ETV Bharat / city

Bhavnagar Love Jihad case 2022 : ભાવનગરમાં લવ જેહાદ બનાવની ચર્ચા પણ સત્ય શું ? જાણો શું બનાવ

author img

By

Published : Jan 11, 2022, 2:09 PM IST

ભાવનગર શહેરમાં બનેલા એક કિસ્સાની ચર્ચા શહેરમાં લવ જેહાદ તરીકે થઈ રહી છે. સમગ્ર ઘટના પર પોલીસે પ્રકાશ પાડતા કહેવાતા લવ જેહાદ કેસનું સત્ય (Bhavnagar Love Jihad case 2022) સામે આવ્યું છે.

Bhavnagar Love Jihad case 2022 : ભાવનગરમાં લવ જેહાદ બનાવની ચર્ચા પણ સત્ય શું ? જાણો શું બનાવ
Bhavnagar Love Jihad case 2022 : ભાવનગરમાં લવ જેહાદ બનાવની ચર્ચા પણ સત્ય શું ? જાણો શું બનાવ

ભાવનગરઃ ભાવનગરમાં એક હિન્દૂ યુવતી મુસ્લિમ યુવક સાથે મરજીથી ગઈ અને મુબઈમાં લગ્ન કરી એફિડેવિટ કર્યા. પરંતુ યુવતીના માતાપિતા અને રાજકીય નેતાઓની દરમ્યાનગીરીથી પોલીસ યુવક યુવતીને સમજાવીને લઈ આવી. પણ FIR થઈ છે કે નહીં ? અને લવ જેહાદની (Bhavnagar Love Jihad case 2022) કલમ લાગી છે કે નહીં ? શું સત્ય છે ? શું આ રાજકીય પ્રોપોગેંડા છે ? જો કે રાજકીય વર્તુળોના નેતાઓએ આ બનાવમાં પોલીસને દોડાવીને યુવતીને ઘર સુધી પહોંચાડી છે.

ભાવનગરની પોલીસની તપાસમાં બહાર આવ્યું સત્ય

પાલીતાણા બાદ ભાવનગરનો બનાવ લવ જેહાદ?

ભાવનગરના આનંદનગર વિસ્તારની યુવતી કોઈ મુસ્લિમ યુવક સાથે ભાગી ગઈ હોવાની ઘટના ઘટી હતી. યુવક યુવતીને પરત લાવવામાં પોલીસને સફળતા મળી છે. ASP સફિન હસને જણાવ્યું હતું કે યુવતીના પરિવાર તરફથી જાણવાજોગ અરજી પોલીસને કરવામાં આવી હતી. જેને પગલે બંનેનું લોકેશન મુંબઇમાં મળતાં બંનેને કાઉન્સેલિંગ કરીને પરત લઈ આવ્યામાં આવ્યાં છે. યુવતી અને યુવક પુખ્ત વયના છે અને મુંબઈમાં નોટરી કરી લગ્ન (Bhavnagar Love Jihad case 2022) કર્યા છે. જો કે કાઉન્સેલિંગ કરી લઈ આવવામાં આવ્યાં છે અને હાલ યુવતી તેના પિતાના ઘરે છે. આ કેસમાં કોઈ FIR દાખલ નથી થઈ કે નથી આ કોઈ લવ જેહાદનો મામલો કારણ કે યુવક યુવતીએ રાજીખુશી લગ્ન કર્યા છે.

આ પણ વાંચોઃ Marriage Registration In Delhi: લવ મેરેજ કરવા માંગતા યુગલોને રાહત, લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા પર ઘરે નહીં જાય નોટિસ

લવ જેહાદની ચર્ચા અને રાજકીય નેતાઓની રજૂઆત

ભાવનગરની દીકરીને મુસ્લિમ યુવક ફોસલાવીને લઈ ગયો હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારે મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કુમાર શાહને જણાવ્યું હતું. કુમાર શાહે જણાવ્યું હતું કે યુવતીના માતાપિતાની રજુઆત બાદ તેમણેે ધારાસભ્ય વિભાવરીબેનને (MLA Vibhavariben Dave) જણાવ્યું હતું. બાદમાં પોલીસ કાર્યવાહી કરીને યુવતીને લાવી તેના માતાપિતાને સોંપી દીધી છે. જો કે લવ જેહાદની ચર્ચા પર પોલીસે પૂર્ણ વિરામ માર્યું છે કે આ કોઈ લવજેહાદ (Bhavnagar Love Jihad case 2022) નથી. લવ જેહાદમાં યુવક નામ બદલે અથવા બળજબરીપૂર્વક લગ્ન કરવા મજબૂર કરી ધર્મ પરિવર્તન કરાવે તેને માની શકાય. પરંતુ આ બનાવમાં નથી FIR થઈ કે નથી આ લવ જેહાદનો કોઈ મામલો.

આ પણ વાંચોઃ Love jihad Ahmedabad: યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતાં નોંધાઇ ફરીયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.