ETV Bharat / city

Gujarat Weather Report : સુરતમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ નજારો, હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો

author img

By

Published : Feb 3, 2022, 11:49 AM IST

સુરતમાં વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર છવાયું જેવું વાતાવરણ (Gujarat Weather Report) સર્જાયું હતું. જેને કારણે વાહન ચાલકોને લાઈટ ચાલુ કરીને ચલાવવાની ફરજ પડી હતી.

Gujarat Weather Report : સુરતમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ નજારો, હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો
Gujarat Weather Report : સુરતમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ નજારો, હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો

સુરત: સુરતમાં ધીરે-ધીરે ઠંડીનો (Cold Temperature in Gujarat) ચમકારો ઓછો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં વહેલી સવારથી ડુમ્મસનું વાતાવરણ (Gujarat Weather Report) જોવા મળ્યું હતું. વહેલી સવારે ધુમ્મસના કારણે વાહન ચાલકોએ વાહનની ફેસ લાઈટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી હતી.

Gujarat Weather Report : સુરતમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ નજારો, હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો

આ પણ વાંચો: રાજ્યમાં સતત બીજા દિવસે ભારે ઝાકળવર્ષા વચ્ચે એકાએક તાપમાનનો પારો ઉંચો ચડ્યો, જાણો આજનું લઘુતમ તાપમાન

સુરત શહેરના વિસ્તારોમાં ધુમ્મસની ચાદર ફેલાઈ

સુરત શહેરના ખાસ કરીને અઠવા, ઉમરા, પિપલોદ, મગદલ્લા, ડુમસ સુધી વિસ્તારોમાં ધુમ્મસની ચાદર ફેલાઈ ગઈ હતી. જેને કારણે વાહનચાલકોને રસ્તા ઉપરથી પસાર થતી વખતે ધુમ્મસનો સામનો કરવો પડ્યો હતો. માત્ર 40 મીટર સુધી વિઝિબિલિટીથી વાહન વ્યવહારને અસર થઈ હતી. એ જ રીતે વાત ઠંડીની (Cold Temperature in Gujarat) વાત કરવામાં આવે તો ઠંડીનો ચમકારો શહેરમાં ઓછો થઈ રહ્યો છે, તો બીજી બાજુ વહેલી સવારથી જ ડુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: સાબરકાંઠામાં વાદળછાયા વાતાવરણથી જગતનો તાત ચિંતિત

અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતવરણ જોવા મળ્યું

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે સાથે સાથે સવારના 9:30 વાગ્યા સુધી અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતવરણ જોવા મળ્યું હતું. જેમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતાં વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ તકલીફ વેઠવી પડી હતી. તેમજ રાજ્યમાં ઠંડા પવનો પણ અનુભવાયા હતા. રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તમામ જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી ઉપર નોંધાયો છે.સૌથી ઓછું તાપમાન જૂનાગઢ ખાતે 12.0 નોંધાયું છે.તો આજે સમગ્ર રાજ્યમાં ખુલ્લું વાતાવરણ જોવા મળશે.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રી)

ક્રમમહાનગરોલઘુતમ તાપમાન
1અમદાવાદ18.4
2ગાંધીનગર16.8
3રાજકોટ18.4
4સુરત18.8
5ભાવનગર19.0
6જૂનાગઢ12.0
7બરોડા15.6
8નલિયા15.9
9ભુજ17.9
10કંડલા16.5
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.