ETV Bharat / city

Pasodra murder case Update : પાસોદરા હત્યા કેસના આરોપી ફેનિલની ઓળખ પરેડ કરાઈ

author img

By

Published : Feb 16, 2022, 2:56 PM IST

Pasodra murder case Update :  પાસોદરા હત્યા કેસના આરોપી ફેનિલની ઓળખ પરેડ કરાઈ
Pasodra murder case Update : પાસોદરા હત્યા કેસના આરોપી ફેનિલની ઓળખ પરેડ કરાઈ

પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસના આરોપીને હોસ્પિટલમાથી રજા મળતાં સુરત પોલીસે કાયદાકીય પ્રક્રિયાઓ શરુ કરી (Pasodra murder case Update) દીધી છે. વાંચો આ અહેવાલ.

સુરત: સુરત જિલ્લાના કામરેજના પાસોદરા (Pasodra murder case Update) ખાતે ધરાર પ્રેમી બનવા માગતા યુવાને નિર્દોષ યુવતીની જાહેરમાં કરાયેલ (Surat Crime News 2022) હત્યાને મામલે રેંજ આઈ.જી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આરોપી ફેનિલની અટક (Pasodara Murder Accussed Feni) કરી સીટની રચના કરી તટસ્થ તપાસ (Grisma Murder Case Update) કરવામાં આવશે.

ઘટનાની ગંભીરતા જોઇ રેંજ આઈ.જીએ સીટની રચના કરી યોગ્ય તપાસ શરુ કરી દીધી છે

આરોપી ફેનિલનો કોવિડ ટેસ્ટ કરાયો

સુરત જિલ્લાના કામરેજના પાસોદરા ગામે ખાતે એક તરફી પ્રેમમાં થયેલી યુવતીની હત્યાનીમાં કામરેજ પોલીસે હત્યા આરોપી યુવાનને હોસ્પિટલ ખાતેથી કામરેજ પોલીસે અટક (Pasodara Murder Accused Fenil) કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. સમગ્ર હત્યાકાંડ મામલે પરિવારજનોએ તાત્કાલિક તપાસની માગણી (Grishma Murder Case Update) કરી હતી, ઘટનાની ગંભીરતા જોઇ રેંજ આઈ.જીએ સીટની રચના કરી યોગ્ય તપાસ શરુ કરી દીધી છે. 1 ડી.એસ.પી, 2 ડી.વાય.એસ.પી, 5 પી.આઈ , એસ.ઓ.જી તેમજ એલ.સી.બી મળી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ત્યારે આજે ગતરોજ આરોપીની ધરપકડ બાદ આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરી રિમાન્ડની માગણી કરશે, આજે પોલીસે આરોપીની ઓળખ પરેડ (Pasodra murder case accused Fenil paraded for Identification) પણ કરી હતી.

હત્યારાને ઝેરી દવા પીવાનું નાટક કર્યું હતું

હત્યારા આરોપી યુવાન ફેનિલે હત્યાને અંજામ (Surat Crime News 2022) આપતાં સમયે કોઈ નશો ન કર્યો હતો. હત્યા કર્યા બાદ ઝેરી દવા પીવાનું પણ માત્ર નાટક કર્યું હોવાનું તપાસ (Grisma Murder Case Update) દરમિયાન જાણવા મળ્યું છે. તો બીજી તરફ યુવાને ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી દેવા પૂર્વતૈયારી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ Surat Grishma Murder Case : CM ભુપેન્દ્ર પટેલે ગ્રીષ્માના પરિવારને કહ્યું, "સરકાર કોઈ કચાસ નહીં રાખે" :

શું હતી સમગ્ર ઘટના

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદલાલ વૈકરીયા નામની 21 વર્ષીય યુવતી સુરત ખાતે કોલેજમાં અભ્યાસ કરી હતી. તેમની જ કોલેજમાં ભણતો સુરત શહેર વિસ્તારમાં રહેતો ફેનિલ પંકજ ગોયાણી (Pasodara Murder Accussed Feni) નામનો યુવક ગ્રીષ્મા સાથે એકતરફી પ્રેમના દાવા સાથે ગ્રીષ્માને સતત હેરાન કરતો હતો. યુવકની હેરાનગતિની જાણ પરિવારને કરતા યુવતીના મોટા બાપાએ યુવકને ઠપકો આપ્યો હતો. જોકે ગત 12 તારીખે સાંજના સમયે યુવક બે ચપ્પુ લઈને યુવતીની સોસાયટીમાં પહોંચ્યો હતો અને હંગામો મચાવ્યો હતો, ફેનિલે યુવતીના મોટા બાપા પર હુમલો કરતા તેઓને બચાવવા યુવતી પડી હતી. ત્યારે યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પુ રાખી બંધક બનાવી દીધી હતી. યુવતીને બચાવવા એનો ભાઈ આવતા યુવકે યુવતીના ભાઈ પર પણ હુમલો કરી દીધો હતો અને બાદમાં ગળાના ભાગે ચપ્પુ મારી યુવતીને સરાજાહેર મોતને ઘાટ (Surat Crime News 2022) ઉતારી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા ગણતરીની મિનિટોમાં પહોંચી ગઇ હતી. જોકે હત્યા આરોપી યુવક ફેનિલે પોલીસથી બચવા ઝેર ખાઈ લેવાનું તેમજ પોતાના હાથની નસ કાપી નાખવાનું નાટક કર્યું હતું. ફક્ત હાથની ચામડી પર ઘસરકો જ (Grisma Murder Case Update) કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત યુવતીના ભાઈ, મોટા બાપાને અને હત્યારા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ Grisma Murder Case: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ વખતે પોલીસને જોઈને રડવા લાગ્યો ગ્રીષ્માંનો હત્યારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.