ETV Bharat / city

ETV BHARAT Rubaru: વર્ષ 2022 નવા પ્રમુખની સાથે રહીને ચૂંટણી જીતીશુ, અમિત ચાવડા

author img

By

Published : Dec 3, 2021, 7:40 PM IST

ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર મહિનાથી રાજકીય ગતિવિધિઓમાં અનેક ફેરફાર થયા છે પહેલા રૂપાણી સરકારનું રાજીનામું પડ્યું નવી સરકાર રચાઈ અને તમામ પ્રધાનો નવા નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે હવે આજે કોંગ્રેસમાં પણ ધરખમ ફેરફાર કરવાનો નિર્ણય અને જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત વિભાગ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડા (ETV BHARAT Rubaru with Amit Chawda)ને પણ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરને સત્તાવાર રીતે કોંગ્રેસ દ્વારા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ETV BHARAT Rubaru: વર્ષ 2022 નવા પ્રમુખની સાથે રહીને ચૂંટણી જીતીશુ, અમિત ચાવડા
ETV BHARAT Rubaru: વર્ષ 2022 નવા પ્રમુખની સાથે રહીને ચૂંટણી જીતીશુ, અમિત ચાવડા

  • ગુજરાત રાજ્ય કોંગ્રેસમાં ધરખમ ફેરફાર
  • ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની વરણી
  • રાજ્યમાં અહંકારી સરકારનું રાજ: અમિત ચાવડા
  • વર્ષ 2022માં કોંગ્રેસનો થશે વિજય

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર મહિનાથી રાજકીય ગતિવિધિઓમાં અનેક ફેરફાર થયા છે પહેલા રૂપાણી સરકારનું રાજીનામું પડ્યું નવી સરકાર રચાઈ અને તમામ પ્રધાનો નવા નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે હવે આજે કોંગ્રેસમાં પણ ધરખમ ફેરફાર કરવાનો નિર્ણય અને જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત વિભાગ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડા (ETV BHARAT Rubaru with Amit Chawda)ને પણ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરને સત્તાવાર રીતે કોંગ્રેસ દ્વારા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ETV BHARAT Rubaru: વર્ષ 2022 નવા પ્રમુખની સાથે રહીને ચૂંટણી જીતીશુ, અમિત ચાવડા

પ્રશ્ન: નવા પ્રમુખની વરણીમાં શુ વિચાર્યું ?

જવાબ: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ જી નો આભાર માનીએ છીએ કે, તેઓએ જગદીશભાઈ ઠાકોરને ગુજરાત કોંગ્રેસ (Gujarat congress new president)ના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. જગદીશ ઠાકોર એક જમીન સાથે જોડાયેલા અને અનુભવી નેતા છે, પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે તેમને અમે આવકાર્ય છીએ કે જ્યારે તેઓ કાર્યની શરૂઆત કરીને ધારાસભ્ય અને સાંસદ તરીકે ચૂંટાયા છે અને અનેક સંઘોમાં મહત્વની જવાબદારી પણ તેઓએ નિભાવી છે ત્યારે હવે તેમને પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે જ્યારે જગદીશ ઠાકોરને કોંગ્રેસ પક્ષ માટેનું જે કમિટમેન્ટ છે તેને ધ્યાનમાં લઈને જ તેમને પ્રમુખ તરીકે ચુંટવામાં આવ્યા છે આમ તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી પ્રજા વચ્ચે રહીને કામ કરી રહ્યા છે અને કામગીરીના અનુભવને તથા સૌને સાથે ચાલવાની નીતિને કારણે જ તેમના ઉપર પ્રમુખ પદનો કળશ ઢોળવામાં આવ્યો છે..

પ્રશ્ન: ગુજરાત સરકાર અહંકારી કેમ ?

જવાબ: આજે ગુજરાતના કોઇપણ માણસને પૂછો કે આ સરકાર અહંકારી છે કે નહીં, ત્યારે આ સરકારને એટલો બધો અહંકાર છે કે તેઓ કોઈની વાત સાંભળવાની કે કોઈની રજૂઆત સાંભળી શકતા નથી આ ઉપરાંત કોઈ વિરોધ કરી શકતા નથી કોઈ પોતાના હક માટે રજૂઆત કરી શકે નહીં પોલીસ અને પ્રશાસન જે તે વ્યક્તિ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે છે. જ્યારે કોઈ પત્રકાર સરકારની ભૂલો અથવા તો સાચી વાતને ઉજાગર કરે તો પોલીસ દ્વારા તેમના પર કેસ કરવામાં આવે છે. રાષ્ટ્રોના કેસે લગાડવામાં આવે છે. જ્યારે કોઈ એલઆરડી યુવાન કે કોઈ ભરતી માટે આવેલો યુવાન પોતાની અરજી લઈને આવે છે તેને સાંભળવામાં આવતા નથી. જ્યારે રોજગારી આપવાના બદલે તેમને પોલીસની લાઠીઓ ખાવાનો વાંધો આવે છે જ્યારે ગુજરાતની મહિલાઓ ગુજરાતના ખેડૂતો ગુજરાતના યુવાનો સરકારી કર્મચારીઓ પોતાની વાત કહી શકતા નથી. જ્યારે આ સરકાર ફક્ત મુઠ્ઠીભર લોકો માટે જ કામ કરે છે અને તેમના લોકો માટે જ કાર્યરત છે, પરંતુ વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીમાં સૌથી મોટું પરિવર્તન આવશે જેની સીધી અસર 2024ની લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે..

પ્રશ્ન: 2022માં કેવી જવાબદારી સાથે જોવા મળશે અમિત ચાવડા

જવાબ: થોડા દિવસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં એક ગુજરાત કોંગ્રેસ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે આ ચિંતન શિબિરમાં ગુજરાત પ્રદેશના જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના તમામ કક્ષાના આગેવાનો હાજર રહેશે આ બેઠક ચાર દિવસે ચાલશે જેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારના રહેવાસીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. સાથે જ ગુજરાતના વેપારીઓ કર્મચારીઓ મહિલાઓ યુવાનો ખેડૂતો આ તમામ વર્ગના લોકો સાથે ખાસ ચર્ચા કરવામાં આવશે. સાથે જ શૈક્ષણિક સંસ્થાઓ એન.જી.ઓ સાથે પણ ચર્ચા કરીને એક મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે, અને આ મેનિફેસ્ટો જમાલ 2022 વિધાનસભાની ચૂંટણીનું રિઝલ્ટ ડોક્યુમેન્ટ હશે અને આજ ગુજરાતનો રોડ મેપ હશે.

પ્રશ્ન: જગદીશ ઠાકોરના નામથી અનેક ધારાસભ્યો નારાજ ?

જવાબ: કોઈપણ પ્રકારની કોઈ નારાજગી નથી જગદીશભાઈ ઠાકોર જમીન સાથે જોડાયેલા કાર્યકરો છે, અને તેથી જ તેઓ આ મુકામ પર પહોંચ્યા છે. બધાને સાથે રાખીને કામ કરવાની ક્ષમતા છે. જ્યારે પસંદગીમાં ઘણા લોકોના અભિપ્રાયો અને ચર્ચા વિચારણાના અંતે પસંદગી પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની કરવામાં આવી છે એટલે આવનારા સમયમાં અલગ-અલગ સમયને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વ્યક્તિઓને જવાબદારી સોપાઈ હોય છે, ત્યારે જ્ઞાતિ અને સમાજ જોડે કોંગ્રેસે ક્યારે રાજકારણને જોયું નથી. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસને વિચારધારાનો આ એક ઇતિહાસ જ છે કે તમામ જાતિ ધર્મ અને વિસ્તારના લોકોને એક સમાન તક આપવામાં આવી રહી છે. આજે જગદીશભાઈ ઠાકોર છે તો આવતીકાલે કોઈપણ વ્યક્તિ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બની શકે છે..

આ પણ વાંચો: હવે ગુજરાતનું દેવું ક્રમશઃ ઘટતું જશે: નાણાં પ્રધાન કનું દેસાઈ સાથે ETV Bharatનું રૂબરૂ

આ પણ વાંચો: દેશમાં 75 વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનશે, 2024 સુધી બુલેટ ટ્રેન પ્રોજક્ટનો ઘણો બધો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં જોવા મળશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.