ETV Bharat / city

Green Coconut : કલ્પવૃક્ષની ખેતી કોના માટે બની રહી છે દુષ્કર, જાણો અમારા વિશેષ અહેવાલમા...

author img

By

Published : May 22, 2022, 6:00 PM IST

સૌરાષ્ટ્ર પંથકના ગીર વિસ્તારમાં (Gir Province Of Gujarat) લીલા નાળિયેરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. સફેદ માખીનો ઉપદ્રવ અને પ્રતિ નંગ નાળિયેરના બજારભાવ ઓછા (Green Coconuts Farm) મળવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો પાસેથી 10 થી લઇને 12 રૂપિયામાં ખરીદી થયેલા લીલા નાળીયેર (Green coconut Junagadh Market) છૂટક બજારમાં રૂપિયા 50 થી લઈને 70 સુધીના ભાવે મળી રહ્યા છે. પરંતુ જગતના તાતને લીલા નાળિયેરના ઉત્પાદનનું કોઈ યોગ્ય વળતર મળતું નથી.

Green Coconut કલ્પવૃક્ષ ની ખેતી કોના માટે બની રહી છે દુષ્કર જાણો અમારા વિશેષ અહેવાલ  મા
Green Coconut કલ્પવૃક્ષ ની ખેતી કોના માટે બની રહી છે દુષ્કર જાણો અમારા વિશેષ અહેવાલ મા

જૂનાગઢ: સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં (Gir Province Of Gujarat) લીલા નાળીયેરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. કલ્પવૃક્ષ સમાન લીલા નાળીયેરની ખેતી (Green Coconuts Farm) ખેડૂતો માટે પાછલા કેટલાક વર્ષોથી આશીર્વાદ સમાન બની હતી. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી લીલા નાળીયેરના (Saurashtra Coconut Farming) પાકમાં આવેલી સફેદ માખીના ઉપદ્રવને કારણે નાળીયેરનું ઉત્પાદન ખૂબ ઘટી ગયું છે. જેની સીધી અસર કલ્પવૃક્ષની ખેતી સાથે સંકળાયેલા ગીરના ખેડૂતો (Saurashtra Farmers Coconut Farming) ભોગવી રહ્યા છે. લીલા નાળીયેર ખેડૂત પાસેથી 10 થી 12 રૂપિયા પ્રતિ એક નંગના ભાવે વેપારીઓ ખરીદી રહ્યા છે. પરંતુ છૂટક બજારમાં એક નંગ લીલા નાળીયેરનો બજાર ભાવ 50 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધી જોવા મળે છે.

Green Coconut કલ્પવૃક્ષ ની ખેતી કોના માટે બની રહી છે દુષ્કર જાણો અમારા વિશેષ અહેવાલ મા

આ પણ વાંચો: ભાવનગરમાં અબોલની સેવા : વાહ ભાઈ વાહ, અહીં ગરમીમાં રાહત માણતાં પશુપંખીઓ કરી રહ્યાં છે મોજ

વચેટિયાઓને લીધે ખેડૂતો કંગાળ: લીલા નાળીયેરનું ઉત્પાદન કરતો જગતનો તાત સારા આર્થિક વળતરની જગ્યા પર ખોટ ખાઈ રહ્યો છે. જેનો સીધો ફાયદો વચેટિયાઓને થઈ રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂત પાસેથી ખરીદેલું 10 રૂપિયા પ્રતિ 1 નંગ લીલું નાળીયેર છૂટક બજારમાં 50થી 70 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જેને કારણે લીલા નાળીયેરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને કોઈ આર્થિક ફાયદો થતો નથી. પરંતુ તૈયાર માલ ખરીદીને છૂટક બજારમાં મૂકનાર વચેટિયાઓ લીલા નાળીયેરની આર્થિક મલાઇ ખાઇ રહ્યા છે.

આ પણ વાંચો: Junagadh APMC: નાણાકીય વર્ષનાં અંતિમ મહિનામા આઠ દિવસ જૂનાગઢ APMC બંધ રહશે

સફેદ માખીનો ઉપદ્રવ: સફેદ માખીના ઉપદ્રવને કારણે નાળીયરની ખેતી પણ હવે દુષ્કર બની રહી છે. એક સમયે પ્રતિ એક વર્ષ દરમિયાન એક નાળિયેરીનું વૃક્ષ 500થી લઇને 700 નંગ લીલા નાળીયેર આપતું હતું. આ પરિસ્થિતિમાં ઓછા બજાર ભાવ ખેડૂતોને મળતા હોવા છતાં પણ ખૂબ સારા ઉત્પાદનને કારણે ખેડૂતોને નુકસાની જતી ન હતી. પરંતુ સફેદ માખીને કારણે ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો થયો છે. જેની સામે પ્રતિ 1 નંગ લીલા નાળિયેરના બજાર ભાવમાં કોઈ વધારો થયો નથી. જેની વિપરીત અસર લીલા નાળિયેરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ને થઈ રહ્યું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.