ETV Bharat / state

Surat Grishma Murder Case : CM ભુપેન્દ્ર પટેલે ગ્રીષ્માના પરિવારને કહ્યું, "સરકાર કોઈ કચાસ નહીં રાખે" :

author img

By

Published : Feb 16, 2022, 12:10 PM IST

સુરત ગ્રીષ્મા હત્યા (Surat Grisma Murder Case) મામલે રાજ્યના મુખ્ય પ્રધાને ભૂપેન્દ્ર પટેલે પરિવારજનો સાથે કરી વાત હતી. વિડિઓ કોલિંગ મારફતે મુખ્ય પ્રધાને ગ્રીષ્માના હત્યારાને (CM Bhupendra Patel Spoke to Grishma Family) જલ્દીથી કડકમાં કડક સજા થાય તેવી બાંહેધરી આપી છે.

Surat Grishma Murder Case : "હત્યારાને સજા અપાવવામાં સરકાર કોઈ કચાસ નહીં કરે" : CM ભુપેન્દ્ર પટેલે ગ્રીષ્માના પરિવારને કહ્યું!
Surat Grishma Murder Case : "હત્યારાને સજા અપાવવામાં સરકાર કોઈ કચાસ નહીં કરે" : CM ભુપેન્દ્ર પટેલે ગ્રીષ્માના પરિવારને કહ્યું!

સુરત: પાસોદરામાં એક તરફી પ્રેમમાં યુવકે જે પ્રકારે ગ્રીષ્મા નામની (Surat Grisma Murder Case) દીકરીની કરપીણ હત્યા કરી નાખી છે. તેના પડઘા સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ત્યારે ગઈ કાલે ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી હતી. ગ્રીષ્માની નીકળેલી અંતિમ યાત્રામાં અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા. નેતાઓ અને લોકોએ હત્યારા યુવકને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. જેને લઈને રાજ્યના મુખ્ય પ્રધાને ભુપેન્દ્ર પટેલે પણ દીકરી ગ્રીષ્માના પરિવારજનો સાથે વાત કરી છે, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ગ્રીષ્માના પિતા સાથે પણ વિડીયો કોલના માધ્યમથી વાત કરી હતી. તેમણે આ ધટનાને ખૂબ નિંદનીય ઘટના ગણાવી હતી.

રાજ્ય સરકાર ગ્રીષ્માના પરિવાર સાથે છે

મુખ્ય પ્રધાને ભુપેન્દ્ર પટેલે ગ્રીષ્માના પરિવારજનો સાથે કરી વાત

મુખ્ય પ્રધાને ગ્રીષ્માના પરિવારને (CM Bhupendra Patel Spoke to Grishma Family) જણાવ્યું હતું કે, હત્યારાને કડકમાં કડક સજા અપાવવા માટે તંત્ર કામે લાગ્યું છે. હત્યારાને સજા અપાવવામાં સરકાર કોઈ કચાસ નહીં કરે. વધુમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, હત્યારાને લાખરૂપ સજા થાય તે દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે. પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય મળશે તેવી ખાતરી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી હતી. રાજ્ય સરકાર પરિવાર સાથે જ છે તેવી બાંહેધરી સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગ્રીષ્માના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

આ પણ વાંચો: Surat Pasodra Murder Case : પાસોદરા યુવતીની હત્યાનો મામલો, ગૃહપ્રધાન પહોંચ્યા યુવતીના ઘરે

શુ હતી સમગ્ર ઘટના

કામરેજના પાસોદરા પાટીયા પાસે ગ્રીસમાં નંદલાલ વેકરીયા નામની 21 વર્ષીય યુવતી સુરત ખાતે કોલેજમાં અભ્યાસ કરી હતી. તેની જ કોલેજમાં ભણતો સુરત શહેર વિસ્તારમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી નામના યુવક ગ્રીષ્મા સાથે એક તરફી પ્રેમમાં (Surat Killed in a Pro Love) પાગલ થઈ ગયો હતો. યુવતીને હેરાન કરતો હતો. યુવતી દ્વારા યુવક હેરાનગતિ કરતો હોવાની જાણ પરિવારને કરતા યુવતીના મોટા પિતાએ યુવકને ઠપકો આપ્યો હતો. યુવકે ચપ્પુ લઈને યુવતીની સોસાયટીમાં પહોંચ્યો હતો અને હંગામો મચાવ્યો હતો.

તને મારીને હું મરી જઈશ તેને પ્રેમ કહેવાય ?

યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પુ રાખી યુવતીને બંધક બનાવી દીધી હતી. યુવતીને બચાવવા એનો ભાઈ આવતા યુવકે યુવતીના ભાઈ પર પણ હુમલો કરી દીધો હતો. અને બાદમાં ગળાના ભાગે ચપ્પુ મારી યુવતીને મોતને (Murder case in Surat) ઘાટ ઉતારી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસ ગણતરીની મિનિટોમાં પહોંચી ગઈ હતી. જોકે હત્યારા યુવકે પોલીસથી બચવા ઝેર ખાઈ લીધું અને પોતાના હાથની નસ કાપી નાખી હતી પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત યુવતીના ભાઈ, મોટા પિતા ને હત્યારા યુવકને ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Surat Pasodra Murder Case: 'કપલ બોક્સ' બંધ કરવાની માંગ, શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા શહેર પોલીસ કમિશનરને રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.