ETV Bharat / city

કોરોના કાળમાં પીવાના પાણીને લઈને જૂનાગઢ બન્યું આત્મનિર્ભર

author img

By

Published : Jun 9, 2021, 10:03 PM IST

કોરોના કાળમાં પીવાના પાણીને લઈને જૂનાગઢ બન્યું આત્મનિર્ભર
કોરોના કાળમાં પીવાના પાણીને લઈને જૂનાગઢ બન્યું આત્મનિર્ભર

કોરોના કાળમાં જૂનાગઢ મનપા(junagadh municipal corporation)અને સ્થાનિક લોકોને પીવાના પાણીને લઇને આત્મનિર્ભર(Self-Sufficient) બનાવી ગયો છે. ત્યારે, પાછલા 2 ઉનાળા દરમિયાન જૂનાગઢ મનપામાં આવેલા 15 વોર્ડ પૈકી એક પણ વોર્ડમાં પીવાનું પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવાની ફરજ જૂનાગઢ મનપાના વહીવટીતંત્રને પડી નથી. કોરોના કાળમાં(Coronavirus) અનેક લોકો આર્થિક માનસિક અને શારીરિક રીતે નબળા પડેલા જોવા મળતા હતા. ત્યારે, આવા જ કપરા સમયે જૂનાગઢ મનપા અને સ્થાનિક લોકો પીવાના પાણી(Drinking Water)ને લઈને આત્મનિર્ભર બની ગયા હોઇ તેવું લાગી રહ્યું છે.

  • પાછલા 2 વર્ષથી જૂનાગઢ પીવાના પાણીને લઇને બની આત્મનિર્ભર
  • બે વર્ષ અગાઉ 15 વોર્ડ પૈકી 12 વોર્ડમાં પીવાનું પાણી ટેન્કર દ્વારા કરવામાં આવતું હતું પૂરું
  • જૂનાગઢના અનેક વિસ્તારોમાં પાણીની અછતને લઈને મનપાના સફળ પ્રયાસો

જૂનાગઢ: કોરોના કાળમાં જૂનાગઢ મનપા (junagadh municipal corporation) અને સ્થાનિક લોકો પીવાના પાણીને લઇને આત્મનિર્ભર(Self-Sufficient) બન્યા હોય તેવા હકારાત્મક અહેવાલો મળી રહ્યા છે. આજથી 2 વર્ષ પૂર્વે જૂનાગઢ મનપા વિસ્તારમાં આવેલા 15 વોર્ડ પૈકી 12 જેટલા વોર્ડમા ઉનાળાના 3 મહિના દરમિયાન પીવાનું પાણી જૂનાગઢ મનપા વહીવટીતંત્ર દ્વારા લોકોને પૂરું પાડતું હતું. પરંતુ, પાછલી 2 ઉનાળાની ઋતુ(Summer season) દરમિયાન જૂનાગઢ મનપા તંત્રને પીવાનું પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવાની આજદિન સુધી ફરજ પડી નથી. કરોના કાળમાં લોકો શારીરિક, માનસિક અને આર્થિક રીતે ખૂબ જ પરેશાન જોવા મળતા હતા. તેવા સમયે જૂનાગઢ મનપા અને સ્થાનિક લોકો પીવાના પાણીને લઇને આત્મનિર્ભર બન્યા હોય તેવા અહેવાલો મળી રહ્યા છે.

કોરોના કાળમાં પીવાના પાણીને લઈને જૂનાગઢ બન્યું આત્મનિર્ભર

આ પણ વાંચો: જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબ કરી રહ્યા છે કોરોના દર્દીઓનું મનોબળ વધારવાનું કામ

2 વર્ષ અગાઉ ઉનાળા દરમિયાન ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવાની પડતી હતી ફરજ

વર્ષ 2019માં ઉનાળાની ઋતુ દરમિયાન પ્રતિદિન 100 કરતાં વધુ ટેન્કર દ્વારા જૂનાગઢ મનપાના પંદર પૈકી 12 જેટલા વોર્ડમાં પીવાનું પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવાની ફરજ પડતી હતી. પરંતુ, કોરોના કાળમાં પાછલી 2 ઉનાળાની ઋતુ દરમિયાન એક પણ ટીપું પાણી ટેન્કર દ્વારા પહોંસાજવામાં આવ્યું નથી. જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તાર પીવાના પાણી અને જમીનના તળ નીચા જવાની સમસ્યા વર્ષોથી ભોગવી રહ્યો છે. આ વોર્ડમાં પણ પાછલા 2 વર્ષથી પીવાનું પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવાની ફરજ જૂનાગઢ મનપાને હજુ સુધી પડી નથી. વર્ષ 2019ના માર્ચ મહિલાથી લઈને જૂન મહિનાના અંતિમ દિવસો સુધી ઝાંઝરડા રોડ વિસ્તારના લોકો પીવાનું પાણી ટેન્કર મારફતે અથવા તો અન્ય સોર્સથી વહેંચાતું મેળવીને ઉનાળા દરમિયાન પાણીની જરૂરિયાત પૂરી કરતા હતા. પરંતુ, પાછલા 2 વર્ષથી આ પ્રકારની સમસ્યામાંથી ઝાંઝરડા રોડ વિસ્તારને પણ મુક્તિ મળી છે.

કોરોના કાળમાં પીવાના પાણીને લઈને જૂનાગઢ બન્યું આત્મનિર્ભર
કોરોના કાળમાં પીવાના પાણીને લઈને જૂનાગઢ બન્યું આત્મનિર્ભર

આ પણ વાંચો: જૂનાગઢ પોલીસે કરફ્યૂની અમલવારીને લઈને લોકો અને વેપારીઓને કર્યા સજાગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.