ETV Bharat / city

ક્રૂરતાની પરાકાષ્ઠા : આઠ માસના બાળકનું એ રીતે માથું પછાડ્યું કે થઈ ગયું બ્રેઈન હેમરેજ, જૂઓ વીડિયો...

author img

By

Published : Feb 5, 2022, 12:10 PM IST

Updated : Feb 5, 2022, 2:03 PM IST

સુરતમાં કેરટેકર દ્વારા 8 માસના માસૂમ બાળકને (8 month old baby suffered a brain hemorrhage) નિર્દયી રીતે માર મારતા બાળકને બ્રેઈન હેમરેજ થયું હતું. આ બનાવને લઈને રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મનીષા વકીલે (Women and Child Welfare Minister Manisha Vakil) ઘટનાને વખોડી નાંખી આ કિસ્સાને લાલબત્તી સમાન ગણાવ્યો હતો.

hemorrhage
hemorrhage

સુરત: રાંદેર વિસ્તારમાં એક શિક્ષિકાના બે ટ્વિન્સ બાળકોને સાચવવા માટે રાખવામાં આવેલી કેરટેકર દ્વારા એક બાળકને પલંગ પરથી હવામાં ચારથી પાંચ મિનિટ સુધી ઉછાળી, કાન મરડી, હવામાં ફંગોળી માર મર્યો હતો. જેથી બાળકને બ્રેઈન હેમરેજ (Brain hemorrhage in a child in Surat) થયું હતું. જે બાદ પરિવાર દ્વારા બાળકને સારવાર માટે શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ આનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મનીષા વકીલે પ્રતિક્રિયા આપી હતી.

ક્રૂરતાની પરાકાષ્ઠા : આઠ માસના બાળકનું એ રીતે માથું પછાડ્યું કે થઈ ગયું બ્રેઈન હેમરેજ, જૂઓ વીડિયો...

કેરટેકરને રાખતા પહેલા એમની વ્યક્તિગત તપાસ કરાવી લો: ACP

આ મામલે ACP ઝેડ.એન.દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ તરફથી હું તમામ માતા-પિતાને કહેવામાં માંગુ છું કે જ્યારે પણ તમારા ઘરમાં બાળકો માટે કેરટેકરની જરૂર પડે ત્યારે જે પણ કેરટેકર રાખો છો એમની વ્યક્તિગત તપાસ કરાવી લો. ખાસ કરીને સામાજિક, ધાર્મિક બેકગ્રાઉન્ડ પણ ચેક કરવું જોઈએ. જો એ શક્ય નથી તો એમાં જ્યારે પણ તમે કેરટેકરને રાખો તો તેમનું પોલીસ વેરિફિકેશન પણ કરાવો અને તમે તમારા નજીકના ડૉક્ટરને પૂછી લો. કારણ કે બદલાતા સમયમાં વ્યક્તિએ કઇ રીતે અપડેટ થવું એ ઘણા બધાને ખબર હોતી નથી. તો પોતે આત્મચિંતન કરી અથવા કોઈ સારા વ્યક્તિઓની સલાહ લઈ કેરટેકર રાખો એવી મારી સુરતના તમામ માતા-પિતાને અપીલ છે.

કેરટેકરને રાખતા પહેલા એમની વ્યક્તિગત તપાસ કરાવી લો: ACP

સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો : મનીષા વકીલ

સુરતમાં બાળકને મારમારવાની ઘટનાને લઈને મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મનીષા વકીલે (Women and Child Welfare Minister Manisha Vakil) પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે. કેરટેકર રાખવા અંગે લોકોએ તમામ તપાસ કરવી જોઈએ. કેરટેકરનું વેરિફિકેશન થવું જોઈએ કે કેરટેકરની સાયકોલોજીકલ પરિસ્થિતિ કેવી છે તેની પણ તપાસ થવી જોઈએ.

ક્રૂરતાની પરાકાષ્ઠા : આઠ માસના બાળકનું એ રીતે માથું પછાડ્યું કે થઈ ગયું બ્રેઈન હેમરેજ, જૂઓ વીડિયો...

આ પણ વાંચો: અમદાવાદમાં બાળકનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ભીખ મગાવતો શખ્સ ઝડપાયો

CCTV ચેક કરતા આ સમગ્ર ઘટના સામે આવી

હોસ્પિટલમાં જાણવા મળ્યું કે, બાળકને બ્રેઈન હેમરેજ થયું છે. બાળકને બ્રેઈન હેમરેજ થવા પાછળનું કારણ કેરટેકર (Caretaker Beats Child In Surat) દ્વારા કરવામાં આવેલા પલંગ પરથી હવામાં ચારથી પાંચ મિનિટ સુધી ઉછાળી, કાન આમળી, હવામાં ફગોળી માર માર્યા હોવાનું સામે આવ્યું હતું. પરિવારે ઘરમાં લગાવવામાં આવેલા CCTV ચેક કરતા આ સમગ્ર ઘટના સામે આવી હતી.

આ પણ વાંચો: સુરતમાં નવજાત કોરોનાગ્રસ્ત જોડીયા બાળકીઓએ 20 દિવસમાં કોરોનાને હરાવ્યો, જુઓ

સમગ્ર ઘટના CCTV ફુટેજમાં કેદ

8 માસના બાળકને (8 month old baby suffered a brain hemorrhage) કેરટેકરે વારંવાર હવામાં ઉછાળ્યાં બાદ બાળકને બ્રેઈન હેમરેજ થયું હતું. બાળકને બ્રેઈન હેમરેજ થવાનું કારણ પાછળ કેરટેકર સામે આવ્યું છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઇ રીતે નિર્દયી કેરટેકર દ્વારા બાળકને માર પણ મારવામાં આવે છે અને તેને પલંગ પર પછાડવામાં પણ આવે છે. જોકે આ CCTV ફૂટેજ જોતા જ હૃદય કંપાવી નાખે તેવું જ સામે આવ્યું છે. જેમાં કેરટેકરે બાળકને તમાચા માર્યા પછી તેના કાન મારોડવામાં આવ્યા હતાં અને તેના આંગળા પણ કરડવામાં આવ્યા હતાં. ત્યારબાદ ઉચકી ઉચકીને પાંચથી સાત વાર તેને પછાડ્યો હતો.

મારા છોકરો એકદમ જ ક્રિટિકલ હાલતમાં છે: બાળકના દાદી

બાળકના દાદીએ જણાવ્યું હતું કે, મારા છોકરાના આજથી 8 મહિના પહેલાં બે ટ્વિન્સ છોકરા થયા હતા. આ બન્ને છોકરા ખૂબ જ અનહેલ્ધી હોવાથી અમે બાળકને શહેરની આનંદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતો. ત્યાં અમે લોકોએ 15 લાખ રૂપિયા ખર્ચી બાળકોને સારો કરી બે મહિના પછી ઘરે લાવ્યા હતાં. મારો છોકરો અને વહુ બન્ને જણા જોબ કરે છે. એટલે બાળકને સાચવવા માટે કેરટેકર મૂકવામાં આવી હતી. કેરટેકર થોડા સમય સુધી સારી હતી અને ગઈકાલે ખબર નહિ શું થયું છોકરાને રડતા જોઇ બાળકને કંઈ થયું હોય એમ લાગી રહ્યું હતું. એ જોઈ કેરટેકર બાળકને મારવા લાગી હતી. બાળકને તમાચા માર્યા પછી તેના કાન મરોડવામાં આવ્યા અને તેના આંગળા પણ કરડવામાં આવ્યા હતાં. ત્યારબાદ ઉચકી ઉચકીને પાંચથી સાત વાર પછાડ્યો હતો. જેથી કોઈપણ માતા-પિતા હોય તેઓ દસ વખત વિચારીને આવી સ્ત્રીને કેરટેકર રાખવી નહીં અને રાખો તો એની પુરી માહિતી લઈને રાખવી. આજે મારા છોકરો એકદમ જ ક્રિટિકલ હાલતમાં છે.

રાંદેર પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ

આ સમગ્ર ઘટનાક્રમમાં CCTV ફૂટેજ સામે આવતા બાળકના પિતા મિતેશ પટેલે મોડી રાત્રે રાંદેર પોલીસ સ્ટેશનમાં કેરટેકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ લખાવી છે. આ બાબતને ગંભીરતાથી લઈને રાંદેર પોલીસ દ્વારા પણ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કેરટેકરની હેવાનિયત જાણી ગયેલા માતાપતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેરટેકર કોમલ સામે બાળકના હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી છે. બાળકના પિતા સ્કૂલમાં શિક્ષક અને માતા ITIમાં ઈન્સ્ટ્રક્ટર છે. જ્યારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કૂલમાં નોકરી કરે છે.

કેરટેકરની હાલ થઈ રહી છે પૂછપરછ

રાંદેર પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાતે બાળકના પિતા મિતેષે રજૂઆત કરી હતી કે, છેલ્લા આઠ દિવસ દરમિયાન મને મારાં પડોશીઓ દ્વારા ફરિયાદ મળી રહી છે કે તમે જ્યારે કૉલેજ જાવ છો ત્યારે બાળકોનો ખુબ જ રડવાનો અવાજ આવતો હોય છે. જેના ભાગ રૂપે મિતેશભાઈએ પોતાના ઘરમાં CCTV લગાવ્યા હતા. શુક્રવારે જ્યારે એમનું બાળક બેભાન થઇ ગયું ત્યારે કેરટેકર દ્વારા જ એમને જાણ કરવામાં આવી હતી અને આવીને પૂછ્યું તો કોઈ વાતની બરોબર સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. તેણે જણાવ્યું કે બાળક રડતા રડતા બેભાન થઇ ગયું હતું પરંતુ ભાઈએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરતા તેમને ઘરે આવી CCTV ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યાર બાદ તેમને પોલીસને આ પુરાવા પોલીસને રજુ કરી છે અને એ જ પુરાવાના આધારે મિતેશભાઈની ફરિયાદ લેવામાં આવી છે. બાળકની હાલત હાલ નાજુક છે. કેરટેકરની ગઈકાલે પૂછપરછ કરવામાં આવી હતી અને આજે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Last Updated : Feb 5, 2022, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.