ETV Bharat / city

જૂનાગઢ પોલીસે મોબાઇલ ચોરોને પકડ્યા, અન્ય ચોરીના ભેદ પણ ઉકેલાયા

author img

By

Published : Dec 13, 2020, 9:01 PM IST

જૂનાગઢ પોલીસે રવિવારે એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી શંકાસ્પદ હિલચાલ કરી રહેલા બે વ્યક્તિને પકડી પાડીને પૂછપરછ કરતા તેમની પાસેથી 32 જેટલા મોબાઇલ મળી આવ્યા હતા. 32 મોબાઈલ હોવાથી તેઓ પોલીસને સચોટ જવાબ આપી ન શકતા બંને શખ્સોની અટકાયત કરવામાં આવી હતી, બાદમાં બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવતા તમામ મોબાઇલ ચોરી કર્યા હોવાનું બહાર આવ્યુ હતુ. આથી બંન્ને શખ્સોની પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ પોલીસે મોબાઇલ ચોરોને પકડ્યા, અન્ય ચોરીના ભેદ પણ ઉકેલાયા
જૂનાગઢ પોલીસે મોબાઇલ ચોરોને પકડ્યા, અન્ય ચોરીના ભેદ પણ ઉકેલાયા

  • ચોરેલા મોબાઈલ વહેંચે તે પહેલા જ બન્ને ચોર ઝડપાયા
  • પુછપરછ દરમિયાન અન્ય ચોરીના ભેદ ઉકેલાયા
  • મોબાઇલ દીવ, ચોટીલા અને રાજકોટમાંથી ચોર્યા હોવાનું બહાર આવ્યું

જૂનાગઢઃ શહેર પોલીસે રવિવારેએસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી શંકાસ્પદ હિલચાલ કરી રહેલા બે વ્યક્તિને પકડી પાડીને પૂછપરછ કરતા તેમની પાસેથી 32 જેટલા મોબાઇલ મળી આવ્યા હતા. 32 મોબાઈલ હોવાથી તેઓ પોલીસને સચોટ જવાબ આપી ન શકતા બંને શખ્સોની અટકાયત કરવામાં આવી હતી, બાદમાં બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવતા તમામ મોબાઇલ ચોરી કર્યા હોવાનું બહાર આવ્યુ હતુ. આથી બંન્ને શખ્સોની પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ પોલીસે મોબાઇલ ચોરોને પકડ્યા, અન્ય ચોરીના ભેદ પણ ઉકેલાયા
જૂનાગઢ પોલીસે મોબાઇલ ચોરોને પકડ્યા, અન્ય ચોરીના ભેદ પણ ઉકેલાયા
ચોરેલા મોબાઈલ વહેંચે તે પહેલા જ બન્ને ચોર ઝડપાયા

શહેર પોલીસને મોબાઈલ ચોરોને પકડી પાડવામાં સફળતા મળી છે. લોકલ ક્રાઇમબ્રાંચને મળેલી પુર્વ બાતમીને આધારે એસટી ડેપો વિસ્તારમાં બે ઈસમો શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા હોવાની બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ શંકાસ્પદ બંને વ્યક્તિની શંકાને આધારે અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવતી હતી. તેમની પાસે 32 જેટલા અલગ અલગ કંપનીના મોબાઇલ મળી આવ્યા હતા. જેનો તેઓ યોગ્ય ઉત્તર નહીં આપતા પોલીસે બન્ને ચોરની અટકાયત કરી હતી.

જૂનાગઢ પોલીસે મોબાઇલ ચોરોને પકડ્યા, અન્ય ચોરીના ભેદ પણ ઉકેલાયા
જૂનાગઢ પોલીસે મોબાઇલ ચોરોને પકડ્યા, અન્ય ચોરીના ભેદ પણ ઉકેલાયા
પુછપરછ દરમિયાન અન્ય ચોરીના ભેદ ઉકેલાયા

બન્ને ચોરને અટકાયત કરીને પોલીસ મથક લાવી તેની આગવી ઢબે પૂછપરછ કરતા 32 જેટલા મોબાઇલ ફોન દિવ, રાજકોટ અને ચોટીલા વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબુલાત આપી હતી. વધુમાં તેમની પાસે જે મોટર સાયકલ મળ્યું હતું, તે પણ કચ્છના અંજાર ખાતેથી ચોરી હોવાની કબૂલાત પણ કરી હતી. બન્ને ચોર પાસેથી પકડાયેલા મુદ્દામાલની કિંમત અંદાજિત બે લાખ અને 36 હજારની આસપાસ જોવા મળી છે. બંને આરોપીઓ પૈકી કાનો રાઠોડ કેશોદનો અને વિક્રમ મક્કા કેશોદના મેસવાણ ગામનો જાણવા મળ્યું છે. આ બંને આરોપી વિરુદ્ધ કેશોદ અને વેરાવળમાં પણ અલગ અલગ પાંચ કિસ્સામાં અગાઉ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.