ETV Bharat / state

Indian citizen: 24 પાકિસ્તાનીઓને નાગરિકતા પત્ર એનાયત, બન્યા ભારતીય નાગરિક

author img

By

Published : Dec 14, 2021, 7:23 AM IST

જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે સોમવારે 24 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત(Citizenship to Hindus belonging to Pakistan's minority) કરવામા આવ્યા હતા. નાગરિકતા અધિનિયમ (Citizenship Act )પ્રમાણે 07 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર (Citizenship letter to Pakistanis )આપવામાં આવે છે. અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે.

Indian citizen: 24 પાકિસ્તાનીઓને નાગરિકતા પત્ર એનાયત, બન્યા ભારતીય નાગરિક
Indian citizen: 24 પાકિસ્તાનીઓને નાગરિકતા પત્ર એનાયત, બન્યા ભારતીય નાગરિક

  • 24 પાકિસ્તાની નાગરિકો બન્યા ભારતના નાગરિકો
  • અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા 24 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા મળી
  • કલેકટર કચેરી દ્વારા 924 વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી

અમદાવાદઃ જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે સોમવારે 24 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત(Citizenship to Hindus belonging to Pakistan's minority) કરવામા આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી(District Development Officer) અનિલ ધામેલિયા, અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતનું નાગરિકત્વ મેળવવા 7 વર્ષ જોવી પડે છે રાહ

આ 24 પાકિસ્તાની હિંદુઓ છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી.ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

પડોશી રાજ્યોના લઘુમતીઓને અપાય છે નાગરિકત્વ

વર્ષ 2016 થી અત્યાર સુધીમાં 924 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે. અત્રે નોંધીનય બાબત છે કે, વર્ષ 2016 અને 2018 ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ Vadodara becomes center of conversion! હિન્દુ બાળાઓને ખ્રિસ્તી બનાવવાનુ ષડયંત્ર સામે આવ્યું

આ પણ વાંચોઃ Surat To North India trains: ઉ.ભારતીય રેલ સંઘર્ષ સમિતિની ચીમકી, પડતર માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.