ETV Bharat / city

નેધરલેન્ડ એમ્બેસીના રિવર રિજુવેશન કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના 2 પ્રોજેક્ટ રજૂ થયા

author img

By

Published : Feb 13, 2021, 2:27 PM IST

નેધરલેન્ડ અને સુરત શહેર છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી જુદી-જુદી રીતે એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે. નેધરલેન્ડ એમ્બેસીના રિવર રિજુવેશન કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના 2 પ્રોજેક્ટ રજૂ થયા છે. વર્લ્ડ સસ્ટેનેબલ સમિટમાં મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા પર્યાવરણ જાળવણી હેતુ મનપાએ હાથ ધરેલા પગલાંઓ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

નેધરલેન્ડ એમ્બેસીના રિવર રિજુવેશન કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના 2 પ્રોજેક્ટ રજૂ થયા
નેધરલેન્ડ એમ્બેસીના રિવર રિજુવેશન કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના 2 પ્રોજેક્ટ રજૂ થયા

  • નેધરલેન્ડની એમ્બેસી દ્વારા 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન વેબીનારનું આયોજન
  • વેબીનારનો મુખ્ય ઉદ્દેશ ડચ કંપનીઓને ભારતમાં નદીઓના કાયાકલ્પ કાર્યક્રમોથી સંબંધિત પડકારોની રજૂઆત કરવાનો
  • ભૂતકાળના પડકારો અંગે વર્ચુઅલ દર્શકો અને નિષ્ણાંતો વચ્ચે વિગતવાર ચર્ચા-વિચારણા

સુરત: નેધરલેન્ડ એમ્બેસીના રિવર રિજુવેશન કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના 2 પ્રોજેક્ટ રજૂ થયા છે. વર્લ્ડ સસ્ટેનેબલ સમિટમાં મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા પર્યાવરણ જાળવણી હેતુ મનપાએ હાથ ધરેલા પગલાંઓ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા મનપાના પગલાંઓની સરાહના કરવામાં આવી હતી.

નેધરલેન્ડ અને સુરત શહેર છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી પરસ્પર સંકળાયેલા

નેધરલેન્ડ અને સુરત શહેર છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી જુદી-જુદી રીતે એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે. વળી અંદરના પરિપેક્ષમાં સુરત શહેર તથા રોડર ડેમના શહેર નેધરલેન્ડ વચ્ચે સમાનતા રહેલી છે. તદુપરાંત આ બંને શહેરો રેઝલીયન્ટ સીટી નેટવર્કના સભ્ય હોવાનું પણ સભ્યતા ધરાવે છે. બંને દેશો વચ્ચેના પરસ્પર અને વ્યવસાયિક સંબંધોને વેગ આપવા માટે નેધરલેન્ડની એમ્બેસી દ્વારા 8 ફેબ્રુઆરી થી 12 ફેબ્રુઆરી દરમિયાન એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. વેબીનારના મુખ્ય ઉદ્દેશ ડચ કંપનીઓને ભારતમાં નદીઓના કાયાકલ્પ કાર્યક્રમોથી સંબંધિત પડકારોની રજૂઆત કરવાનો તથા સંસાધનોના સમયસર વિતરણ અને પ્રદૂષકોના નિયંત્રણ જેવા પડકારોનો સામનો કરવાની પહેલ કરવાનો હતો.

તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ અને તાપી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ રજૂ

જેના અનુલક્ષી 11 ફેબ્રુઆરીના રોજ રિવર રિજુવેશન કાર્યક્રમ અંતર્ગત એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મનપા કમિશનર દ્વારા આ સત્રમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ અને તાપી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સંદર્ભિત પ્રકલ્પોના અમલીકરણ દરમિયાન ઉદભવના વિવિધ પડકારો, ભૂતકાળમાં અનુભવેલ પડકારો જેમકે, વર્ષ 2006નું પુર પર્યાવરણીય પ્રભાવ વગેરે અંગે વર્ચુઅલ દર્શકો અને નિષ્ણાંતો વચ્ચે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જે અનુસંધાને મનપા કમિશનર દ્વારા સર્વે વેબીનારમાં ઉપસ્થિત રહેલા તજજ્ઞને સુરત મહાનગરપાલિકા દ્વારા હાલના તબક્કે હાથ ધરાયેલા તેમજ ભવિષ્યમાં પડકારોનો સામનો કરવા હાથ ધરવામાં આવનારા આગોતરા આયોજનો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેની સર્વે દ્વારા સરહના કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.