ETV Bharat / city

સુરતમાં 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ

author img

By

Published : Mar 24, 2021, 10:42 PM IST

સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરમાં રીક્ષા ચાલકો સુપર સ્પ્રેડર્સ બન્યાં છે. મનપા દ્વારા શહેરના રોડ ઉપર ફરી રહેલા રિક્ષાચાલકોનું કોરોના રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. ગત રોજ 1603 રિક્ષાચાલકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવતા તે પૈકી 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ સામે આવ્યાં હતા.

સુરતમાં 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ
સુરતમાં 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ

  • મનપા દ્વારા રિક્ષાચાલકોનું કોરોના રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યું
  • શહેરમાં રીક્ષા ચાલકો સુપર સ્પ્રેડર્સ બન્યાં
  • 34 રીક્ષા ચાલકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્મ્રણ વધતા મનપા દ્વારા સુરતમાં તમામ રૂટ પર BRTS અને સીટી બસ સેવા બંધ કરવામાં આવી છે. જેને લઈને નોકરિયાતવર્ગ, સહીત અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓફીસ, નોકરી સ્થળે સમયસર પહોચવા ના છૂટકે લોકો હવે રીક્ષામાં પ્રવાસ કરી રહ્યા છે. રીક્ષામાં ખીચોખીચ બેસીને પ્રવાસ કરવા પ્રવાસીઓ મજબુર બન્યા છે. જો કે અહી પણ ગાઈડલાઈન અને ટ્રાફિક નિયમનું ઉલ્લધન થઇ રહ્યું છે. કેટલાક રીક્ષા ચાલકો માસ્ક પણ પહેરતા નથી અને રીક્ષામાં ખીચોખીચ પ્રવાસીઓને બેસાડી રહ્યા છે. ત્યારે મનપા દ્વારા શહેરના રોડ ઉપર ફરી રહેલા રિક્ષાચાલકોનું કોરોના રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ સામે આવ્યાં હતા.

સુરતમાં 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ

તંત્ર દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ કરાયા

સુરત શહેરમાં સુપર સ્પ્રેડરરોને શોધી કાઢવા તંત્ર દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. બુધવારના રોજ મનપા દ્વારા શહેરના રોડ રસ્તા ઉપર ફરી રહેલા 1603 રિક્ષા ચાલકના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જે પૈકી 34 રિક્ષાચાલકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યાં છે, આ પૈકી 17 કોરોના પોઝિટિવ રીક્ષા ચાલકો માત્ર અઠવા ઝોન વિસ્તારના હતા. મનપા દ્વારા અઠવા ઝોનમાં 425 રિક્ષાચાલકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ કતારગામ વિસ્તારમાં 390 રિક્ષાચાલકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તે પૈકી 3 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ આવ્યા હતા અને ઉધના ઝોનમાં 114 રીક્ષા ચાલોકનુ રેપિડ ટેસ્ટ કરાતા 7 રિક્ષાચાલકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. શહેરમાં 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશનારા વ્યક્તિઓના ટેસ્ટ અને સ્ક્રિનીંગ ફરજિયાત

શહેરમાં હાલ કોરોનાના કુલ 1948 એક્ટિવ દર્દીઓ

એક તરફ રીક્ષા ચાલકો 5 જેટલા પ્રવાસીઓને બેસાડી રહ્યા છે. જેને લઈને ટ્રાફિક નિયમનો ભંગ પણ જોવા મળી રહ્યો છે. તેમજ કેટલાક રીક્ષા ચાલકો માસ્ક પણ બરોબર ન પહેરતા હોવાથી કોરોનાનું સંક્મ્રણ ફેલાવવાની ભીતિ પણ રહેલી છે. આ બધા વચ્ચે ટ્રાફિક પોલીસ પણ મુકપ્રેક્ષક બની છે. શહેરમાં એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. હાલમાં આવી રહેલા પોઝિટિવ કેસમાંથી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે. શહેરમાં હાલ કોરોનાના કુલ 1948 એક્ટિવ દર્દીઓ છે. તેમાંથી 27 ટકા એટલે કે 526 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમા સિવિલમાં 151, સ્મીમેરમાં 71 તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં 304 દર્દીઓ દાખલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.