ETV Bharat / city

માનસિક અસ્વસ્થ બાળકો મન મૂકીને બનાવે છે આ વસ્તુ, જેનો રોજિંદા જીવનમાં થઈ રહ્યો છે ઉપયોગ

author img

By

Published : Sep 7, 2022, 2:31 PM IST

સુરત મહાનગરપાલિકા અને મોટા ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી ફાઈલો ડાઉન સિન્ડ્રોમગ્રસ્ત બાળકો તૈયાર કરી રહ્યા છે. આવા બાળકોને આ ફાઈલ બનાવવા માટે વિશેષ પ્રકારની તાલીમ પણ આપવામાં આવતી હોય છે. surat municipal corporation news, down syndrome disease childrens.

માનસિક અસ્વસ્થ બાળકો મન મૂકીને બનાવે છે આ વસ્તુ, જેનો રોજિંદા જીવનમાં થઈ રહ્યો છે ઉપયોગ
માનસિક અસ્વસ્થ બાળકો મન મૂકીને બનાવે છે આ વસ્તુ, જેનો રોજિંદા જીવનમાં થઈ રહ્યો છે ઉપયોગ

સુરત દિવ્યાંગ બાળકોને અશક્ત ગણવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે, તેમની પાસે એ શક્તિ છે, જે બીજા કોઈ પાસે નથી. આવું જ એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સુરતના બાળકો કે, જે ડાઉન સિન્ડ્રોમગ્રસ્ત (down syndrome disease childrens) છે. આ બાળકો સુરત મહાનગરપાલિકા (surat municipal corporation news) અને હજીરા ખાતે આવેલા મોટા ઉદ્યોગ અને શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાતી ફાઈલો તૈયાર કરી રહ્યા છે. આ માટે તેમને ખાસ સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ (skill development training) પણ આપવામાં આવતી હોય છે.

શાળામાં અપાય છે તાલીમ

ફાઈલો બનાવે છે ડાઉન સિન્ડ્રોમગ્રસ્ત બાળકો મહાનગરપાલિકા (surat municipal corporation news) અને હજીરા ખાતે આવેલા મોટા ઉદ્યોગો અને શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાતી ફાઈલ જોઈને કદાચ લાગશે કે, આ કોઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે, પરંતુ આ ખાસ ફાઈલો જેમાં મહત્વના કાગળો અને દસ્તાવેજો મૂકવામાં આવે છે. તે સુરતના ડાઉન સિન્ડ્રોમથી ગ્રસ્ત વિદ્યાર્થીઓ (down syndrome disease childrens) દ્વારા તૈયાર કરવામાં આવે છે.

આ શાળામાં અપાય છે તાલીમ એટલું જ નહીં, શહેરની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં જે ફાઈલો મૂકવામાં આવે છે. અહીં ઉપયોગમાં લેવાતી તમામ ફાઈલ અડાજણ વિસ્તારમાં ખાસ યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ડાઉન સિન્ડ્રોમગ્રસ્ત વિદ્યાર્થીઓ (down syndrome disease childrens) દ્વારા આ ફાઈલો તૈયાર કરવામાં આવે છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શિલ્પા સ્કૂલ ઑફ સ્પેશિયલ ચિલ્ડ્રનમાં (Shilpa School of Special Children) સ્પેશિયલ ચાઈલ્ડ માટે ભણતર અને સ્કિલ ડેવલોપમેન્ટમાં (skill development training) કાર્ય થાય છે, જે 18 વર્ષથી ઉપરના ડાઉન સિન્ડ્રોમ ગ્રસ્ત વિદ્યાર્થીઓ કેવલપમેન્ટ શિખી રહ્યા છે અને આત્મનિર્ભર પણ બની રહ્યા છે.

50 વિદ્યાર્થીઓ ફાઇલ બનાવે છે શાળાના આચાર્ય (Shilpa School of Special Children) બરનાલી શેઠે આ અંગે જણાવ્યું હતું કે, શાળામાં 150 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. તેમને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરાવવામાં આવે છે. આ ખાસ પ્રકારની એક્ટિવિટીના કારણે તેમનો સ્કિલ ડેવલોપમેન્ટ (skill development training) થાય છે. જ્યારે 18 વર્ષની ઉપરના આ સ્પેશિયલ ચાઈલ્ડ જેટલા પણ છે. તેઓ ફાઈલ બનાવે છે અને ફાઈલની તમામ પ્રક્રિયા માટે તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.

દર મહિને બને છે 3,000 ફાઈલ અહીં દર મહિને આશરે 3,000થી વધુ ફાઈલો તેઓ તૈયાર કરી રહ્યા છે. તો 18 વર્ષની ઉપરના ડાઉન સિન્ડ્રોમથી ગ્રસ્ત (down syndrome disease childrens) અમારા 50 વિદ્યાર્થીઓ છે અને હાલ સુરત મહાનગરપાલિકા (surat municipal corporation news) દ્વારા 25,000 ફાઈલ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે કેટલાક ઉદ્યોગ અને સુરતના શૈક્ષણિક સંસ્થાઓ પણ અમારા આ ખાસ વિદ્યાર્થીઓ પાસેથી ફાઈલ બનાવે છે. આ ફાઈલ બની ગયા પછી કોઈ પણ કહી નહીં શકે કે, આ ડાઉન સિન્ડ્રોમથી ગ્રસ્ત વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

કોઈ પણ કચાશ રહેતી નથી વિદ્યાર્થીઓની ટ્રેનર સુમિત્રા ગામિતે જણાવ્યું હતું કે, સામાન્ય બાળકો કરતા આ બાળકોને સમજાવવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે, પરંતુ એક વાર સમજી ગયા પછી તેઓ ખૂબ જ સરસ રીતે કાર્ય કરે છે. તેઓ જે ફાઈલ તૈયાર કરે છે. તે માટે અમે અલગ અલગ ગૃપ બનાવ્યું છે. તો ફાઈલની તમામ પ્રક્રિયા આ લોકો કરતા હોય છે અને એક વાર ફાઈલ તૈયાર થઈ જાય તો તેનામાં કોઈ પણ કચાશ રહેતી નથી. આ જ કારણ છે કે, અનેક સંસ્થાઓ ફાઈલ બનાવવા માટે અમારો સંપર્ક કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.