ETV Bharat / city

Ban On Couple Boxes In Surat: ગ્રિષ્મા વેકરીયાની હત્યા બાદ સુરત પોલીસ જાગી, કાફે-રેસ્ટોરન્ટ્સની આડમાં ચાલતા કપલ બોક્સ પર પ્રતિબંધ

author img

By

Published : Feb 16, 2022, 8:53 PM IST

સુરતમાં 17 ફેબ્રુઆરીથી કપલ બોક્સ પર પ્રતિબંધ (Ban On Couple Boxes In Surat) મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 17 એપ્રિલ 2022 સુધી રહેશે. ગ્રિષ્મા વેકરીયાની હત્યા બાદ કપલ બોક્સ પર પ્રતિબંધ મુકવાની માંગ હતી.

Ban On Couple Boxes In Surat: ગ્રિષ્મા વેકરીયાની હત્યા બાદ સુરત પોલીસ જાગી, કાફે-રેસ્ટોરન્ટ્સની આડમાં ચાલતા કપલ બોક્સ પર પ્રતિબંધ
Ban On Couple Boxes In Surat: ગ્રિષ્મા વેકરીયાની હત્યા બાદ સુરત પોલીસ જાગી, કાફે-રેસ્ટોરન્ટ્સની આડમાં ચાલતા કપલ બોક્સ પર પ્રતિબંધ

સુરત: પાસોદરામાં ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રિષ્મા વેકરીયા (Grishma vekariya murder case)ની જાહેરમાં જ ગળું કાપી હત્યા કરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પડ્યા છે. આખરે ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. સુરત શહેરમાં તારીખ 17મીથી કૉફી શૉપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટ્સની આડમાં ચલાવવામાં આવતાં કપલ બોક્સ પર પ્રતિબંધ (Ban On Couple Boxes In Surat) મુકાયો છે.

CCTV કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો

પોલીસ કમિશ્નર (commissioner of police surat) અજય તોમરે એક જાહેરનામું બહાર પાડી સુરત શહેરમાં તારીખ 17મીથી કૉફી શૉપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટ્સની આડમાં ચલાવવામાં આવતા કપલ બોક્સ (Couple Boxes In Surat) પર પ્રતિબંધ મુક્યો છે. પાસોદરા (Pasodara Murder Case)માં બનેલી ઘટના બાદ આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને CCTV કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. સુરત શહેરના ઘણા વિસ્તારમાં કૉફી શૉપ (Coffee Shops In Surat), હોટલો, કાફે, રેસ્ટોરન્ટ્સ વગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્સ) ઊભા કરી તેમા અસામાજિક પ્રવૃતિઓ (Antisocial activitie In Surat) ચલાવવામાં આવે છે.

આ પણ વાંચો: Pasodra murder case Update : પાસોદરા હત્યા કેસના આરોપી ફેનિલની ઓળખ પરેડ કરાઈ

કેબિન બનાવવા પર પ્રતિબંધ

કપલ બોક્સમાં અશ્લીલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું હોવાનું જણાતા આ પ્રકારની અનૈતિક અને અસામાજિક પ્રવૃતિઓને કારણે નાની વયના યુવક-યુવતીઓ ભોગ બનતા હોય છે. આ બદીને કારણે મૃત્યુ, રેપ અને બ્લેકમેઈલીંગ (Crime In Surat)ના બનતા કિસ્સાઓને ધ્યાને લઈ તેના નિવારણ માટે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. તેમણે શહેરી વિસ્તારમાં કૉફી શૉપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટ્સ, વગેરે જગ્યાઓએ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા-કપલ બોક્સ, કેબિન બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત કૉફી શૉપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટ્સ, વગેરે જેવી જગ્યાએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને આવી તમામ જગ્યાઓએ સ્પષ્ટ દેખાય તે રીતે CCTV કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યો છે.

આ પણ વાંચો: AAP Demands to Surat Police : ગ્રીષ્મા હત્યા કેસ મામલે પોલીસ કમિશનરને કઇ કરાઇ રજૂઆત જાણો તે અંગે...

જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર

સુરત કમિશનરેટમાં ફરજ બજાવતા અનાર્મ ASI અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે. આ જાહેરનામુ તારીખ 17 ફેબ્રુઆરી 2022થી લાગુ થશે અને તારીખ 17 એપ્રિલ 2022 સુધી શહેર વિસ્તારમાં અમલી રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.