ETV Bharat / city

Surat Taste Of India Restaurant: પાકિસ્તાનના આ બેનર લાગતા હિન્દૂ સંગઠનો અકળાયા

author img

By

Published : Dec 13, 2021, 9:15 PM IST

સુરત શહેરના એક રેસ્ટોરન્ટ (Surat Taste Of India Restaurant) દ્વારા પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બેનર લગાડવામાં આવ્યા હતા. આ બેનરને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ બેનરની જાણ બજરંગ દળને થતા તેઓએ Pakistani Food Festival બેનરને ઉતારી સળગાવી દીધું હતું, તેમજ રેસ્ટોરન્ટ માલિકને ફરી આવુ ન થાય માટે ચેતવણી આપી હતી.

Surat Taste Of India Restaurant: પાકિસ્તાનના આ બેનર લાગતા હિન્દૂ સંગઠનો અકળાયા
Surat Taste Of India Restaurant: પાકિસ્તાનના આ બેનર લાગતા હિન્દૂ સંગઠનો અકળાયા

  • રેસ્ટોરન્ટનું નામ ટેસ્ટ ઓફ ઇન્ડિયા અને બેનર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના
  • કોમ્પલેક્ષની અગાસી પર પાકિસ્તાનનું બેનર લાગતા વિવાદ
  • રેસ્ટોરન્ટ માલિકને આપવામાં આવી હતી ચેતવણી

સુરત: શહેરના રિંગરોડ સ્થિત ટેસ્ટ ઓફ ઇન્ડિયા રેસ્ટોરન્ટ (Surat Taste Of India Restaurant) દ્વારા પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર લગાડવામાં આવ્યા હતા. આ બેનરને કોમ્પલેક્ષની અગાસી પર લગાવવામાં આવ્યું હતું, જેને લઈને વિરોધ ઉભો થયો હતો. આ Pakistani Food Festival બેનરની જાણ બજરંગ દળ (Surat bajrang dal)ને થતા કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને હોર્ડિંગ્સ પરથી બેનર ઉતારીને સળગાવી દીધું હતું. સાથે જ રેસ્ટોરન્ટ માલિકને ચેતવણી આપવામાં આવી હતી. પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર લાગતા કોંગ્રેસના પૂર્વ નગર સેવક (Congress councilor of surat) અસલમ સાયકલ વાળાએ પણ કટાક્ષ કર્યો હતો. તેઓએ આ બેનરનો વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

Surat Taste Of India Restaurant: પાકિસ્તાનના આ બેનર લાગતા હિન્દૂ સંગઠનો અકળાયા

આ "Pakistani Food Festival" થી હું અને મારા જેવા અસંખ્ય વ્યક્તિઓ સહમત નહીં હોય

અસલમ સાયકલ વાળાએ ફેસબૂક અને વહોટસએપ જેવા સોશ્યલ મીડિયા માધયમથી પોસ્ટ કરી હતી કે, "ભાજપના કહેવાતા ધનદાની વ્યક્તિના માલિકીની સુરત શહેરમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ "Taste Of India" હવેથી 10 દિવસ માટે "Pakistani Food Festival" ઉજવશે. પાકિસ્તાની વાહ વાહી કરતું આ હોર્ડિંગ્સ શહેરના રિંગ રોડ પર રેસ્ટોરન્ટની ઉપર લગાવેલ છે. જે કદાચ પોતાને ઉચ્ચ દેશભક્ત ગણતાં ભાજપીઓ અને એમની ભગિની સંસ્થાઓ આ હોર્ડિંગ્સનાં લખાણથી સંપૂર્ણ સહમત હશે એ નક્કી. પણ આ "Pakistani Food Festival"થી હું અને મારા જેવા અસંખ્ય વ્યક્તિઓ સહમત નહીં હોય એ પણ નક્કી. બાકી પાકિસ્તાનની વાહ વાહી કરતા આવા હોર્ડિંગ્સ ભાજપીઓનાં વિરોધી વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યું હોત તો, હાલ એ વ્યક્તિ "દેશદ્રોહી" છે એ પ્રસ્થાપિત કરવામાં આ ભાજપીઓ અને ભગિની સંસ્થાઓ પીછેહઠ નહિ જ કરતે એ નક્કી.."

Surat Taste Of India Restaurant: પાકિસ્તાનના આ બેનર લાગતા હિન્દૂ સંગઠનો અકળાયા
Surat Taste Of India Restaurant: પાકિસ્તાનના આ બેનર લાગતા હિન્દૂ સંગઠનો અકળાયા

આ પણ વાંચો: Anti Corruption Bureau:સુરતમાં મહિલા PSI અને તેમના વતી લાંચ લેનાર એક વકીલને ACBની ટીમે ઝડપી પાડ્યા

આ પણ વાંચો: જો થર્ડ વેવ આવે તો બાળકો સંક્રમિત થઈ શકે છે: ચાઈલ્ડ સ્પેશિયાલીસ્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.