ETV Bharat / city

સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમ્સ એન્ડ જ્વેલરીનું ભવ્ય પ્રદર્શન

author img

By

Published : Feb 22, 2021, 3:19 PM IST

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સર્ધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 20,21, અને 22 ફેબ્રુઆરી દરમિયાન સરસાણા સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમ્સ એન્ડ જ્વેલરીનું પ્રદર્શન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમ્સ એન્ડ જ્વેલરીનું ભવ્ય પ્રદર્શન
સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમ્સ એન્ડ જ્વેલરીનું ભવ્ય પ્રદર્શન

  • સરસાણા સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમ્સ એન્ડ જ્વેલરીનું ભવ્ય આયોજન
  • સ્પાર્કલ પ્રદર્શનમાં દેશભરમાંથી જ નહીં પણ અન્ય દેશોમાંથી બાયર્સ આજે ઉમટી પડ્યા
  • બે દિવસમાં કુલ 6,150 જેટલા બાયર્સ સ્પાર્કલ પ્રદર્શનમાં ઉમટી પડ્યા હતા

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સર્ધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 20,21, અને 22 ફેબ્રુઆરી દરમિયાન સરસાણા સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમ્સ એન્ડ જ્વેલરીનું પ્રદર્શન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે દિવસ દરમિયાન કુલ 6,150 બાયર્સ મુલાકાત લીધી હતી. સ્પાર્કલમાં અમેરિકા દુબઈ અને નેપાળથી પણ બાયર્સ આવ્યા છે.

ચેમ્બર દ્વારા બિઝનેસ ટુ બિઝનેસનો જે અભિગમ આ વર્ષે પણ જાળવી રાખવામાં આવ્યો

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા બિઝનેસ ટુ બિઝનેસનો જે અભિગમ આ વર્ષે પણ જાળવી રાખવામાં આવ્યો છે. તેને કારણે બાયર્સનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કારણકે એક્ઝિબિશનમાં ડાયમંડ જ્વેલર્સ અને સીધો જ બિઝનેસ મળી રહ્યો છે. સ્પાર્કલ પ્રદર્શનમાં દેશભરમાંથી જ નહીં પણ અન્ય દેશોમાંથી બાયર્સ આજે ઉમટી પડ્યા હતા. જેમાં અમેરિકા દુબઈ અને નેપાળથી બાયર્સ સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમ્સ એન્ડ જ્વેલરીનું ભવ્ય પ્રદર્શન
સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમ્સ એન્ડ જ્વેલરીનું ભવ્ય પ્રદર્શન

6150 જેટલા બાયર્સ સ્પાર્કલ પ્રદર્શનમાં ઉમટી પડ્યા

ચેમ્બરના ગ્રુપ ચેરમેન જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે 2,000થી વધુ બાયર્સ સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જ્યારે રવિવારે 4,150 જેટલા ફાયર પ્રદર્શનમાં મૂકવામાં આવેલી જુદી-જુદી ડિઝાઇનની ડાયમંડ જ્વેલરી ખરીદવા માટે મુલાકાતે આવ્યા હતા. આમ બે દિવસમાં કુલ 6,150 જેટલા બાયર્સ સ્પાર્કલ પ્રદર્શનમાં ઉમટી પડ્યા હતા. આથી એકસીબીટરને ખૂબ જ સારો બિઝનેસ મળી રહેશે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.