ETV Bharat / city

Corona In Navsari: નવસારીની શાળાઓમાં કોરોના વિસ્ફોટ, 33 દિવસોમાં 33 વિદ્યાર્થી થયાં પોઝિટિવ

author img

By

Published : Jan 3, 2022, 7:53 PM IST

નવસારી જિલ્લામાં છેલ્લા 33 દિવસમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ (Corona Cases In Navsari) સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના (Active corona cases in navsari) દર્દીઓની સંખ્યા વધીને 65 પર પહોંચી છે. નવસારીમાં આજે 6 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો સહિત નવા 21 લોકો કોરોના પોઝિટિવ (Corona In Navsari) નોંધાયા છે.

Corona In Navsari: નવસારીની શાળાઓમાં કોરોના વિસ્ફોટ, 33 દિવસોમાં 33 વિદ્યાર્થી થયાં પોઝિટિવ
Corona In Navsari: નવસારીની શાળાઓમાં કોરોના વિસ્ફોટ, 33 દિવસોમાં 33 વિદ્યાર્થી થયાં પોઝિટિવ

નવસારી: નવસારીમાં ડિસેમ્બર મહિનાથી કોરોના (Corona In Navsari)એ રફતાર પકડી છે, જેમાં આજે 6 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો સહિત નવા 21 લોકો કોરોના પોઝિટિવ (Corona Cases In Navsari) નોંધાયા છે. આ સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓ (Active corona cases in Navsari)ની સંખ્યા વધીને 65 પર પહોંચી છે. જિલ્લામાં આજે 5 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે.

એક અઠવાડિયામાં નવા 66 કોરોના પોઝિટિવ કેસ

નવસારીમાં છેલ્લા એક અઠવાડિયામાં નવા 66 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.
નવસારીમાં છેલ્લા એક અઠવાડિયામાં નવા 66 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.

નવસારીમાં નવેમ્બર મહિનામાં ધીમે પગલે કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર મહિનામાં કોરોનાએ ગતિ પકડી છે. કોરોનાની ગતિ દિવસે દિવસે વધી રહી છે. ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયામાં નવા 66 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે, જેમાંથી 19 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓ સાથે જ શિક્ષણ વિભાગમાં ચિંતા વ્યાપી છે. આજે નવસારીમાં 6 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો સહિત નવા 21 લોકો કોરોના સંક્રમિત થયા છે. 3 વિદ્યાર્થીઓ નવસારીની AB સ્કૂલ (AB School Navsari), 1 વિદ્યાર્થી વિજલપોરની 7th ડે હાઈસ્કૂલનો, 1 વિદ્યાર્થી ગણદેવીનો અને 1 વિદ્યાર્થી સુરતના વેસુ સ્થિત જી. ડી. ગોયેન્કા સ્કૂલ (gd goenka school surat)નો હોવાની માહિતી મળી હતી.

33 દિવસમાં 33 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા

નવા વર્ષના પ્રથમ 2 દિવસમાં જ જિલ્લામાં કુલ 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
નવા વર્ષના પ્રથમ 2 દિવસમાં જ જિલ્લામાં કુલ 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જિલ્લામાં નવસારી તાલુકાના 9, ગણદેવી તાલુકાના 8, જલાલપોર, ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં 1-1 કેસ નોંધાયા છે. આજે 5 દર્દીઓએ કોરોનાને હરાવતા જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 64 પર પહોંચી છે. નવસારી જિલ્લામાં નવેમ્બર મહિનાથી જ કોરોનાના કેસ વધી રહ્યા છે, જેમાં પણ શાળાના વિદ્યાર્થીઓ સંક્રમિત થવાથી વાલીઓની ચિંતા વધી છે. જેમાં ગત ડિસેમ્બર મહિનામાં જિલ્લામાં કુલ 114 લોકો કોરોના પોઝિટિવ થયા છે, જેમાંથી 21 વિદ્યાર્થીઓ હતા. નવા વર્ષના પ્રથમ 2 દિવસમાં જ જિલ્લામાં કુલ 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં પણ 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હતા, જેથી જિલ્લા શિક્ષણ વિભાગ (District Education Department navsari) સાથે જ તંત્ર પણ એલર્ટ થયુ છે.

આ પણ વાંચો: Corona vaccination of children in Ahmedabad: અમદાવાદની શાળાઓમાં તિલક કર્યા પછી બાળકોને અપાઈ કોરોનાની રસી

શાળાઓને કડકાઇથી કોરોનાના નિયમોનું પાલન કરવા સૂચના

શિક્ષણ વિભાગે 6 ટીમો બનાવી શાળાઓમાં આકસ્મિક ચકાસણી આરંભી.

શિક્ષણ વિભાગે 6 ટીમો બનાવી, જિલ્લાની શાળાઓમાં કોવિડ ગાઈડલાઈન (Covid guidelines in schools in navsari)નું યોગ્ય રીતે પાલન થાય છે કે કેમ એની આકસ્મિક ચકાસણી (Corona testing in schools in Navsari) આરંભી છે. સાથે જ જે શાળાઓમાંથી વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, એ સ્કૂલોને નિયમાનુસાર બંધ કરાવી ઓનલાઇન શિક્ષણ આપવાની સૂચના આપી છે. સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા પણ શાળામાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવવા મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને શાળાઓમાં કાળજી રાખવા સાથે જ શાળાઓ કડકાઇથી કોરોનાના નિયમોનું પાલન કરે એની સૂચના આપી છે. તેમજ કોરોનાને દૂર રાખવામાં વાલીઓ, શાળાઓ સહકાર આપે એવી અપીલ પણ કરી છે.

આ પણ વાંચો: COVID-19 Vaccines for Children 2022 : ભાવનગર જિલ્લામાં આશરે 1.5 લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.