ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આરોગ્ય તંત્ર સજ્જ

author img

By

Published : Sep 5, 2021, 1:15 PM IST

corona
પાટણ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આરોગ્ય તંત્ર સજ્જ

કોરોનાની સંભવીત ત્રીજી લહેરના ભયની આલબેલ વચ્ચે પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે.સંભવિત ત્રીજી લહેરના ખતરા વચ્ચે જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓને પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે અને બીજી લહેર સમયે સર્જાયેલી અવ્યવસ્થા જેવી સ્થિતિ ન સર્જાય તે માટે હાલ જિલ્લામાં 1500 ઓક્સિજન અને 100 icu બેડ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં સરળતાથી ઓક્સિજન મળી રહે તે માટે પીએસસી ઓક્સિજન પ્લાન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ પાટણ આરોગ્યતંત્ર દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરાયું
  • સરકારી હોસ્પિટલોમાં 1500 ઓક્સિજન બેડ વધારવાની કામગીરી હાથ ધરાઈ
  • 100 icu બેડ વધારવાની કામગીરી હાથ ધરાઈ


પાટણ: દેશમાં કેરળ સહિત કેટલાક રાજ્યમાં કોરોનાના વધતા કેસોથી તેમજ સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને પાટણ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે તૈયારીઓ આરંભી છે.કોરોનાની બીજી લહેર સમયે બેડ અને ઓક્સિજનની અછત સર્જાતાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.જેના કારણે કોરોના ગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સંભવિત ત્રીજી લહેરમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે હાલ જિલ્લાની ધારપુર સિવિલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ પાટણ અને સિધ્ધપુર હોસ્પિટલ તેમજ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વધારાના 1500ઓક્સિજન બેડ અને 100 icu બેડ વધારવામાં આવી રહ્યા છે .હાલમાં તેની કામગીરી ચાલી રહી છે તેમજ ઓક્સિજનની અછત ઊભી ન થાય તે માટે પીએસસી ઓક્સિજન પ્લાન્ટ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત નાનાં બાળકો માટે અલગ વોર્ડ ની વ્યવસ્થા કરવામાં આવી છે.આ વોર્ડમાં 50 બેડ ઓક્સિજનના અને icu બેડ પણ વધારવામાં આવ્યા છે.

પાટણ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આરોગ્ય તંત્ર સજ્જ

આ પણ વાંચો : Petrol Diesel Price: પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત, જાણો ક્યા શહેરમાં કેટલા ભાવ

રોજ 1400 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે

હાલમાં જિલ્લાના દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર ઉપર રસીકરણની સાથે-સાથે કોરોનાના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે. 1300થી 1400 RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.સમગ્ર રાજ્યમાં પાટણ જિલ્લાની ટેસ્ટિંગની કામગીરી સારી હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમીક મેડિકલ ઓફિસર અક્ષય પ્રજાપતિએ જણાવ્યું હતું. આમ પાટણ જિલ્લામાં કોરોના ની સંભવીત ત્રીજી લહેરને ખારવા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે અને આગોતરા આયોજનો સાથે તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.