ETV Bharat / city

હવે સોમનાથ મહાદેવ મંદિરે મેળવી નવી સિદ્ધિ

author img

By

Published : Jun 3, 2022, 2:47 PM IST

હવે સોમનાથ મહાદેવ મંદિરે મેળવી નવી સિદ્ધિ
હવે સોમનાથ મહાદેવ મંદિરે મેળવી નવી સિદ્ધિ

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે આ વર્ષે ફરી એક નવી સિદ્ધિ હાંસલ (New achievement of Somnath Mahadev Temple) કરી છે. આ મંદિરમાં મે મહિનાની અંદર સમગ્ર વિશ્વમાંથી 5,00,000થી પણ વધુ ભક્તો દર્શનાર્થે (Tourists Increased in Somnath Mahadev Temple ) આવ્યા હતા.

જૂનાગઢઃ કોરોના સંક્રમણ પછી સોમનાથ મહાદેવ મંદિરે ભાવિભક્તોના દર્શન કરવા આવતા ભક્તોમાં ધરખમ વધારો (New achievement of Somnath Mahadev Temple) થયો છે. ત્યારે આ આંકડાના કારણે હવે સોમનાથ મહાદેવ મંદિરે વિક્રમ સર્જ્યો છે. ગત મે મહિના દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના (First Jyotirlinga Somnath Mahadev Temple) દર્શન કરવા માટે સમગ્ર દુનિયામાંથી 5,38,000 ભાવિકો (Tourists Increased in Somnath Mahadev Temple) આવ્યા હતા.

વેકેશન પણ ચાલી રહ્યું છે પૂરબહારમાં

કોરોનાના કેસ ઘટતા ભક્તોની સંખ્યા વધી - કોરોના સંક્રમણનું સંકટ દૂર થતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના (First Jyotirlinga Somnath Mahadev Temple) પ્રત્યક્ષ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. ગયા મે મહિનામાં 5,38,000 જેટલા ભક્તોએ સોમનાથ મહાદેવ મંદિરના પ્રત્યક્ષ દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી. છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોનાના કારણે લૉકડાઉન અને ત્યારબાદ પ્રત્યક્ષ દર્શન માટે કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. આથી ભાવિકો ધર્મસ્થાનોમાં ખૂબ જ જૂજ માત્રામાં જોવા મળતા હતા. જોકે, જે રીતે કોરોના સંક્રમણ બાદ ધીમે ધીમે પરિસ્થિતિ પૂર્વવત્ બની (Tourists Increased in Somnath Mahadev Temple) રહી છે. આવી પરિસ્થિતિમાં હવે ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે.

શ્રાવણ અને દિવાળી કરતા પણ વધુ ભક્તો આવ્યા
શ્રાવણ અને દિવાળી કરતા પણ વધુ ભક્તો આવ્યા

આ પણ વાંચો- Shani Jayanti 2022: આ મંદિરે દર્શન કરવાથી ક્યારેય નથી નડતી શનિની પનોતી

વેકેશન પણ ચાલી રહ્યું છે પૂરબહારમાં - સોમનાથ મહાદેવ મંદિર 12 જ્યોતિર્લિંગ પૈકીનું સૌપ્રથમ જ્યોતિર્લિંગ (First Jyotirlinga Somnath Mahadev Temple) છે. તેના કારણે પણ સોમનાથ દાદાનું મહત્વ ખૂબ વધી જાય છે. પ્રત્યેક શિવભક્ત સોમનાથ દાદાના દર્શન કરવા અચૂક આવે છે. ત્યારે આ વર્ષે કોરોનાનું સંક્રમણ પણ ખૂબ સામાન્ય જોવા મળી રહ્યું છે સંકટ નો સમય વીતી ગયો છે તેમજ વેકેશન પણ પૂરબહારમાં ચાલી રહ્યું છે. ત્યારે ત્રિવેણીના અનોખા સંગમ સમાન સોમનાથ મહાદેવના દર્શન માટે 30 દિવસમાં લાખોની સંખ્યામાં ભાવિકોની હાજરી નોંધાઈ છે.

કોરોનાના કેસ ઘટતા ભક્તોની સંખ્યા વધી
કોરોનાના કેસ ઘટતા ભક્તોની સંખ્યા વધી

શ્રાવણ અને દિવાળી કરતા પણ વધુ ભક્તો આવ્યા - સામાન્ય રીતે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અને દિવાળીના તહેવારો નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ આવતા હોય છે અને જે દ્રશ્યો સામે આવે છે. તે મનને શાંતિ આપનારા હોય છે, પરંતુ આ વર્ષે મે મહિના દરમિયાન દિવાળી અને શ્રાવણ માસ કરતા પણ વધુ ભાવિકોની સંખ્યા (Tourists Increased in Somnath Mahadev Temple) નોંધાઈ છે, જે મહાદેવમાં આસ્થા ધરાવનાર શિવભક્તોનું પ્રમાણ પૂરવાર કરે છે.

આ પણ વાંચો- Somnath Beggars : વાહ..! ભિક્ષુકોએ છોડ્યું ભિક્ષાવૃત્તિનું કામ, તો હવે શું કરશે ?

સૂર્ય મંદિરના નવનિર્માણનું ચાલી રહ્યું છે કામ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ સોમનાથ મંદિર અને સમગ્ર પ્રભાસ તીર્થક્ષેત્રમાં વિકાસના વિવિધ પ્રકલ્પોનું આયોજન થઈ રહ્યું છે. તે પૈકીના કેટલાક પ્રકલ્પો પ્રવાસીઓની સુવિધા માટે ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને મળી રહેલી સુવિધાના કારણે પણ પ્રવાસીઓનો મહાસાગર સોમનાથ મહાદેવ સમીપે ઘૂઘવાઈ રહ્યો છે. પ્રભાસ તીર્થ ક્ષેત્ર સૂર્ય મંદિરોના ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે સૂર્ય મંદિરના નવનિર્માણને લઈને પણ કામ ચાલી રહ્યું છે.

પ્રવાસીઓની સંખ્યા હજી વધશે - ત્યારે પ્રવાસીઓની સંખ્યામાં આગામી દિવસોમાં હજી પણ ચોક્કસપણે વધારો થશે. જેમજેમ યાત્રાળુઓની સુવિધામાં વધારો થઈ રહ્યો છે અને ધર્મની સાથે શિવભક્ત સોમનાથ તેમ જ ખાસ કરીને પ્રભાસ તીર્થક્ષેત્રના સુવર્ણજડિત ઈતિહાસને ફરી એક વખત નજર સમક્ષ જીવંત કરી શકે. તે માટેના પ્રયાસો પણ હાથ ધરાયા છે. આના કારણે પણ પ્રવાસીઓની સંખ્યા સોમનાથ તરફ વિશેષ પ્રમાણમાં આકર્ષિત થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.