ETV Bharat / city

DNA જ્વેલરી: શું બ્રેસ્ટમિલ્કમાંથી બ્રેસ્ટલેટ અને બાળના વાળમાંથી વીટીં બને?

author img

By

Published : Jul 19, 2022, 8:12 PM IST

Updated : Jul 20, 2022, 6:03 PM IST

માતાનું દૂધ દરેક બાળક માટે એનું સુરક્ષાકવચ (Breast Milk) હોય છે. પરંતુ, ક્યારેય એવું સાંભળ્યું છે ખરા કે, બ્રેસ્ટમિલ્કમાંથી બાળકનું બ્રેસલેટ (Breslet from Breast Milk) બની શકે? લાડકીના વાળમાંથી લોકેટ બની શકે? આ વસ્તું હવે શક્ય છે. જેને DNA જ્વેલરી નામ આપવામાં આવ્યું છે. આ જ્વેલરી પણ 18થી 22 કેરેટ ગોલ્ડમાં બનાવાય છે. જેને પર્સનાઈઝ ગિફ્ટ તરીકે આપી શકાય છે.

શું બ્રેસ્ટમિલ્કમાંથી બ્રેસ્ટલેટ અને બાળના વાળમાંથી વીટીં બને? હા, આ રહી આવી જ્વેલરી
શું બ્રેસ્ટમિલ્કમાંથી બ્રેસ્ટલેટ અને બાળના વાળમાંથી વીટીં બને? હા, આ રહી આવી જ્વેલરી

સુરત: માતૃત્વની ભાવનાને વર્ષો સુધી અનુભવવા માટે તેમજ નાની-નાની ક્ષણોને સાચવીને રાખવા માટે દરેક કપલ્સ ઘણી બધી મહેનત કરતા હોય છે. ખાસ કરીને ન્યૂ બોર્ન બેબી (New Baby Born) વખતે એવી કેટલીય મેમરીઝ બનાવવા માટે કંઈક યુનિક (Unique Memories with New born Baby) કરવાનું કપલ્સ વિચારતા હોય છે. પણ હાલ મહિલાઓ બ્રેસ્ટ મિલ્ક તેમજ ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંથી અલગ અલગ DNA જવેલરી (Personalized Gift) બનાવડાવી રહી છે. 18 થી 22 કેરેટ ગોલ્ડમાં (DNA Jewelry) પેન્ડન્ટ, બ્રેસ્લેટ, વીંટી વગેરે જેવી જવેલરી સુરતમાં તૈયાર થઈ રહી છે. જેને પર્સનાલાઈઝ ગિફ્ટ કહી શકાય.

શું બ્રેસ્ટમિલ્કમાંથી બ્રેસ્ટલેટ અને બાળના વાળમાંથી વીટીં બને? હા, આ રહી આવી જ્વેલરી

આ પણ વાંચો: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત, કરી શકે છે મોટી જાહેરાત

અનોખી જ્વેલરી: પ્રેગ્નન્સીથી લઈને બાળકનો જન્મ ત્યાં સુધીના વિવિધ ક્ષણો માતા પિતા ફોટો કે વીડિયો થકી કેપ્ચર કરતા હોય છે. બાળકના જન્મ બાદ પણ તેમની સાથે જોડાયેલી નાની નાની વસ્તુઓને સાચવતા પણ હોય છે. આ વચ્ચે નવજાત બાળક માટે જરૂરી અને માતૃત્વનો અભિન્ન ભાગ એવા બ્રેસ્ટ મિલ્કનો ઉપયોગ કરીને જ્વેલરી બનાવવામાં આવી રહી છે. બ્રેસ્ટ મિલ્ક અને બાળકના વાળ,નખ, ફિંગર પ્રિન્ટ, હેન્ડ પ્રિન્ટ, ફુટ પ્રિન્ટ, ગર્ભનાળ વગેરેનો ઉપયોગ કરીને પેન્ડન્ટ,બ્રેસલેટ, વીંટી જેવી અલગ અલગ જ્વેલરી બનાવી માતા પિતા તેમના નવા જીવનના વિવિધ પળોને સાચવીને રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

શું કહે છે આર્ટિસ્ટ: આ અંગે DNA જવેલરી બનાવનાર ડો.અદિતી મિત્તલે જણાવ્યું હતું કે, બ્રેસ્ટ મિલ્ક અને DNA જ્વેલરીએ કસ્ટમાઇઝ્ડ જવેલરી છે. જેમાં બ્રેસ્ટ મિલ્કને સૌ - પ્રથમ પાવડર ફોર્મમાં રૂપાંતરિત કરી તેમાં કેમિકલ નાંખીને સોલીડ ફોર્મ બનાવી તૈયાર કરવામાં આવે છે. માતા બાળકને સ્તનપાન અમુક સમય સુધી જ કરાવી શકે છે. જેને લઈને આજના સમયમા માતાઓ આ પ્રકારે જવેલરી બનાવડાવીને માતૃત્વની ઉજવણી વર્ષો સુધી કરવા માંગે કરે છે. આ પ્રકારની જ્વેલરી પેઢી દર પેઢી સચવાઈને રહી શકે એમ છે. ઇમિટેશન જવેલરીમાં પણ બનાવી શકાય છે. તેની કિંમત રૂ.3000 થી શરૂ કરીને સોનાની જવેલરી માટે જેટલા ગ્રામ સોનુ વપરાય તે અનુસાર તેની કિંમત રહે છે.

આ પણ વાંચો: 500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજરીનું કારણ બતાવી કર્યા નાપાસ

કસ્ટમાઈઝડ જ્વેલરી: આ ડીએનએ જ્વેલરી અમે પોતે બનાવીએ છીએ કારણ કે આ ખાસ કસ્ટમાઈડ જ્વેલરી હોય છે. એમાં પર્સનલ ટચ આપવા માટે કોઈ કારીગરને આપતા નથી. વાળથી ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે અને કેમિકલમાં માતાનું દૂધ હોય છે. અવનવી ડીઝાઇન હાલ અમે બનાવી રહ્યા છે. જેમાંથી એક નાના બાળકના ફિંગર પ્રિન્ટ પણ સામેલ છે. જેને માઈક્રો ડીઝાઇન આપી બહુ ફિંગર પ્રિન્ટની જેમ આ જ્વેલરી પર અમે વર્ક કરીએ છીએ.

કેનેડાથી મંગાવી વસ્તુ: વર્ષા પટેલ હાલ જ પોતાના કેનેડામાં રહેતા પૌત્રના પ્રથમ જન્મદિવસના ઉપ્લક્ષમાં ખાસ ડીએનએ જ્વેલરી ઉપહાર તરીકે આપવા માંગે છે. આ માટે તેઓએ કેનેડાથી પોતાના પૌત્રના વાળ અને બ્રેસ્ટ મિલ્ક કુરિયર થકી મંગાવ્યું છે. વર્ષા પટેલે જણાવ્યું હતું કે પુત્ર અને પુત્રવધુ કેનેડા રહે છે અને પૌત્ર સપ્ટેમ્બર માસમાં એક વર્ષનો થઈ જશે. સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ડીએનએ જ્વેલરી આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ત્યારે લાગ્યું કે પૌત્ર માટે આ ખાસ જ્વેલરી ઉપહાર થકી આપું. આ માટે મારા પુત્રને પુત્રવધુ માટે રીંગ તૈયાર કરાવી છે અને યાદગીરી રહી જાય. ચોક્કસથી જ્યારે મારો પૌત્ર મોટો થશે ત્યારે તેને આ જ્વેલરી અંગે સાંભળીને ખૂબ જ આનંદ થશે..

Last Updated :Jul 20, 2022, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.