ETV Bharat / city

LOVE JIHAD: રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ આજથી થયો અમલી

author img

By

Published : Jun 4, 2021, 8:38 PM IST

Updated : Jun 15, 2021, 4:37 PM IST

ગુજરાતમાં લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવવાતો અટકાવવાનું સુનિશ્ચિત કરવા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમનો રાજ્યમાં અમલ થવા જઇ રહ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003માં કરવામાં આવેલા સુધારાઓના સંદર્ભમાં આજ 15 જૂનથી રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2001અમલી કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યમાં 15 જૂનથી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ થશે લાગુ
રાજ્યમાં 15 જૂનથી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ થશે લાગુ

  • ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા કાયદો આજથી અમલી
  • વિધાનસભામાં 1 એપ્રિલ 2021માં થયું હતું પસાર
  • કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં ફાડ્યું હતું બિલ

ગુજરાત વિધાનસભામાં (Gujrat assembaly) ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક નામનું બિલ બહુમતીથી પસાર થયું હતું. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ બિલ રજૂ કરીને કહ્યું હતું કે, આ બિલ લાવવા પાછળ હિન્દુ ધર્મની બહેન દિકરીઓને સુરક્ષિત કરવાનો છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી બોધપાઠ લઈને તેમજ અને અન્ય રાજ્યોના લવજેહાદ બિલનો અભ્યાસ કરીને આ બિલ તૈયાર કરાયું છે. આ કાયદો હવે આજ 15 જૂનથી રાજ્યમાં અમલી કરવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

આ પણ વાંચોઃ લવજેહાદ બિલમાં સજાની શું છે જોગવાઈ? તેની વિગતવાર માહિતી વાંચો

લવજેહાદ વિધેયકમાં રજૂ થયેલી જોગવાઈઓ

રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ આજથી થયો અમલી
રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ આજથી થયો અમલી
  • હાલના વિધેયકની જોગવાઇઓ અને તેમાં સુચિત સુધારા અંગે વિગતો આપતાં પ્રદીપસિંહ કહ્યુ કે, હાલના કાયદામાં કલમ 2(ક)માં ‘લલચાવવું’ શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલ છે. જેમાં રોકડમાં અથવા વસ્તુરૂપે બક્ષીસ, નાણાંકીય અન્યથા કોઈ મહત્વના લાભ આપવાના સ્વરૂપમાં કોઈ પ્રલોભન આપવાનો સમાવેશ થાય છે.
  • હવે આ શબ્દની વ્યાખ્યામાં ‘વધુ સારી જીવનશૈલી, દૈવી આશિર્વાદ અથવા અન્યથા’ શબ્દનો સમાવેશ કરવાની દરખાસ્ત છે.
  • તે ઉપરાંત કલમ 2(ઘ)માં ‘કપટયુક્ત સાધનો’ની હાલની વ્યાખ્યામાં ગેર રજૂઆત અને બીજી કોઈ કપટી પ્રયુક્તિનો સમાવેશ થાય છે. આ શબ્દની વ્યાખ્યામાં ખોટા નામ, ધાર્મિક ચિ‍ન્હ અથવા કોઈ અન્ય રીતે ખોટી ઓળખ આપવાની બાબતનો સમાવેશ કરવાની દરખાસ્ત છે.
  • કલમ-3 માં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને દબાણ, લાલચ અથવા કપટયુક્ત રીતો દ્વારા ધર્માંતરણ કરાવશે નહિ તેમજ કોઈ અન્ય વ્યક્તિ તેમાં મદદગારી કરશે નહિ. એ મુજબની જોગવાઇ છે. આ કલમમાં લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવા મદદ કરી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહિ તે મુજબની જોગવાઈ ઉમેરવાની દરખાસ્ત છે.
  • તે ઉપરાંત હાલના કાયદામાં ધર્માંતરણની ફરિયાદ કોણ કરી શકશે તે અંગે જોગવાઈ ન હોવાથી કલમ 3-ક નવી ઉમેરી ધર્માંતરણથી અસર પામેલ વ્યક્તિ તેના માતા-પિતા, ભાઈ, બહેન અથવા લોહી સંબંધથી, લગ્નથી અથવા દત્તકથી જોડાયેલી વ્યક્તિ ફરિયાદ કરી શકશે તે મુજબની જોગવાઈ કરવાની દરખાસ્ત છે.
  • તે જ રીતે હાલની કલમ-4માં નવી જોગવાઇ ઉમેરી જ્યારે આ કાયદા હેઠળ કોઈ ગુનો બને તો જે વ્યક્તિએ ખરેખર ગુનો કર્યો છે તેના સિવાય એવી વ્યક્તિ કે જે આ ગુનામાં મદદગારી કરે, ગુનો કરવાની સલાહ આપે કે ગુનો કરવા મનાવે તો તે ગુનો જાણે કે તેણે જ કર્યો છે તે મુજબનો આરોપ મુકવાની દરખાસ્ત છે.
  • હાલના કાયદાની કલમ-4 પછી 3 નવી કલમો 4-ક, 4-ખ અને 4-ગ ઉમેરવાની દરખાસ્ત છે. ઉમેરવા ધારેલી કલમ 4-ક મુજબ ધર્માંતરણ લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવાથી થયુ હોય તો 5 વર્ષ સુધીની અને 3 વર્ષ કરતા ઓછી નહિ તેટલી સજા અને 2 લાખ રૂપિયા કરતા ઓછો દંડ નહિ કરવાની જોગવાઈ કરવાની દરખાસ્ત છે.
  • હાલના કાયદા હેઠળ ધર્માંતરણ માટે ત્રણ વર્ષ સુધીની સજા અને પચાસ હજાર સુધીનો દંડ છે તે લગ્નથી દ્વારા થતાં ધર્માંતરણ માટે સજાનું પ્રમાણ વધારી, જોગવાઇ વધારે કડક કરી, ઓછામાં ઓછા ત્રણ વર્ષની અને પાંચ વર્ષ સુધીની સજા અને ઓછામાં ઓછા રૂપિયા બે લાખના દંડની જોગવાઇ કરેલ છે. અને જો આ પ્રકારનો ગુનો સગીર, અનુસુચિત જાતિ કે જનજાતિની સ્ત્રી કે વ્યક્તિના સંબંધમાં લગ્નને કારણે ધર્માંતરણનો ગુનો બનતો હોય તો તેને માટે હાલના કાયદાની જોગવાઇમાં ચાર વર્ષ સુધીની સજા અને રૂપિયા એક લાખ સુધીનો દંડ છે તે જોગવાઇમાં વધારો કરીને 4 વર્ષ કરતા ઓછી નહિ અને 7 વર્ષ સુધીની તેવી સજા અને 3 લાખ રૂપિયા કરતા ઓછો દંડ નહિ તે મુજબની દરખાસ્ત છે.

પ્રદીપસિંહે કહ્યું હતું કે, કાયદામાં નવી કલમ 4-ખ ઉમેરી એવા લગ્ન કે જે ગેરકાયદેસર ધર્માંતરણના હેતુથી કરવામાં આવ્યા હોય કે જેમાં લગ્ન પહેલા કે પછી ધર્માંતરણ થયુ હોય તો ફેમીલી કોર્ટ દ્વારા અને જ્યાં ફેમીલી કોર્ટ ના હોય ત્યાં ક્ષેત્રાધિકાર ધરાવતી અદાલત દ્વારા આવા લગ્ન રદબાતલ ઠેરવવામાં આવશે.

હાલના કાયદામાં કલમ 4-ગ ઉમેરી ધર્માંતરણ જો કોઈ સંગઠન કે સંસ્થા દ્વારા કરાવવામાં આવ્યા હોય તો જ્યારે ધર્માંતરણનો ગુનો બન્યો હોય તે સમયે આવા સંગઠન અથવા સંસ્થામાં જે વ્યક્તિ જવાબદાર હોય અથવા તો તેના ચાર્જમાં હોય તો તેવા કિસ્સામાં 10 વર્ષ સુધીની પરંતુ 3 વર્ષ કરતા ઓછી નહિ તેવી સજા અને 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈની દરખાસ્ત છે.

વધુમાં આવી સંસ્થા કે સંગઠનને નામદાર કોર્ટ સમક્ષ ચાર્જશીટ થયેથી રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રા‍ન્ટ માટે હક્કદાર રહેશે નહિ તેવી જોગવાઈની પણ દરખાસ્ત છે.

હાલના કાયદાની કલમ-6 પછી નવી કલમ 6-ક ઉમેરવાની દરખાસ્ત છે, જે મુજબ આવુ ધર્માંતરણ બળ, દબાણ, લાલચ, કપટયુક્ત રીતો અથવા લગ્ન દ્વારા થયુ નથી, તે મુજબની સાબિતીનો બોજો (બર્ડન ઓફ પ્રૂફ) એવી વ્યક્તિ ઉપર રહેશે કે જેણે ધર્માંતરણ કર્યુ છે અને જ્યારે આવુ ધર્માંતરણ જ્યારે કોઈ અન્ય વ્યક્તિના કાર્ય, કાર્યલોપ, મદદ અથવા સલાહથી કરવાનો આરોપ હોય તો ધર્માંતરણ તે મુજબ કરાવવામાં આવ્યું નથી તેની સાબિતીનો બોજો તેવી વ્યક્તિ પર રહેશે. એટલે કે જ્યારે કોઇ વ્યક્તિ ઉપર બળ-દબાણ, લાલચ કે કપટયુકત રીતે લગ્ન કરીને ધર્માન્તરણ કરાયાનો આક્ષેપ હોય ત્યારે તેવી વ્યક્તિ ઉપર ‘બર્ડન ઓફ પ્રૂફ’ રહેશે એટલે કે તેણે એ સાબિત કરવાનું રહેશે કે તેણે આવા લગ્ન દ્વારા ધર્માંતરણ બળ-દબાણ, લાલચ કે કપટયુકત રીતે કરવામાં આવેલ નથી.

તે જ રીતે, જ્યારે ધર્માન્તરણ કોઇ વ્યક્તિના કાર્ય, મદદ કે સલાહ થી કરવાનો આરોપ હોય તો ‘બર્ડન ઓફ પ્રૂફ’ તેવી આરોપિત વ્યક્તિ ઉપર રહેશે કે થયેલ ધર્માંતરણ તેના દ્વારા, તેની મદદ કે સલાહથી થયેલ નથી.

લવજેહાદ ગુનો બિનજામીનપાત્ર

પ્રદીપસિંહે વધુમાં ઉમેર્યુ કે, હાલની કાયદાની કલમ-7 હેઠળ પોલીસ ઈન્સપેક્ટરથી ઉતરતા દરજ્જાના હોય તેવા કોઈ અધિકારી તેની તપાસ કરી શકશે નહિ તેવી જોગવાઈ છે. તેને બદલે હવે આવી તપાસ ડીવાયએસપી કરતાં ઉતરતાં દરજ્જાના ન હોય તેવા કોઈ અધિકારી તપાસ કરી શકશે નહિ તેવી જોગવાઈ કરવાની દરખાસ્ત છે અને આ કાયદા હેઠળના ગુનાને કોગ્નીઝેબલ અને બીન-જામીનપાત્ર બનાવવાની પણ દરખાસ્ત છે. આમ, ધર્માન્તરણનો ગુનો ગંભીર હોઇ, તેની તપાસ હવે ડી.વાય.એસ.પી. લેવલની નીચે નહિ તેવા અધિકારી કરશે, જેથી તપાસ વધુ વિશ્વસનીય તથા તટસ્થતાપૂર્વક થશે અને ગુનો બીન-જામીન પાત્ર બનાવવાથી આરોપીએ અદાલતમાંથી જ જામીન લેવા પડશે.

વધુમાં હાલના કાયદાની કલમ-6ની જોગવાઇ મુજબ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટની પરવાનગી વગર કોઇ કોર્ટ આ કાયદા હેઠળના ગુનાની કાર્યવાહી કરી શકશે નહિ તે જોગવાઇ યથાવત રાખવામાં આવી છે. આને કારણે ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ તેની સમક્ષ રજૂ થયેલ કેસના કાગળો, દસ્તાવેજો, વગેરે ધ્યાને લઇ, નક્કી કરશે કે સંબધિત કેસમાં પ્રથમ દર્શનીય ગુનો બને છે કે કેમ? અને જો તેને એમ જણાશે તો જ ગુનાની કાર્યવાહી આગળ ચલાવવા માટે તેઓ પરવાનગી આપશે. આ જોગવાઇના કારણે કોઇ વ્યક્તિ સામે વગર કારણની કાર્યવાહી થવાની શકયતા રહેતી નથી.

આ વિધેયક ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર કરાયુ હતું.

સુધારેલ કાયદામાં સૂચિત નવી જોગવાઇઓઃ-

કલમવિગતસજાની જોગવાઇ
3-Aભોગ બનનાર, તેના માતા-પિતા, ભાઇ- બહેન અથવા લોહીના સંબધ લગ્ન કે દત્તકથી જોડાયેલ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી શકશેનવી જોગવાઇ દાખલ કરી
4-Aલગ્નના હેતુસર કરેલ કરાવેલ કે મદદગારી કરેલ ઘર્માન્તરણ સજાને પાત્ર થશેનવી જોગવાઇ દાખલ કરી, ત્રણ વર્ષથી ઓછી નહી પરંતુ પાંચ વર્ષ સુધીની સજા અને રૂપિયા 2 લાખથી ઓછો નહી તેટલો દંડ
4-Aલગ્નના હેતુસર કરેલ કરાવેલ કે મદદગારી કરેલ ઘર્માન્તરણ સજાને પાત્ર થશેસગીર , મહિલા અથવા અનુસૂચિત જાતિ જનજાતિના કેસમાં ચાર વર્ષથી ઓછી નહી પરંતુ સાત વર્ષ સુધીની સજા અને રૂપિયા 3 લાખથી ઓછો નહી તેટલો દંડ
4-Bઆ કાયદા હેઠળ કરાયેલ ગેર કાયદેસર ધર્માન્ત્તરણ સક્ષમ કોર્ટ દ્વારા રદ્દ કરી શકાશેનવી જોગવાઇ
4-Cકોઇપણ સંસ્થા આ કાયદાની જોગવાઇનું ઉલ્લધન કરે તોઆવી સંસ્થાના ઇન્ચાર્જ અથવા જવાબદાર વ્યક્તિને ત્રણ વર્ષથી ઓછી નહી પરંતુ દશ વર્ષ સુધીની સજા અને રૂા.પાંચ લાખ સુધીના દંડની જોગવાઇ (2) ગુના સબંધમાં ચાર્જશીટ થયેથી આવી સંસ્થાને સરકારી સહાય મળવાપાત્ર રહેશે નહી.
6-Aગેરકાયદેસર રીતે ધર્મપરિવર્તન થયેલ નથી તે પુરવાર કરવાની જવાબદારી આરોપી, તેના મદદગાર અથવા તેને સલાહ આપનારની રહેશેનવી જોગવાઇ
7આ કાયદા હેઠળનો ગુનો કોગ્નીઝેબલ અને નોનબેલેબલ રહેશે.ગુનાની તપાસ DY.S.P. થી ઉત્તરતી કક્ષાના અધિકારી દ્વારા કરી શકાશે નહી (2) નવી જોગવાઇ
Last Updated :Jun 15, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.