ETV Bharat / city

વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ, જાણો વરસાદ જાણવાની અનોખી પરંપરા....

author img

By

Published : Jul 12, 2021, 5:43 PM IST

જામનગર તાલુકાના આમરા ( Amara ) ગામમાં વરસાદની આગાહી ( Rainfall Forecast ) કરવાની અનોખી પરંપરા સાથે આ વખતે પણ વર્ષો જુની રીત રિવાજ સાથે આગાહી કરવામાં આવી હતી. ભમ્મરિયા કૂવામાં ગ્રામજનો દ્વારા રોટલો નાખી દિશા મુજબ આગાહી નક્કી કરવામાં આવે છે, જ્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ સારો રહેવાનું અનુમાન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે.

જામનગરના આમરા વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ
જામનગરના આમરા વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ

  • આમરા ગામમાં આજે પણ ચાલી રહી છે દેશી રોટલો પરંપરા
  • લોકો દ્વાર ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવી મેળવે છે વરસાદનો વરતારો
  • જામનગરના આમરા ગામમાં છેલ્લા 600 વર્ષથી પરંપરા ચાલી આવતી પ્રથા

જામનગર : જિલ્લમાં આવેલા 'આમરા' ( Amara ) ગામે છેલ્લા ધણા વર્ષથી ચાલી આવતી રોટલો પધરાવવાની પરંપરા આજે પણ ચાલુ છે. એક બાજુ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, તો બીજી બાજુ આમરા ગામમાં લોકો દર વર્ષે ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવી વરસાદનો( Rainfall Forecast ) વરતારો મેળવે છે.

જામનગરના આમરા વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ

વેજ્ઞાનિક યુગમાં પણ રોટલાથી વરસાદનો વરતારો

આ ગામના સ્થાનિક ઓધવજી પ્રજાપતિએ ETV Bharat સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આમરા ગામના લોકો આજે પણ જૂની પરંપરાને આગળ વધારી રહ્યા છે. આજનો યુવાન હાથમાં આધુનિક મોબાઈલ લઈ આ પરંપરામાં જોડતો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ભમરીયા કૂવામાં નાખેલા રોટલા પરથી આમરા ગામના લોકોએ અનુમાન લગાવ્યું છે કે, વરસાદ સારો થશે અને એ પણ થોડા સમયમાં જ.

જામનગરના આમરા વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ
જામનગરના આમરા વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ

આ પણ વાંચો: અષાઢી બીજ: વરૂણદેવને ખૂશ કરવા અંબાજી મંદિરમાં કરાઈ વરસાદના નીરની પૂજા

વર્ષો પહેલા મહિલાએ આપ્યો હતો શ્રાપ

સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક દિવસ આમરા ગામમાં કોઈ પરિવારને ત્યાં સંતાન સુખ ન હતું, આથી તેનું કારણ જાણવા ગામલોકો બ્રાહ્મણો પાસે કારણ જાણતા તેમણે જણાવ્યું કે, વર્ષો પહેલા એક મહિલાએ કુવામાં પડી આત્મહત્યા કરી હતી, આથી આ મહિલાએ શ્રાપ આપ્યો હતો કે ગામમાં કોઈને ઘરે સમતીન પ્રાપ્તિ નહી થાય, આ બાદ મહિલાના મોત બાદ દર વર્ષે કુવામાં રોટલો પધરાવવામાં આવશે તો વરસાદની પણ આગાહી થશે અને સેતાન પ્રાપ્તિ પણ થશે. બસ ત્યારથી આ પરંપરા ચાલુ છે. એકબાજુ આધુનિક ટેકનોલોજીથી વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ જૂની પરંપરા હજુ પણ હયાત જોવા મળી રહી છે.

જામનગરના આમરા વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ
જામનગરના આમરા વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ

આ પણ વાંચો: ડીસાના ચંદ્રલોક વિસ્તારમાં વિજળી પડતા મહિલાનું મૃત્યું

છેલ્લા 600 વર્ષથી ગ્રામજનોએ પરંપરા જાળવી

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનુ આગમન આ વર્ષે વહેલુ થયું છે, પરંતુ જામનગર તરફ મેઘો હજુ સુધી બરાબર મંડરાયો નથી, ત્યારે ખાસ આમરા ગામનાં લોકો વરસાદ ક્યારે આવશે ? અને કેટલા પ્રમાણમાં આવશે તેનો પરંપરાગત રીતે વરતારો જાણવા ઉત્સુક જોવા મળતા હોય છે. જોકે, તે માટે તેઓ હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક વરતારા પર નહીં, પરંતુ પોતાના ગામનાં વડવાઓએ તેમને વર્ષો પહેલા આપેલી દેશી પદ્ધતિ પર જ વિશ્વાસ કરી રહ્યાં છે. આ છેલ્લા 600 વર્ષથી પરંપરા ચાલી આવતી પ્રથા છે અને આ પદ્ધતિ છે ભમ્મરીયા કુવામા રોટલા પધરાવી વરસાદનો વરતારો જાણવાની, ખુબ જ રોમાંચક અને લોકોને જાણવા જેવી છે.

જામનગરના આમરા વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ
જામનગરના આમરા વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.