ETV Bharat / city

કંગનાનું વિવાદિત નિવેદન: રાજકોટ મહિલા કોંગ્રેસે જોઈન્ટ પોલીસ કમિશ્નરને પાઠવ્યું આવેદન, FIR નોંધવાની કરાઈ માગ

author img

By

Published : Nov 18, 2021, 2:58 PM IST

બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત (Kangana Ranaut) ફરી પોતાના વિવાદાસ્પદ નિવેદનોને (controversial statement of Kangana) લઈને ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ તેને દેશના સ્વાતંત્ર્ય સેનાઓની વિરુદ્ધ પણ નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. જેને લઇને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ (Rajkot Mahila Congress) દ્વારા ગુરુવારે કંગના રાણાવત વિરુદ્ધ પોલીસને રજૂઆત કરાઈ હતી. જેમાં આવા વિવાદાસ્પદ નિવેદનને લઈને તેની વિરુદ્ધ FIR દાખલ કરે તેવી માંગણી કરવામાં આવી હતી.

Congress Presentation
Congress Presentation

  • કંગનાના વિવાદિત નિવેદનનો મામલો
  • રાજકોટ મહિલા કોંગ્રેસે કરી FIR નોંધવાની માગ
  • સાચી આઝાદી વર્ષ 2014માં મળી હતી: કંગના

રાજકોટઃ તાજેતરમાં જ કંગના રાણાવત (Kangana Ranaut) દ્વારા એવું નિવેદન (controversial statement of Kangana) જાહેર કરવામાં આવ્યું હતું કે, દેશને સાચી આઝાદી વર્ષ 2014માં મળી હતી. કંગનાના આ પ્રકારના નિવેદનના કારણે દેશના વિવિધ ભાગોમાં તેના વિરુદ્ધ (protest against Kangana in Rajkot) રોષ જોવા મળ્યો હતો. કંગના પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે હાલ ચર્ચામાં આવી છે. જેને લઇને દેશભરમાં કોંગ્રેસમાં તેના વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.

કંગનાના વિવાદિત નિવેદન મામલે રાજકોટ મહિલા કોંગ્રેસની FIR નોંધવાની માગ
કંગનાના વિવાદિત નિવેદન મામલે રાજકોટ મહિલા કોંગ્રેસની FIR નોંધવાની માગ

મોટાભાગની મહિલા કોંગી કાર્યકર્તાઓ પોલીસ કમિશ્નર કચેરીએ દોડી આવી

આજે ગુરુવારે રાજકોટ મહિલા કોંગ્રેસ (Rajkot Mahila Congress) દ્વારા આ મામલે જોઈન્ટ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી કે, કંગના (Kangana Ranaut) વિરુદ્ધ પોલીસ FIR નોંધી કડક કાર્યવાહી કરે. જ્યારે આ રજૂઆત દરમિયાન મોટાભાગની મહિલા કોંગી કાર્યકર્તાઓ પોલીસ કમિશ્નર કચેરીએ દોડી આવી હતી.

આ પણ વાંચો: કંગના રનૌતના બફાટ બાદ રાષ્ટ્રદ્રોહની ફરિયાદ નોંધાઈ

પદ્મશ્રી એવોર્ડ પરત લેવામાં આવે: કોંગ્રેસ

રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ મોરચા (Rajkot Mahila Congress) દ્વારા રજૂઆત સાથે આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે, આવી દેશદ્રોહી કંગનાને તાજેતરમાં જે દેશનો રાષ્ટ્રીય પુરસ્કાર એવો પદ્મશ્રી આપવામાં આવ્યો છે તે પણ પરત લેવામાં આવે અને તેના આવા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ વિરુદ્ધના (protest against Kangana in Rajkot) વિવાદાસ્પદ નિવેદનને (controversial statement of Kangana) કારણે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ મહિલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મગફળી ખરીદી બે દિવસ બંધ રખાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.