Somnath Beggars : વાહ..! ભિક્ષુકોએ છોડ્યું ભિક્ષાવૃત્તિનું કામ, તો હવે શું કરશે ?

author img

By

Published : May 30, 2022, 11:28 AM IST

Somnath Beggars : વાહ..! ભિક્ષુકોએ છોડ્યું ભિક્ષાવૃત્તિનું કામ, તો હવે શું કરશે ?

સોમનાથ મંદિરના ભિક્ષુકો જીવન નિર્વાહને લઈને અનોખો અનુકરણીય પ્રયાસ શરૂ કર્યો છે. સોમનાથના ભિક્ષુકોએ આત્મનિર્ભર (Somnath Atmanirbhar Beggars) તરફ પા પા પગલી ભરવાના સંકલ્પ લીધા છે. સોમનાથના ભિક્ષુકોની (Somnath Beggars) સ્વરોજગારીની દિશામાં અનોખી પહેલ સામે આવી છે.

સોમનાથ : સોમનાથ મહાદેવ મંદિર પરીસર નજીક ભિક્ષાવૃતિ (Somnath Beggars) કરીને પોતાનું જીવન નિર્વાહ કરી રહેલા ભિક્ષુકો પણ હવે સ્વનિર્ભર બનતા જોવા મળી રહ્યા છે. કોરોના સંક્રમણ શરૂ થયા તે પૂર્વેથી અનેક ભિક્ષુકો સોમનાથ દર્શન કરવા માટે આવતા ભાવિ ભક્તો પાસેથી ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હતા. પરંતુ, કોરોના સંક્રમણને કારણે યાત્રિકોની સંખ્યામાં ઘટાડો તેમજ ભિક્ષાવૃત્તિના પ્રમાણમાં અતિશય ઘટાડો થતા સોમનાથ નજીક ભિક્ષાવૃત્તિ કરી રહેલા ભિક્ષુકોએ પોતાના જીવનનિર્વાહ લઈને અનોખો અને અનુકરણીય આત્મનિર્ભર પ્રયાસ શરૂ કર્યો છે.

સોમનાથમાં ભિક્ષુકોની ભિક્ષાવૃત્તિ નહીં કરે

આ પણ વાંચો : વડોદરામાં ઓશિયાળું જીવન જીવતા ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી તેમને પગભર બનાવાશે: મનિષા વકીલ

જીવન નિર્વાહ કરવાના પ્રયાસો - સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સમગ્ર દેશ અને દુનિયામાંથી ખુબ મોટી સંખ્યામાં શિવ ભક્તો આવતા હોય છે, ત્યારે ભિક્ષાવૃત્તિ છોડીને આવા ભિક્ષુકો મહાદેવના દર્શન કરવા માટે આવતા શિવભક્તોના લલાટે હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય સોમનાથ અને મહાદેવ જેવા તિલક કરીને રોજગારી મેળવતા હોય છે. જેના માટે કોઈ દર નક્કી કરવામાં આવતો નથી, ત્યારે સોમનાથના ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ નહીં પરંતુ સ્વનિર્ભર બનીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ (Somnath Atmanirbhar Beggars) કરવાના પ્રયાસ તરફ દોરી રહ્યા છે.

આ પણ વાંચો : ભવનાથના દામોદર કુંડના ભિક્ષુકો કોરોના વાઈરસના બની શકે છે સુપર સ્પ્રેડર

ભિક્ષાવૃત્તિ કલંક રૂપ માનવામાં આવે - સામાન્ય રીતે દર્શન કરવા માટે આવતા પરિવારના સદસ્યો મહાદેવની કૃપા પ્રાપ્તિના પ્રતિક સમા લલાટ પર મહાદેવનું તિલક કરીને દસ રૂપિયા જેટલું મહેનતાણું ભિક્ષુકોને આપી રહ્યા છે. જેના થકી તેમના પરિવારનો નિર્વાહ પણ થઈ રહ્યું છે. સાથે સાથે જેને કલંક રૂપ (Somnath Beggars Quit Begging) માનવામાં આવે છે તેવી ભિક્ષાવૃત્તિના દરમાં પણ ઘટાડો કરીને ભિક્ષુકો આજે પોતાની રીતે આત્મનિર્ભર (Beggars Self Reliant in Gujarat) થતા જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.