિટી ચેક : શું છે ત્રીજી લહેરની વ્યવસ્થા જાણો

  • ભાવનગર સર ટી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ETV Bharatનું રિયાલિટી ચેક
  • ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત અને બેડની વ્યવસ્થા હોવાનું સામે આવ્યું હોસ્પિટલમાં
  • બે PSA પ્લાન્ટ નાખવાના કારણે એક મિનિટમાં બે હજાર લીટર ઓક્સિજન ઉપલબ્ધ
  • 1000 બેડ અને 30 હજાર લીટર ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ



    ભાવનગરઃ શહેરમાં બીજી લહેરમાં બેડ અને ઓક્સિજનની કમીએ લોકોને રઝળતા કરી મૂક્યાં હતાં. લોકોને બેડ મળતા ન હતાં તો ઓક્સિજન બોટલો શોધવા નીકળી પડતાં હતાં. બીજી લહેર બાદ તંત્રએ વ્યવસ્થાઓ ઉભી કરી છે ત્યારે હાલમાં ભાવનગર સર ટી હોસ્પિટલમાં શુ વ્યવસ્થા છે તેનું રિયાલિટી ચેક ETV BHARAT દ્વારા કરવામાં આવ્યું હતું.


    ભાવનગર સર ટી હોસ્પિટલમાં ઓક્સિજન Oxygen માટે ETV BHARATનું રિયાલિટી ચેક

    ભાવનગર શહેરની સાત લાખની વસતીમાં લગભગ કોઈ ઘર બાકી રહ્યું હશે જેમાં લોકો કોરોનાથી બચી ગયાં હશે. ત્યારે બીજી લહેરમાં બેડ અને ઓક્સિજન પ્લાન્ટની સ્થિતિ શું તે જાણવા ETV BHARAT એ રિયાલીટી ચેક કર્યું હતું. આ રિયાલિટી ચેકમાં 30 હજાર લિટરની ઓક્સિજનની ટેન્ક કાર્યરત દેખાઈ હતી તો PSA ઓક્સિજન પ્લાન્ટ બે કાર્યરત જોવા મળ્યાં હતાં. જ્યારે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા જોઈએ તો એક હજાર કરતા વ્યવસ્થા હાલમાં કરવામાં આવેલી છે.
    તંત્રએ બે લહેર બાદ ક્યાંક શીખી લીધું હોય તેમ લાગી રહ્યું છે



    સર ટી હોસ્પિટલમાં ત્રીજી લહેર પહેલાં કેવી વ્યવસ્થા

    ભાવનગરની સર ટીહોસ્પિટલમાં 1000 બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો કે દરેક બિલ્ડીંગમાં સેન્ટ્રલ ઓક્સિજન લાઈનો નાખવામાં આવેલી છે એ ઓક્સિજન બે 30 હજાર લીટર ટેન્ક અને PSA પ્લાન્ટ મારફત મળી રહ્યો છે. PSA પ્લાન્ટ 1000 લિટરના બે છે એટલે કે એક મિનિટમાં એક હજાર એમ બે મિનિટમાં બે હજાર ઓક્સિજનનું ઉત્પાદન ઓટોમેટિક પ્લાન્ટમાંથી થાય છે. દવાઓનો સ્ટોક પૂરતો છે જ્યારે ડોકટરોની ટીમ પણ રેડી રાખવામાં આવેલી છે


    કોરોનાની બીજી લહેરમાં આવેલા કેટલા મૃત્યુ અને સ્વસ્થ કેટલાં થયાં હતાં

    ભાવનગરમાં બીજી લહેર ભયાનક હતી ત્યારે કોરોનાના કેસો શહેર અને જિલ્લામાં શું હતાં તેના પર નજર કરીયે તો શહેરમાં કુલ પોઝિટિવ આવેલા દર્દીઓ 14,013 જ્યારે સ્વસ્થ થયેલા 13,851 અને મૃત્યુ 160 થયા હતા ત્યારે જિલ્લામાં 7,433 પોઝિટિવ દર્દીઓ આવ્યાં તેમજ સ્વસ્થ 7,293 અને મૃત્યુ 138 થયા હતા. આમ શહેર અને જિલ્લામાં જોઈએ તો કુલ પોઝિટિવ દર્દીઓ 21,446 આવ્યા હતાં જેમાં સ્વસ્થ 21,144 થયાં હતાં અને મૃત્યુ કુલ 298 થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. ત્યારે આગામી દિવસોમાં ત્રીજી લહેર આવે તો તંત્રએ બે લહેર બાદ ક્યાંક શીખી લીધું હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ Reality Check: કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે ભૂજમાં 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત, વધુ 2 નિર્માણાધિન

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આરોગ્ય તંત્ર સજ્જ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.