ETV Bharat / city

અમુલ દૂધનો ભાવ વધતા રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં રૂપિયા 2નો કર્યો વધારો

author img

By

Published : Jul 1, 2021, 6:24 PM IST

દેશમાં એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ સતત વધી રહ્યા છે. તેની સાથે ખાદ્યતેલના ભાવમાં પણ દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. એવામાં બુધવારે અમૂલ દૂધના ભાવમાં પણ એક લિટરે રૂપિયા 2 નો ભાવ વધારો થયો છે. રાજકોટમાં પણ ખાનગી ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં લીટરે રૂપિયા 2 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં વધારો થતાંની સાથે જ દૂધની બનાવટોના ભાવમાં પણ આગામી દિવસોમાં વધારો જોવા મળી શકે છે.

Rajkot milk price increase
Rajkot milk price increase

  • અમુલ દૂધનો ભાવ વધ્યો
  • રાજકોટની ખાનગી ડેરીઓમાં પણ દૂધના ભાવમાં પણ વધારો
  • ખાનગી ડેરી દ્વારા 1 લીટરે રૂપિયા 2 નો ભાવ વધારો

રાજકોટ : જિલ્લામાં અનેક નાની મોટી ખાનગી ડેરીઓ આવી છે. અમુલ દ્વારા પોતાના દૂધના ભાવમાં લીટરે રૂપિયા 2નો ભાવ વધારો કરવામાં આવતા ખાનગી ડેરીનું એસોસિયન (Private Dairy Association) પણ બુધવારે મળ્યું હતું. જેમાં દૂધના ભાવ (milk price) મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગુરુવારથી ખાનગી ડેરીઓ (Private dairies) દ્વારા એક લીટરે રૂપિયા 2 નો ભાવ વધારો કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ દહીંના ભાવમાં પણ રૂપિયા 5નો વધારો (Curd prices increased by Rs 5) કરવામાં આવ્યો છે. અમુલ દ્વારા ભાવ વધારવામાં આવતાં હવે રાજકોટની ખાનગી ડેરીએ પણ પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો છે.

રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં રૂપિયા 2નો કર્યો વધારો

આ પણ વાંચો : Amul Milk Price Hike : 1 જુલાઈથી અમૂલ દૂધ 2 રૂપિયા મોંઘુ મળશે

ખાનગી ડેરીઓ દ્વારા 2 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ

રાજકોટના ડેરી એસોસિએશન (Dairy Association of Rajkot) ના પ્રમુખ વી.પી.વૈષ્ણવે દૂધમાં થયેલા ભાવ વધારા અંગે Etv Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવતાં ખાનગી ડેરીઓ (Private dairies) દ્વારા પણ પોતાના દૂધમાં લિટરે રૂપિયા 2નો વધારો કર્યો છે. જ્યારે રાજકોટમાં નાની- મોટી ડેરીઓ મળીને 2 લાખ લીટરથી વધુનું દૂધનું વેચાણ કરે છે. તેમજ શહેરની ડેરીઓ પોતાની શુદ્ધતા અને ગુણવત્તા (Purity and quality) માટે ઓળખાય છે. જ્યારે અમુલના ભાવ વધારાને લઇને બુધવારે જ ડેરી એસોસિએશન (Dairy Association)ની અમારી બેઠક યોજાઈ હતી. જેમાં ખાનગી ડેરીના દૂધમાં પણ 2 રૂપિયાનો વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ગુરુવારથી ખાનગી ડેરીઓ દ્વારા દૂધના ભવામાં વધારાનો અમલ કરવામાં આવ્યો છે.

રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં રૂપિયા 2નો કર્યો વધારો
રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં રૂપિયા 2નો કર્યો વધારો

આ પણ વાંચો : અમુલ દૂધ (Amul Milk ) માં પ્રતિ લિટરે રૂપિયા 2 નો ભાવ વધારો કરાતા વડોદરા મહિલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો

દૂધથી બનાવટોમાં પણ ભાવ વધારાની અસર

જિલ્લામાં ખાનગી ડેરીઓ (Private dairies) દ્વારા 1 લિટરે રૂપિયા 2નો ભાવ વધારો કરતાની સાથે જ દૂધની બનાવટો (Also increase the price of milk products) ના ભાવમાં પણ સ્વભાવિક રીતે આગામી દિવસોમાં ભાવ વધારો જોવા મળી શકે છે. મીઠાઇમાં પણ કિલોએ 20 રૂપિયા જેટલો ભાવ વધારો થશે. હાલ પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવના કારણે સામાન્ય જનતા ત્રાસી ગઇ છે. હવે દૂધનો પણ ભાવ વધતા મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.