અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં લવ જેહાદ(love jihad Ahmedabad)નો ગુનો દાખલ થયેલ છે, જેમાં આરોપી રિયાઝ 11 ડિસેમ્બરના રોજ સગીરાને લગ્નની લાલચ (lure of marriage) આપી જયપુર લઈ જઈ ધર્મપરિવર્તન(Conversion) કરાવ્યું હતું. આરોપી રિયાઝ અને સગીરા 2019થી એક બિજાના સંપર્કમાં ઈન્સ્ટાગ્રામના મારફતથી આવ્યા હતા. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ કબીર ખાનનાં નામે બનાવ્યું હતું, આરોપી સગીરાને મળવા માટે પાલનપુરથી આવતો હતો અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
15 જુનથી કાયદો આવ્યો અમલમાં
ગુજરાત વિધાનસભામાં (Gujrat assembaly) ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક નામનું બિલ બહુમતીથી પસાર થયું હતું. ભુતપુર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ બિલ રજૂ કરીને કહ્યું હતું કે, આ બિલ લાવવા પાછળ હિન્દુ ધર્મની બહેન દિકરીઓને સુરક્ષિત કરવાનો હતો. ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી બોધપાઠ લઈને તેમજ અને અન્ય રાજ્યોના લવજેહાદ બિલનો અભ્યાસ કરીને આ બિલ તૈયાર કરાયું છે. આ કાયદો 15 જૂનથી રાજ્યમાં અમલી થયો હતો.
પોલીસે યુવતીને પાલનપુરથી હેમખેમ છોડાવી
પોલીસે આરોપીને પાલનપુરથી ઝડપી પાડીને સગીરાને હેમખેમ છોડાવી હતી, આરોપીની પુછપરછ કરતાં ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી જયપુર ખાતે લઇ જઇ મરજી વિરુદ્ધ ધર્મપરિવર્તન કરાવ્યું હતું તેમજ આરોપીનાં અગાઉ એક લગ્ન પણ થયા હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી પોક્સો, ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2021(Gujarat freedom of religion act 2021) અંતર્ગત ગુનો દાખલ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે, આરોપીના રિમાન્ડ બાદ વધું ચોંકાવનારા ખુલાસા સામે આવવાની શક્યતોઓ રહેલી છે.
આ પણ વાંચો : First judgment in Love Jihad case: UPમાં કાનપુર કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી
આ પણ વાંચો : રાજ્યના પ્રથમ લવ જેહાદ કેસમાં હાઇકોર્ટે તમામના જામીન મંજૂર કર્યા