ETV Bharat / city

સાડા ચાર વર્ષ બાદ વડાપ્રધાન જૂનાગઢની મુલાકાતે, શહેર થયું મોદીના સોરઠી સ્વાગત માટે સજ્જ

author img

By

Published : Oct 17, 2022, 4:06 PM IST

સાડા ચાર વર્ષ બાદ વડાપ્રધાન જૂનાગઢની મુલાકાતે, શહેર થયું મોદીના સોરઠી સ્વાગત માટે સજ્જ
સાડા ચાર વર્ષ બાદ વડાપ્રધાન જૂનાગઢની મુલાકાતે, શહેર થયું મોદીના સોરઠી સ્વાગત માટે સજ્જ

જૂનાગઢમાં 19મી ઓક્ટોબર 2022ના દિવસે (બુધવારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી (Prime Minister visit Junagadh) રહ્યા છે. વડાપ્રધાન મોદીની સભાને 24 કલાક કરતાં વધુનો સમય બાકી છે. એવામાં જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં મોદીની સભાને લઈને પાંચ વિશાળ ડોમ ઉભા (Junagadh city prepared for Modi Saurathi Welcome ) કરવામાં આવ્યા છે. મોદીના સંબોધનને બેસી શકે સાંભળી શકે તે માટે તમામ સુવિધાનોને ધ્યાનમાં રાખી જાહેર સભા સ્થળની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે જે આવતી કાલ સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

જૂનાગઢ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી ઓક્ટોબર 2022ના દિવસે (બુધવારે) જૂનાગઢમાં જાહેર સભાને સંબોધન (PM Modi Public Meeting in Junagadh ) કરવા માટે આવી રહ્યા (Prime Minister visit Junagadh ) છે. તેને લઈને જૂનાગઢ ખેતીવાડી યુનિવર્સિટીમાં (Junagadh Agricultural University) સભાને મંડપને લઈને પાંચ વિશાળ ડોમ ઉભા કરવાની કામગીરી (Five huge domes built in Junagadh) યુદ્ધના ધોરણે આગળ વધી રહી છે. આવતી કાલ સાંજ સુધીમાં જાહેર સભા સ્થળની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે.

જૂનાગઢ ખેતીવાડી યુનિવર્સિટીમાં સભાને મંડપને લઈને પાંચ વિશાળ ડોમ ઉભા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે આગળ વધી રહી છે.

એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પાંચ વિશાળ ડોમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 તારીખ અને બુધવારના દિવસે જૂનાગઢ ખાતે જાહેર સભા સંબોધવા માટે આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં મોદીની સભાને લઈને પાંચ વિશાળ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. આ સભા માટે ઉભા કરવામાં આવેલા પાંચ ડોમમાં અંદાજે 1 લાખ લોકો બેસી શકે અને વડાપ્રધાન મોદીને સાંભળી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ શરૂ કરવા આવી છે. વડાપ્રધાન મોદીની સભાને 24 કલાક કરતાં વધુનો સમય બાકી છે. જે આવતીકાલ સવાર સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે.

વડાપ્રધાન મોદીનું સોરઠી સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સાડા ચાર વર્ષ બાદ બીજી વખત જૂનાગઢ આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશન (Junagadh Municipal Corporation) પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોરઠી સ્વાગત (Junagadh city prepared for Modi Saurathi Welcome ) કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને લઈને જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા એ ETV Bharat સમક્ષ વાતચીત કરી અને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જૂનાગઢ સાથેનો ખૂબ સારો સંબંધ છે. ત્યારે તેમના સ્વાગત માટે ખાસ અને વિશેષ મોમેન્ટો તૈયાર કરાયો છે. જેમાં પવિત્ર દામોદર કુંડ (Junagadh Damodar Kund) અને ગિરનાર રોપવેની પ્રતિકૃતિ બનાવીને જૂનાગઢને આંગણે આવતા વડાપ્રધાન મોદીને આવકારવામાં આવશે. વધુમાં જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના કેટલાક વિકાસના કામોનું લોકાર્પણ પણ મોદી દ્વારા કરવામાં આવશે. જેને લઈને સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે થનગનાટ પણ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.