ETV Bharat / city

Kidnapping child In Ahmedabad : અમદાવાદમાં બાળકનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ભીખ મગાવતો શખ્સ ઝડપાયો

author img

By

Published : Jan 4, 2022, 8:46 AM IST

રાજ્યમાં બાળકોનું અપહરણ કરાવીને તેમની પાસે ખોટું કરાવવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ સોલા વિસ્તારમાંથી બાળકનું અપહરણ (Kidnapping child In Ahmedabad) કરીને લઈ ગયેલા શખ્સની પોલીસે ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે.

Kidnapping child In Ahmedabad : અમદાવાદમાં બાળકનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરાવી ભીખ મંગાવતો શખ્સ ઝડપાયો
Kidnapping child In Ahmedabad : અમદાવાદમાં બાળકનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરાવી ભીખ મંગાવતો શખ્સ ઝડપાયો

અમદાવાદ: અમદાવાદમાં બાળકનું અપહરણ (Kidnapping child In Ahmedabad) કરીને લઈ ગયેલો શખ્સ બાળક પાસે ભીખ મગાવતો હતો અને એટલું જ નહીં તે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (Acted against nature with the child) પણ કરતો હતો. જેને પગલે સોલા પોલીસે શખ્સની ધરપકડ કરી પુછપરછ કરવા માટે વધુ રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

Kidnapping child In Ahmedabad : અમદાવાદમાં બાળકનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરાવી ભીખ મંગાવતો શખ્સ ઝડપાયો

બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું

સોલા પોલીસે કેસમાં ઝડપાયેલા શખ્સનું નામ ભરત વાલ્મિકી છે. જેણે પોતાના દીકરા જેટલી ઉંમરના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું છે. જેના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.

સગીર 14 ડિસેમ્બરના રોજ ગુમ થઈ ગયો હતો

સોલા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો 12 વર્ષનો સગીર 14 ડિસેમ્બરના રોજ ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ સોલા પોલીસે અપહરણ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. શખ્સ 12 વર્ષના સગીરને અમદાવાદથી લઈ પાટણના હારીજ લઈ ગયો હતો. જ્યાં સગીર જોડે કચરો વીણાવતો હતો. જે કચરો વેચી રૂપિયાથી પોતાનું ગુજરાન ચલાવતો હતો.

પાટણ પોલીસે બાળક અને શખ્સને અમદાવાદ પોલીસને સોંપ્યો હતો

બે દિવસ પહેલા સગીર રોડ પર રડતો હતો, ત્યારે પાટણ પોલીસનું સગીર પર ધ્યાન ગયું હતું અને બાદમાં પુછપરછ કરતા સામે આવ્યું કે, શખ્સ ભરત બાળકનું અપહરણ કરી અહીંયા લાવ્યો છે. જેથી પાટણ પોલીસે બાળક અને શખ્સને અમદાવાદ પોલીસને સોંપ્યો હતો.

શખ્સની ધરપકડ કરી વધુ પુરપરછ માટે રિમાન્ડ મેળવ્યા

સોલા પોલીસે શખ્સની ધરપકડ કરી વધુ પુરપરછ માટે રિમાન્ડ પણ મેળવ્યા છે. ત્યારે બીજી બાજુ 12 વર્ષના બાળક મેડિકલ રિપોર્ટ કરાવતા બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય થયું હોવાનું સામે આવ્યું છે. જે બાદ બાળકની પુછપરછ કરતા આરોપી ભરત સગીર કચરો વીણવા મજૂરી કરાવતો હતો, સાથે જ રોજ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતો હતો.

સોલા પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનાની કલમમાં ઉમેરો કર્યો

આ ઘટનામાં મોટો ખુલાસો થયા બાદ સોલા પોલીસે IPC કલમ 377, જુવેનાઇલ જસ્ટિસ 76,84 અને પોકસો એક્ટ હેઠળ ગુનાની કલમમાં (Police added an offense under the Pokso Act) ઉમેરો કર્યો છે. પોલીસ તપાસમાં શખ્સ મૂળ પાટણનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હેબતપુર ઝૂંપડામાં રહી છૂટક મજૂરી કરતો હતો. આરોપી એકલવાયું જીવન જવતો હોવાથી આ રીતનું કૃત્ય આચર્યું હોવાનો ખુલાસો થયો છે. હાલ પોલીસે આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

Kidnapping in Ahmedabad : યુવકને દેવું થઈ જતા અપહરણનું તરકટ રચ્યું, યુવક રૂપિયા કમાવવા વિદેશ ગયો હતો

Kidnapping Of Trader In Ahmedabad: પૈસાની લેતી દેતીમાં જીરાના વેપારીનું અપહરણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.