ETV Bharat / city

જામનગરમાં શહેર ભાજપે સ્વ.કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

author img

By

Published : Nov 3, 2020, 8:13 PM IST

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાનું 92 વર્ષની વયે નિધન થયું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના નિવાસસ્થાને બેસણામાં પહોંચ્યા હતા. ત્યારે જામનગર શહેર ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જામનગરમાં શહેર ભાજપે સ્વ.કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
જામનગરમાં શહેર ભાજપે સ્વ.કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

  • સ્વ.કેશુભાઈ પટેલ ખેડૂતો વિશે સતત ચિંતિત રહેતા
  • જામનગરમાં શહેર ભાજપ દ્વારા સ્વ.કેશુબાપાને અપાઈ શ્રદ્ધાંજલિ
  • ભાજપના કાર્યકર્તાઓએ કેશુ બાપાને પુષ્પાંજલિ અર્પી

જામનગર :ગુજરાતની રાજનીતિના ભીષ્મ પિતામહ, નર્મદા ડેમ બનાવવાના સત્યાગ્રહી અને ગ્રામ વિકાસના સ્વપ્નદ્રષ્ટા અને ખેડૂતોના હિતરક્ષક એવા પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અવસાનથી સમગ્ર ગુજરાતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. ભાજપના તમામ કાર્યકર્તાઓએ કેશુભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પી તેમના કાર્યોને યાદ કર્યા હતા. ગુજરાતમાં ગોકુળીયું ગામ યોજનાથી છેવાડાના માનવીમાં વિશ્વાસ આવે અને ગુજરાત વિકાસની હરણફાળ ભરે તે માટે સ્વ. કેશુબાપાએ અનેક પગલાં ભર્યા હતા અનેક યોજનાઓ લાવ્યા હતા.

જામનગરમાં શહેર ભાજપે સ્વ.કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
  • કેશુબાપા ગુજરાતના બે વખત મુખ્યપ્રધાન બન્યા

આર.એસ.એસના કાર્યકર્તાથી લઈ ગુજરાતના મુખ્યપ્રધાન સુધીની કેશુભાઈ પટેલની જે સફર રહી તે શાનદાર છે. સતત ખેડૂતો વિશે ચિંતિત રહેતા કેશુભાઈ પટેલે ખેડૂતોને પગભર કરવા માટે પણ અનેકવિધ યોજનાઓ બનાવી હતી.કેશુબાપા ગુજરાતના બે વખત મુખ્યપ્રધાન બન્યા હતા અને જે તે સમયે કુદરતી આફતો સામે પણ તેમણે મક્કમ નિર્ણય લઇ અને ગુજરાતની વિકાસને હરણફાળને આગળ ધપાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.