ETV Bharat / city

Indian Citizenship To Pakistani Hindus: 13 પાકિસ્તાની હિંદુઓ બન્યા ભારતીય નાગરિક, રાજકોટ ખાતે અપાયા નાગરિકતા પત્ર

author img

By

Published : Dec 17, 2021, 6:09 AM IST

રાજકોટ ખાતે 13 પાકિસ્તાની હિંદુઓને ભારતની નાગરિકતા (Indian Citizenship To Pakistani Hindus) આપવામાં આવી હતી. આ 13 પાકિસ્તાની હિંદુઓ છેલ્લા ઘણા વર્ષથી રાજકોટ (pakistani hindus in rajkot)માં ભગવતીપરા અને અન્ય વિસ્તારમાં સ્થાયી થયા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય (minority community in pakistan)ના લોકોની હાલત ઘણી જ ખરાબ છે અને ત્યાં અવાર-નવાર હિંદુઓ અને શીખો પરના અત્યાચાર (hindu and sikh in pakistan)ની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ભારતની નાગરિકતા મળતા આ 13 પાકિસ્તાની હિંદુઓએ ખુશી વ્યક્ત કરી હતી.

Indian Citizenship To Pakistani Hindus: 13 પાકિસ્તાની હિંદુઓ બન્યા ભારતીય નાગરિક, રાજકોટ ખાતે અપાયા નાગરિકતા પત્ર
Indian Citizenship To Pakistani Hindus: 13 પાકિસ્તાની હિંદુઓ બન્યા ભારતીય નાગરિક, રાજકોટ ખાતે અપાયા નાગરિકતા પત્ર

રાજકોટ: રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે આજે 13 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર (Indian Citizenship To Pakistani Hindus) એનાયત કરવામા આવ્યા હતા. કલેક્ટર કચેરી (rajkot collector office) ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેલા 10 નાગરિકોને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ 13 પાકિસ્તાની હિંદુઓ (pakistani hindus in rajkot) છેલ્લા ઘણા વર્ષથી રાજકોટમાં ભગવતીપરા (rajkot bhagwatipara) અને અન્ય વિસ્તારમાં સ્થાયી થયા છે.

નાગરિકતા પ્રાપ્ત કરનારા નાગરિકોને કલેક્ટરે અભિનંદન પાઠવ્યા

ઝડપી કાર્યવાહી બદલ આ પરિવારોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી
ઝડપી કાર્યવાહી બદલ આ પરિવારોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી

આ પ્રસંગે કલેક્ટરે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરનારા નાગરિકોને શુભકામના પાઠવી હતી. સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી નિયમાનુસારની તેમજ ઝડપી કાર્યવાહી બદલ આ પરિવારોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ભારતની નાગરિકતા પ્રાપ્ત કરનારા યુવાન અનિલભાઈ મહેશ્વરીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકતાનું મારૂં સપનું સાકાર થયું છે, તેનો આનંદ છે. હું વાણિજ્ય અને એક્સપોર્ટની કામગીરી કરી રહ્યો છું. નાગરિકતા પ્રાપ્ત કરતા મને વધુ બળ મળશે.

સમાજની મુખ્ય ધારામાં જોડાતા લાભ થશે

સમાજની મુખ્ય ધારામાં જોડાતા લાભ પણ પ્રાપ્ત થશે.
સમાજની મુખ્ય ધારામાં જોડાતા લાભ પણ પ્રાપ્ત થશે.

તેઓએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, "ભારતની ઈકોનોમીને ઊંચી લઈ જવા અમે ભાગીદારી નોંધાવીશું અને વડાપ્રધાનનું ભારતને વધુ પ્રગતિ સાથે ઈકોનોમીને વધુ ઊંચી લઈ જવાનું સપનું ‘મેક ઇન ઇન્ડિયા’ (make in india)ના નિર્ધાર સાથે સાકાર કરીશું. અન્ય એક નાગરિક મોહનભાઈ તેજપાલ મહેશ્વરી નામના યુવાને પ્રતિભાવ આપ્યો હતો કે, આજે નાગરિકતા પ્રાપ્ત થઈ તેની ખુબ ખુશી છે અને હવે અમે સમાજની મુખ્ય ધારામાં જોડાતા અમને લાભ પણ પ્રાપ્ત થશે, તેનો વિશેષ આનંદ છે."

આ પણ વાંચો: Promotion of vaccination in Rajkot : રાજકોટમાં વેક્સીનનો બીજો ડોઝ લેનાર નાગરિકો માટે લક્કી ડ્રો યોજાયો,વિજેતાને સ્માર્ટફોન અપાયો

આ પણ વાંચો: Amount of Cannabis in Rajkot: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 1 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.