ETV Bharat / city

સુરતમાં ફરીથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાઇરલ થયો

author img

By

Published : Jun 7, 2021, 7:58 PM IST

સુરત શહેરમાં દિવસે દિવસે લોકોને શહેર પોલીસની બીક જ ન હોય તે રીતે જાહેરમાં અમુક લોકો જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે અને તેવા વીડિઓ પણ વાઇરલ થઇ રહ્યાં છે. સુરત શહેરમાં ફરીથી જન્મદિવસની ઉજવણીનો વીડિઓ વાઇરલ થયો.

સુરતમાં ફરીથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાઇરલ થયો
સુરતમાં ફરીથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાઇરલ થયો

  • જન્મદિવસની ઉજવણીનો વીડિઓ વાઇરલ થયો.
  • સુરતના ઉધનામાં જન્મદિવસની ઉજવણીનો વીડિઓ હોવાની શક્યતા
  • પોલીસ પેટ્રોલિંગવાળા ચાર રસ્તા પરનો વીડિયો હોઇ પોલીસ સામે શંકા



સુરતઃ શહેરમાં દિવસે દિવસે વાયરલ વીડીયોનું શહેર બનતું હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં ફરીથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો છે. એમ લાગી રહ્યું છે કે હવે લોકોને પોલીસનો ડર જ નથી. ત્રણ અઠવાડિયા પહેલા જ પોલીસ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલ ઓપન વીડિયો વાયરલ થયો હતો. પોલીસ અધિકારી પોતાની વિદાયને લઈને જમણવાર રાખ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પોતાની જન્મદિવસની ઉજવણી કરતા હોય તેનો વીડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ શહેરના નામચીન બુટલેગર પણ જાહેરમાં પોતાનો જન્મદિવસ ઉજવતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આજે ફરીથી સુરતના ઉધના વિસ્તારમાં વીડિયો લાગે એમ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા વીડિયો વાઇરલ થયો છે.

આ પણ વાંચોઃ Birthday Celebration Viral Video: પોલીસ કર્મીઓની પહેલા બદલી, બાદમાં સસ્પેન્ડ અને હવે પોલીસ ફરિયાદ

વાયરલ વીડિયો ઉધના વિસ્તારનો હોય તેમ લાગી રહ્યું છે.

સુરતમાં રાત્રી દરમિયાન જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને જોતાં એમ લાગી રહ્યું છેકે આ વિડીયો ઉધના ચાર રસ્તા પાસેનો છે. ચાર રસ્તા પાસે જ્યાં સતત ઉધના પોલીસનું પેટ્રોલિંગ ચાલુ રહે છે. તેવામાં આ ચાર રસ્તાનો જાહેરમાં ઉજવતો જન્મદિવસનો વિડીયો વાયરલ થવો ઉધના પોલીસ માટે પણ ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યા છે.

ઉધના પોલીસ સ્ટેશનના પી.આઇ શું કહ્યું?

ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલ દ્વારા આ મુદ્દે જણાવાયું કે આ વીડિયો ઉધના ચાર રસ્તાનો છે તેના વિશે કહી શકાતું નથી. હાલ આ વીડિયોની તપાસ ચાલી રહી છે કે સૌથી પહેલા કોણે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેની તપાસ ચાલી રહી છે અને ચાર રસ્તાનો છે તે માનવું સાચું નથી. જો ઉધના વિસ્તાર ચાર રસ્તાનો નીકળ્યો તો આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Birthday Celebration: સુરત પોલીસને જન્મદિવસની ઉજવણી પડી ભારે, વીડિયો થયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.