ETV Bharat / city

LIVE VIDEO : તાજીયા જુલૂસમાં વીજ-કરંટ, બેના મોત

author img

By

Published : Aug 9, 2022, 3:31 PM IST

જામનગરમાં તાજીયા જુલૂસમાં (Tajiya Juloos in Jamnagar) 10 લોકોને વીજ કરંટ લાગ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાના સમાચાર (Jamnagar Electrocution Death) મળી રહ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ વિગતવાર.

LIVE VIDEO : તાજીયા જુલૂસમાં વીજ-કરંટ, બેના મોત
LIVE VIDEO : તાજીયા જુલૂસમાં વીજ-કરંટ, બેના મોત

જામનગર : અત્યારે મહોરમનો તહેવાર (Muharram Festival 2022) ચાલી રહ્યો છે ત્યારે જામનગરમાં તાજીયા જુલૂસ (Tajiya Juloos in Jamnagar) દરમિયાન ચોંકાવનારી ઘટના ઘટી છે. શહેરના ધરાનગરમાં તાજીયા દરમિયાન 10 લોકોને વીજ કરંટ લાગ્યોના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાની (Jamnagar Electrocution Death) વિગતો સામે આવી છે. આ દુર્ઘટનામાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

LIVE VIDEO : તાજીયા જુલૂસમાં વીજ-કરંટ, બેના મોત

લોકોને લાગ્યો કરંટ - જામનગરના ધરાનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં જુલુસમાં (Tajiya Juloos 2022) લોકો જોડાયા હતા. ધરારનગરમાં સોમવારની રાતે તાજિયાના જુલૂસ કાઢવામાં આવ્યા હતા. તાજીયા ઉંચા હોવાથી તેનો ઉપરનો ભાગ વીજ વાયરને અડી ગયો હતો. જેથી નીચે કરંટ પ્રસરતા અનેક લોકોને કરંટ લાગ્યો હતો. આ ઘટનાને પગલે અફરાતરફી ફેલાઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો બીજી તરફ મોટી સંખ્યામાં સમાજના લોકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

તાજીયાનો ઉત્સવ શોકમાં ફેરવાતા શોકની લાગણી પ્રસરી
તાજીયાનો ઉત્સવ શોકમાં ફેરવાતા શોકની લાગણી પ્રસરી

આ પણ વાંચો : મહુવામાં મહોરમની ઉજવણી, વિવિધ કમિટી દ્વારા 73 આકર્ષક તાજીયા બનાવવામાં આવ્યા

શોકની લાગણી ફેલાઈ - ઘટનામાં 2 યુવાનોના દુઃખદ ઘટનામાં કરૂણ મૃત્યુ નીપજ્યા છે. સારવાર દરમિયાન આસિફ યુનુસ મલેક (ઉ.વ. 23, રહે. ધરારનગર) અને મહંમદ વાહીદનું (ઉ.વ. 25) મૃત્યુ નીપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનાથી જીજી હોસ્પિટલ ખાતે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો (Tajiya Juloos Electric Current) પહોંચ્યો હતો. હાલ 12 જેટલા યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ, મહોરમની રાતે ગોઝારી ઘટનાથી સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.

આ પણ વાંચો : પાટણમાં મુસ્લિમ બિરાદરોએ કોરોના મહામારીને ધ્યાને લઇ તાજીયા જુલુસ મોકૂફ રાખ્યા

પોલીસ તપાસ શરુ - જોકે આ ઘટનાને લઇને હોસ્પિટલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ (Jamnagar Muharram Festival) ગયા હતા. તેમજ તાજીયાનો સમગ્ર ઉત્સવ શોકમાં ફેરવાઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતા તુરંત પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ હવે એ મામલે તપાસ કરી રહી છે કે આખરે આ વીજવાયરનો કરંટ લાગવા પાછળનું મુખ્ય કારણ શું છે? આખરે કઈ રીતે એકસાથે 10 લોકો આ વીજકરંટની ઝપેટમાં આવી ચડ્યા. જેવી અનેક બાબતે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.