ETV Bharat / city

કળીયુગનો શ્રવણ: કોરોના પોઝિટિવ માનસિક દિવ્યાંગ માતાની સારવાર કરી પુત્ર થયો સંક્રમિત

author img

By

Published : Apr 19, 2021, 1:13 PM IST

સુરતમાં એક માનસિક દિવ્યાંગ માતાને કોરોના પોઝિટિવ આવ્યાં બાદ દિકરો કોઈ પણ ચિંતા વિના પોઝિટિવ બીમાર માતાની સારવાર કરીને તે પણ આ મહામારીનો ભોગ બન્યો હતો. માનસિક દિવ્યાંગ માતાને જ્યારે દીકરો પોતાના હાથે જમાડતો હતો ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

કળીયુગનો શ્રવણ: કોરોના પોઝિટિવ માનસિક દિવ્યાંગ માતાની સારવાર કરી પુત્ર થયો સંક્રમિત
કળીયુગનો શ્રવણ: કોરોના પોઝિટિવ માનસિક દિવ્યાંગ માતાની સારવાર કરી પુત્ર થયો સંક્રમિત

  • પોઝિટિવ બીમાર માતાની સારવાર કરી પુત્ર મહામારીનો ભોગ બન્યો
  • સુરતમાં રહેતા 71 વર્ષીય પારસી વૃદ્ધાને 3 દિવસથી કોરોના પોઝિટિવ
  • માતાની એકાએક તબિયત બગડતાં થાનના કમિટી હોલ ખાતે ખસેડાયા

સુરત: કોરોનાનો ડર વ્યાપક બનતો જાય છે. પરિવારના કોઈ સભ્યને થાય તો તેને અલગ રૂમમાં મોકલી દેવામાં આવે છે. ત્યારે, શહેરમાં એવો પણ કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં પુત્રએ કોઈ પણ ચિંતા વિના પોઝિટિવ બીમાર માતાની સારવાર કરીને તે પણ આ મહામારીનો ભોગ બન્યો હતો. અત્યારે, માતા દીકરા બન્ને એકસાથે આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે. માનસિક દિવ્યાંગ માતાને જ્યારે દીકરો પોતાના હાથે જમાડતો હતો ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો: રાજ્યમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 10,340 કેસ, 110ના મોત

વૃદ્ધા માનસિક દિવ્યાંગ માતાને કોરોના

સુરતના ઘોડદોડ રોડ પર રહેતા 71 વર્ષીય પારસી વૃદ્ધાને 3 દિવસ પહેલા કોમ્યુનિટી હોલના કોવિડ આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરાયા હતા. પોતાની ધૂનમાં જ રહેતા વૃદ્ધા માનસિક દિવ્યાંગ હોવાનું તબીબો માની રહ્યા છે. માતાની તબિયત બગડી અને માનસિક રોગી હોવાના કારણે પોતાનું કામ જાતે કરી શકતી નથી. જેથી, તેની સારવાર કરવી જવાબદારી નહીં પરંતુ ફરજ હોવાનું માનતા દીકરાએ કાળજીપૂર્વક તેની સારવાર કરતો હતો.

પોતાની ચિંતા વિના પુત્ર માતાની સારવાર કરતો

થોડા દિવસ અગાઉ માતાની તબિયત બગડી ટેસ્ટ કરાવ્યો બાદ તે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી ઘરમાં જ સારવાર શરૂ કરાઇ હતીં. પોતાની કોઈ પણ ચિંતા વિના પુત્ર તેમની માતાની સારવાર કરતો હતો. આથી, બાદમાં પુત્ર પણ પોઝિટિવ થયો હતો. આ દરમિયાન, માતાની એકાએક તબિયત બગડતાં થાનના કમિટી હોલ ખાતે આઇસોલેશન સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં આઇસોલેશન સેન્ટરમાં અવનવા કાર્યક્રમોનું આયોજન

માઁ-દીકરો એકબીજાનો સહારો બન્યા

કોર્પોરેટર અને તબીબ ડૉક્ટર કૈલાસ સોલંકીએ જણાવ્યું હતું કે, વૃદ્ધાને સેન્ટર પર લાવવામાં આવ્યા ત્યારે તેમનું ડાયાબિટીસ 400 હતું અને હાલત પણ ગંભીર હતી. વૃદ્ધાની કપરી માનસિક સ્થિતિના લીધે તબીબો ગભરાયા હતા. પરંતુ, દીકરાએ કહ્યું હું પણ પોઝિટિવ છું મારી તબિયત સારી છે. પરંતુ, જો મંજૂરી આપો તો હું માતા સાથે જ રહીને તેમની સારવારમાં મદદરૂપ થવા માંગું છું. આવી ખાતરી આપતા બન્નેને દાખલ કરાયા હતા. આ બાદ માઁ-દીકરો આસપાસના બેડ પર એકબીજાનો સહારો બની બીમારી અને કોરોનાનો સામનો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.