ETV Bharat / city

સ્તનપાન કરાવતી માતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે

author img

By

Published : Jun 9, 2022, 10:34 AM IST

સુરતમાં 5 મહિનાની બાળકીનું કરૂણ અવસાન થતાં ચકચાર (Breastfeeding Baby Death in Surat) મચી હતી. બાળકી સવારે બેભાન અવસ્થામાં જોવા મળતા તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ડોકટરે બાળકીને મૃત (Death Baby in Surat) જાહેર કરી હતી.
સ્તનપાન કરાવતી માતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે
સ્તનપાન કરાવતી માતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે

સુરત : સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પાલનપુર જકાતનાકા પાસે શંકરનગરમાં 5 માસની (5 Month Baby Death in Surat) બાળકીનું અવસાન થતાં વિસ્તારમાં શોકના કાળા વાદળો ઘેરાયા છે. 5 માસની બાળકીનું અવસાન સ્તનપાન લઈને થતાં ચકચાર મચી હતી. બાળકીના શ્વાસનળી દૂધ જતા (Death Baby in Surat) બાળકીનું શ્વાસ રૂંધાતા તેનું અવસાન થતા શોકનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચો : માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવા માટે વધુ મહેનતની જરૂર નથી

કેવી રીતે બાળકીનું અવસાન થયું - સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પાલનપુર જકાતનાકા પાસે શંકરનગરમાં રહેતા રાકેશ દાસ જેઓ ફૂટની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં તેમની પત્ની તેમજ બે પુત્રીઓ છે. જેમાં એક શિવાની જે હાલ વખત પાંચ માસની બાળકી હતી. જેને ગતરોજ માતાએ સ્તનપાન કરાવી સુવડાવી હતી. પરંતુ, શિવાની વહેલી સવારે બેભાન અવસ્થામાં હતી. જેને જોઈ પિતાએ તાત્કાલિક બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં ડોક્ટરે જોઈ તપાસી બાળકીને મૃત (Breastfeeding Child Death) જાહેર કરી હતી.

આ પણ વાંચો : સ્તનપાનને સરળ બનાવી શકે છે આ સાધનો

બાળક માટે આટલી કાળજી - આ બાબતે સિવિલ હોસ્પિટલના ચાઈલ્ડ વોર્ડના ડોક્ટર વિદિત ચાવડા જણાવ્યું હતું કે, બાળકીને સ્તનપાન કરાવ્યા બાદ તેને (Care when Breastfeeding Babies) ખભા ઉપર લઈને થોડા સમય સુધી ફરવું પડે જેથી તેનું દૂધ તેના પેટમાં બરોબર ઉતરી શકે અને તેને પાચન પણ સારું થાય છે. બાળકને સ્તનપાન કર્યા બાદ તેનું દૂધ પણ મોઢામાંથી બહાર આવે છે. એટલે કે બાળક દૂધ બહાર કાઢે છે, ત્યારે અમુક સમય એવુ બંને કે બાળકનું દૂધ શ્વાસ નળીમાં જતું રહે છે. પરંતુ, જ્યાં સુધી બાળકને ઓડકાર ન આવે ત્યાં સુધી તેને ખભા પર લઈને ફરતું રહેવું પડે છે. ઓડકાર આવે ત્યારબાદ જ બાળકને સુવડાવવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.