ETV Bharat / city

ગગનયાનમાં ક્રાયોજેનિક ટેકનોલોજી બનાવનાર ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એન.કે.ગુપ્તા સાથે ETV Bharatનું રૂબરૂ

author img

By

Published : Dec 11, 2021, 6:35 AM IST

ક્રાયોજેનિક એન્જીનની ટેકનોલોજી એક વખત રશિયા આપવાની હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તેણે ભારતને આ ટેકનોલોજી આપી નહોતી. ઇસરોના પૂર્વ ડિરેકટર એન.કે ગુપ્તા અને તેમની ટીમે આ ટેકનોલોજી ભારતમાં બનાવી. હાલ વિશ્વના ગણતરીના દેશો પાસે ક્રાયોજેનિક એન્જીનની ટેક્નોલોજી છે. જેમાંથી ભારત એક છે અને ક્રાયોજેનિક એન્જીન ગગનયાન (cryogenic technology in Gaganyan)માં વાપરવામાં આવશે.

ગગનયાનમાં ક્રાયોજેનિક ટેકનોલોજી બનાવનાર ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એન.કે.ગુપ્તા સાથે ETV Bharatનું રૂબરૂ
ગગનયાનમાં ક્રાયોજેનિક ટેકનોલોજી બનાવનાર ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એન.કે.ગુપ્તા સાથે ETV Bharatનું રૂબરૂ

સુરત: 2022માં ભારત ગગનયાન લોન્ચ (India Launch Gaganyan in 2022) કરશે જેના ઉપર વિશ્વની નજર છે. આ માટે તમામ તૈયારીઓ ઈસરો દ્વારા કરવામાં આવી રહી છે. પ્રથમવાર અંતરિક્ષમાં ભારતના અંતરિક્ષ યાત્રી જશે. ભારત માટે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં જે એન્જીન લાગ્યું છે તેને ઇસરોના વૈજ્ઞાનિક એન.કે.ગુપ્તા (former ISRO scientist NK Gupta) અને તેમની ટીમે બનાવ્યું છે. એન.કે.ગુપ્તા હાલ ગુજરાતમાં રહે છે. એન્જીનની ટેકનોલોજી એક વખત રશિયા આપવાની હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તેણે ભારતને આ ટેકનોલોજી આપી નહોતી. ઇસરોના પૂર્વ ડિરેકટર એન.કે ગુપ્તા અને તેમની ટીમે આ ટેકનોલોજી ભારતમાં બનાવી. હાલ વિશ્વના ગણતરીના દેશો પાસે ક્રાયોજેનિક એન્જીનની ટેક્નોલોજી છે. જેમાંથી ભારત એક છે અને ક્રાયોજેનિક એન્જીન ગગનયાન (cryogenic technology in Gaganyan)માં વાપરવામાં આવશે, ત્યારે આ ટેકનોલોજી બનાવનાર ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક અને પ્રોજેક્ટ હેડ એન.કે.ગુપ્તા સાથે ખાસ વાતચીત (ETV Bharat Rubaru )ના કેટલાક અંશ આ પ્રમાણે રહેશે.

ગગનયાનમાં ક્રાયોજેનિક ટેકનોલોજી બનાવનાર ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એન.કે.ગુપ્તા સાથે ETV Bharatનું રૂબરૂ

પ્રશ્ન: ગગનયાનમાં જે એન્જિન વાપરવામાં આવ્યું છે તે કેટલું મહત્વપૂર્ણ ?

ઉત્તર: રોકેટમાં ત્રણ પ્રકારનું ફ્યુલ હોય છે. જે સોલિડ, લિક્વિડ અને ક્રાયોજેનિક હોય છે. ક્રાયોજેનિકની જે ક્ષમતા હોય છે, તે સૌથી વધુ હોય છે. આજ કારણ છે કે તેનો ઉપયોગ મોટા મોટા રોકેટ અને યાનમાં કરવામાં આવે છે. ક્રાયોજેનિક એન્જિન ખૂબ જ કોમ્પ્લેક્સ હોય છે. તેમના ડેવલપમેન્ટ માટે ખૂબ જ એફર્ટની જરૂરિયાત હોય છે, અને આ ક્રાયોજેનિક માત્ર ચાર-પાંચ દેશો પાસે જ છે. અમે જ્યારે ક્રાયોજેનિક એન્જીન બનાવી રહ્યા હતા, ત્યારે અમે રશિયા સાથે સંપર્ક સાધ્યો. કોઈ કારણસર તેઓએ અમને ટેકનોલોજી આપવા માટે ના પાડી દીધી. ત્યાર પછી અમે પોતે પોતાના ક્રાયોજેનિક એન્જિન બનાવવા માટે વિચાર કર્યો. જેનો હું પ્રોજેક્ટ હેડ હતો. ક્રાયોજેનિક એન્જીનમાં લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજન ઇંધણ રૂપમાં વાપરવામાં આવે છે. તે બંને તરફ ખૂબ જ નિમ્ન તાપમાન પર રહે છે. હાઈડ્રોજન માઇનસ 253 સેન્ટીગ્રેડ પર હોય છે અને લિક્વિડ ઓક્સિજન માઇનસ 183 સેન્ટીગ્રેડ પર હોય છે. માઇનસ 253 સેન્ટીગ્રેડથી અનુમાન લગાવી શકાય કે વિશ્વનું સૌથી લો ટેમ્પ્રેચર માઇનસ 273 તેનાથી નીચે લો ટેમ્પ્રેચર હોતું નથી અને અમે માઇનસ 253માં કામ કરતા હોઈએ છીએ. લો ટેમ્પ્રેચરથી 20 ડિગ્રી ઉપર કામ કરતા હોઈએ છીએ. આ ખૂબ જ જટિલ હોય છે હાઈડ્રોજનની ડેન્સિટી ખૂબ જ ઓછી હોય છે. જેને સ્ટોર કરવા માટે મોટા ટેન્ક લાગે છે. શોર્ટમાં કહીએ તો ક્રાયોજેનિક એન્જિન ખુબ જ કોમ્પલેક્ષ સિસ્ટમ છે જેને અમે ડેવલપ કર્યું છે.

પ્રશ્ન: શા માટે આ ટેકનોલોજી રશિયાએ આપી નહોતી ?

ઉત્તર: કારણ કે આ ટેકનોલોજી ખૂબ જ કોમ્પલેક્ષ છે. તે સમયે અમને સ્વીકૃતિ આપી દીધી તે અમારે માટે આશ્ચર્યની વાત હતી. આમ કોઈ આપતું નથી. કદાચ તે વખતે રશિયાની આર્થિક સ્થિતિ સારી નહોતી. આ માટે પરવાનગી આપી હતી, પરંતુ ટેકનોલોજી આપવા પહેલા તેમના ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ પડતા તેમણે ભારતને આપવાની ના પાડી દીધી હતી. તેમ છતાં અમે આ ટેકનોલોજી પોતે ડેવલપ કરવાનું વિચાર્યું અને મને આ પ્રોજેક્ટનો ડિરેક્ટર બનવાનું સૌભાગ્ય મળ્યું. આ ક્રાયોજેનિક એન્જિનના આધારે જે રોકેટ બન્યું તેને GSLV માર્ક 3 કહેવામાં આવે છે. GSLV માર્ક 3થી વર્ષ 2019માં અમારું ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવ્યું હતું અને અમારો અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાન જેના થકી અમારા માનવને અંતરિક્ષમાં મોકલવા માંગીએ છીએ તેને અમે વર્ષ 2022માં આશા રાખી રહ્યા છે કે લોન્ચ કરીશું. અગાઉ અમારું વિચાર્યું હતું કે જ્યારે દેશ સ્વતંત્રતાની 73 વર્ષગાંઠ મનાવશે ત્યારે અમે મોકલશું, પરંતુ કોરોનાના કારણે પ્રોજેક્ટ ડીલે થયો છે. જોકે અમે વર્ષ 2022ના અંત સુધી માનવને અંતરિક્ષમાં મોકલી શકીશું અને આ ગગનયાનમાં આ ક્રાયોજેનિક એન્જિન લાગશે.

પ્રશ્ન: આખી દુનિયાને પોતાનો દમ બતાવવા માટે ISRO કઈ રીતે તૈયાર છે?

ઉત્તર: હું માનું છું કે, ઇસરોની જે પણ ઉપલબ્ધિઓ છે તે તમામ જ પ્રશંસનીય છે. હું એ માટે વધારે પ્રશંસા કરવામાં માનતો નથી, કે હું પોતે ત્યાં નો છું. જો મને બહાર વ્યક્તિ તરીકે પૂછવામાં આવે તો હું જણાવીશ કે ઇસરોએ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે, જેમાં કોઈ પણ શંકા નથી. અમારી જે ઉપલબ્ધિઓ છે તેને વિશ્વએ સ્વીકારી છે અને આજે વિશ્વના જે પણ અંતરિક્ષમાં કામ કરનારી સંસ્થાઓ છે, અમારી સાથે કોલોબ્રેશન કરવામાં ગૌરવની વાત અનુભવ કરે છે. ઉદાહરણ સ્વરૂપે વર્ષ 2008માં અમે ચંદ્રયાન-1 મોકલ્યું હતું, જેમાં અનેક દેશોએ અમારી સાથે કોલાબ્રેટ કર્યું. ત્યાર પછી ચંદ્રયાન-૨ મોકલવામાં આવ્યું, જેની અંદર ક્રાયોજેનિક એન્જિન લાગ્યું હતું અને ત્યાર પછી અમે મંગળ યાન મોકલ્યું. હાલ ગગનયાન પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. આટલી ઉપલબ્ધિઓ અમે કરી લીધી છે, કે જ્યારે અમે મંગળ યાન મોકલ્યું હતું ત્યારે પ્રથમ પ્રયાસમાં જ તે સફળ થઈ ગયું હતું. જ્યારે અમેરિકાને અચિવમેન્ટ માટે સાતમી વાર સફળતા મળી હતી. મંગલયાન પ્રોજેક્ટમાં ભારત સૌ પ્રથમવાર એક જ પ્રયાસમાં સફળ થનાર દેશ છે.

પ્રશ્ન: ભારત માટે ગગનયાન પ્રોજેક્ટ કઈ દૃષ્ટિથી જુઓ છો?

ઉત્તર: જ્યારે આપણે પોતાનું રોકેટ બનાવી લીધુ ત્યારે એક જ પ્રશ્ન પૂછવામાં આવતો હતો કે, આપ દ્વારા રોકેટ તો બનાવી લેવામાં આવ્યુ છે, પરંતુ તમે ક્યારે પોતાના માનવને અંતરિક્ષમાં મોકલશો??? માનવને અંતરિક્ષમાં મોકલવાની ક્ષમતા અમારી પાસે છે, પરંતુ તેને સુરક્ષિત પરત લાવવા માટેના એક્સપેરિમેન્ટ બાકી હતા. કારણ કે માનવને મોકલવાનું ખુબ જ સરળ છે. પરંતુ સુરક્ષિત તેમને લાવવા માટે ખુબ જ રિસર્ચ કરવું પડે છે. જેની ઉપલબ્ધિ અમે વર્ષ 2006માં કરી જે પ્રોજેક્ટનું નામ SRE (સ્પેસ રિકવરી એક્સપેરિમેન્ટ) હતું. એમા અમેં એક ઉપગ્રહને અંતરીક્ષમાં મોકલ્યો અને ત્રણ ચાર દિવસ પછી તેને ફરીથી ધરતી પર લાવ્યો. પેરાશૂટના માધ્યમથી સમુદ્રમાં તેને અમે કલેક્ટ કર્યું અને તેનાથી અમે ખબર પડી કે અમે કોઈ પણ વસ્તુને અંતરિક્ષમાં મોકલી શકીએ છીએ અને પરત પણ લાવી શકીએ છીએ. અંતરીક્ષથી કોઈ પણ વસ્તુને ફરીથી લાવો ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. એરોડાયનામીક હિટિંગના કારણે ટેમ્પરેચર વધે છે. જેના કારણે અંદર તાપમાન ન વધી જાય આ માટે થર્મલ પણ લગાવવામાં આવે છે. આપને યાદ હશે કે આપણા કલ્પના ચાવલા આવી જ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. અંતરિક્ષ યાત્રીને પરત ધરતી પર લાવવું એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. ચંદ્રયાન-1માં અમે તેને ઓરબીટમાં મોકલ્યું પરત નથી લાવ્યા. ચંદ્રયાન 2માં ઉપગ્રહ ત્યાં મોકલવાનો હતો અને પરત લાવવાનો નહતો. પરંતુ ગગનયાનમાં એસ્ટ્રોનોટને પરત લાવવાના છે આ મુશ્કેલ ભર્યું છે. પરંતુ અમે કરી શકીશું. ચંદ્રયાન-1માં માત્ર ઓરબીટમાં ફરવાનું હતું. જ્યારે ચંદ્રયાન-૨માં ઓરબીટમાં ફરવાનું પણ હતું અને સાથોસાથ લેન્ડ પણ કરવાનું હતું. જ્યારે અમે લેન્ડ કરતા હોઈએ છીએ ત્યારે પણ અનેક કોમ્પલેક્ષસીટી આવતી હોય છે. ખૂબ જ સોફ્ટ લેન્ડિંગ થવી જોઈએ. અમને જાણ છે કે આ મિશનમાં અમારી લેન્ડિંગ થોડી હાર્ડ થઈ હતી. જેના કારણે અમે સફળતાથી થોડાક દૂર રહી ગયા. આશા છે કે, અમે આવતી વખતે સફળ થઈ જશું. અમારા જે પ્રથમ અંતરિક્ષયાત્રી હતા રાકેશ શર્મા, તેઓ વર્ષ 1984 અંતરિક્ષમાં ગયા હતા અને રશિયાના રોકેટથી ગયા હતા અને હવે ભારતીય અંતરિક્ષયાત્રી ભારતીય રોકેટથી જશે અને ભારતની ભૂમિ પરથી જ જશે. જેના કારણે આ અદભુત પ્રોજેક્ટ દેશ અને દુનિયા માટે એક અનોખો સંદેશો આપશે.

પ્રશ્ન: ભારતના કેટલાક યુવા વૈજ્ઞાનિક ભારત માટે નહીં, પરંતુ અન્ય દેશો માટે કામ કરવા ઈચ્છે છે તેઓની માટે આપ શું કહેશો?

ઉત્તર: આ પ્રશ્ન માત્ર સ્પેસ ક્ષેત્ર માટે નથી. એ દરેક ક્ષેત્રના લોકો માટે છે. અમે જાણીએ છીએ કે આપણા દેશના ઘણા બ્રેનનો ડ્રેન થાય છે. પરંતુ હું કહેવા માંગીશ કે કમી બંને બાજુ છે. જો યોગ્ય પ્લેટફોર્મ નહીં મળશે તો તેઓ બહાર ચાલ્યા જતા હોય છે. અમારા ઇસરોમાં અનેક પ્રોગ્રામ ચાલે છે જ્યાં ઘણા વૈજ્ઞાનિકો કામ કરે છે. ઘણા વૈજ્ઞાનિકો એવા પણ છે જે અન્ય દેશોમાં કામ કરતા હતા. પરંતુ તે છોડીને ભારતમાં આવ્યા. જો ઈસરો જેવા સંસ્થાન ભારતની અંદર વધશે તો સ્વાભાવિક છે કે અન્ય લોકો વિદેશ જવા માંગશે નહીં. એની માટે અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છે. જેથી ભારતની પ્રતિમા ભારતમાં રહેશે.

આ પણ વાંચો: ETV BHARAT Rubaru: વર્ષ 2022 નવા પ્રમુખની સાથે રહીને ચૂંટણી જીતીશુ, અમિત ચાવડા

આ પણ વાંચો: હવે ગુજરાતનું દેવું ક્રમશઃ ઘટતું જશે: નાણાં પ્રધાન કનું દેસાઈ સાથે ETV Bharatનું રૂબરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.