ETV Bharat / city

મુખ્યપ્રધાનના હસ્તે " એક વાલી યોજના" અને " ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના"નો શુભારંભ

author img

By

Published : Aug 2, 2021, 5:33 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષની પૂર્ણતાના પ્રસંગે યોજાનાર રાજ્યવ્યાપી "સેવા સેતુ કાર્યક્રમ"ની છઠ્ઠી શ્રેણીનો મુખ્યપ્રધાને પોતાની વર્ષગાંઠના દિવસે રાજકોટ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યપ્રધાનના હસ્તે " એક વાલી યોજના" અને " ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના"નો શુભારંભ
મુખ્યપ્રધાનના હસ્તે " એક વાલી યોજના" અને " ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના"નો શુભારંભ

  • રાજકોટમાં સીએમ રુપાણીએ બે યોજના શરુ કરાવી
  • " એક વાલી યોજના" અને " ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના"નો શુભારંભ
  • મુખ્યપ્રધાન વિજય રુપાણીના જન્મદિને સેવા સેતુ કાર્યક્રમની છઠ્ઠી શ્રેણીનો કાર્યક્રમ



રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યવ્યાપી "સેવા સેતુ કાર્યક્રમ"ની છઠ્ઠી શ્રેણીનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારના પાંચ વર્ષની પૂર્ણતાના પ્રસંગે યોજાઈ રહેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રુપાણીએ પોતાની વર્ષગાંઠના દિવસે રાજકોટ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, નવ દિવસ સુધી યોજાનારા કાર્યક્રમો એ પાંચ વર્ષની ઉજવણી નથી. પરંતુ રાજ્ય સરકારે આદરેલો સેવાયજ્ઞ છે, જેમાં સરકારે શિક્ષણ, વહીવટી સુવિધા, અનાજ વિતરણ, ખેડૂતો, સખીમંડળો, આદિવાસીઓ વગેરેને સામેલ કર્યા છે. કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારે 16,000 કરોડના વિકાસકામો પ્રજાને અર્પણ કર્યા છે.

રાજ્યમાં પાંચ વર્ષની પ્રગતિનું આલેખન

રાજ્યની પાંચ વર્ષની પ્રગતિનું આલેખન કરતા મુખ્યપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જનભાગીદારીનો આધાર અને ઈમાનદારીના કતૃત્વના પદચિન્હો પર રાજ્ય સરકાર મક્કમ ગતિએ આગળ વધી રહી છે અને નિર્ણાયકતા-સંવેદનશીલતા-પ્રગતિશીલતા-પારદર્શિતાના પાયા પર સરકાર પોતાની ભૂમિકા સહૃદયતાથી નિભાવશે જ તેવી હું ખાતરી આપું છું. ભ્રષ્ટાચારને દૂર કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, પારદર્શકતાના આધાર પર ભ્રષ્ટાચારને દુર કરવા રાજ્ય સરકાર સંખ્યાબંધ નિર્ણયો લઈ રહી છે. જેને પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે. રાજ્યને વિકાસનું રોલ મોડેલ બનાવવાની સાથે સમૃધ્ધિ તથા પ્રગતિના પથ પર અગ્રેસર બનાવવા માટે રાજ્યના નાગરિકોની ચેતનાને જગાડવા માટે રાજ્ય સરકાર સદા પ્રયત્નશીલ રહી છે.

રાજ્યના નાના માણસો પ્રત્યે સંવેદના

રાજ્યના નાના માણસો પ્રત્યે પોતાની સંવેદના દર્શાવતા મુખ્યપ્રધાને કહ્યું હતું કે રાજ્યની પ્રગતિના કેન્દ્રમાં સદાય નાના માણસો જ રહ્યા છે, તથા તેમને અનુલક્ષીને જ વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાઇ રહ્યું છે. ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે બ્રોડબેન્ડ કનેકટીવિટી તથા ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને ગામડાઓને મુખ્ય પ્રવાહ તથા તેના વિકાસ સાથે જોડ્યા છે, એમ પણ મુખ્યપ્રધાનેઆંકડાકીય વિગતો સાથે જણાવ્યું હતું. રાજ્યના સમગ્ર વહીવટી તંત્ર પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકારે વહીવટીતંત્રને સંવેદનશીલ તથા લોકાભિમુખ બનાવવાના પ્રયત્નોની પણ વિજયભાઈ રૂપાણીએ છણાવટ કરી હતી અને નાગરિકોના સહકારની અપેક્ષા ઉચ્ચારી હતી.વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવનાર તમામ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.

સમાજ સુરક્ષા વિભાગ અને જે. એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન MOU

મુખ્યપ્રધાન રૂપાણી ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ અને જે. એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેંન્ડીંગ કરાયા હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર પ્રત્યેક બાળકને જે. એમ. ફાઉન્ડેશન વાર્ષિક રૂપિયા 50,000 સુધીની શિક્ષણ ફી બાળકની શાળામાં સીધી જમા કરાવશે. જે.એમ. ફાઉન્ડેશનના આ સ્તુત્ય અભિગમને મુખ્યપ્રધાને બિરદાવ્યો હતો. તેમજ રિમોટ કન્ટ્રોલથી મુખ્યમંત્રી બાલ સેવા અંતર્ગત ‘‘એક વાલી યોજના’’ તથા "ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના'', રાજકોટ મહાનગરપાલિકાના સીટીઝન પોર્ટલ" અને પરિવહન સરળતા એપનો શુભારંભ કરાવ્યા હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વરભાઈ પરમારે કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી "મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના" ની ટૂંકી વિગતો આપી હતી અને ઉમેર્યું હતું કે આ યોજના આવતી કાલના નાગરિક સમા બાળકોના ભવિષ્ય માટે રાજ્ય સરકારે સેવેલી ચિંતાનું પ્રતિબિંબ છે.

1 થી 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વિવિધ કાર્યક્રમ

1 થી 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો થકી નાગરિકોને રાજ્ય સરકારની સંવેદના, સાંસ્કૃતિક મૂલ્ય અને સ્વર્ણિમ ભવિષ્યની પ્રતીતિ થઈ છે. કોરોનાને લીધે વાલીનું છત્ર ગુમાવનાર બાળકોના શિક્ષણની ફી સ્કૂલમાં જમા કરાવવાનો પ્રારંભ કરનાર જે.એમ. ફાઈનાન્સિયલ ફાઉન્ડેશનના સંચાલકોનો પ્રધાન ઈશ્વરભાઈ પરમારે અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. અને કોરોના અસરગ્રસ્તો પ્રત્યે તેમણે દાખવેલી સંવેદના રાજ્યના વિકાસમાં આમૂલ પરિવર્તન આણનારી બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


આ પ્રસંગે "મુખ્યમંત્રી બાળ સેવા યોજના" , "એક વાલી યોજના" અને "ગંગાસ્વરૂપ મહિલા પુન:લગ્ન આર્થિક સહાય યોજના" ની વિગતો રજૂ કરતી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરાયું હતું. મુખ્યપ્રધાન સહિતના આમંત્રિતોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

આ પણ વાંચોઃ વિજયભાઇના નેતૃત્વમાં વિકાસના કામો થઇ રહ્યા છે , આજે કોઇ રાજકીય ચર્ચા થઇ નથી : વજુભાઈ વાળા

આ પણ વાંચોઃ નવી સરકારી પેન્શન યોજના સામે સરકારી કર્મચારીઓની Gujarat High Courtમાં પિટીશન, કોર્ટે સરકારને નોટિસ ફટકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.