ETV Bharat / city

જામનગર: વોર્ડ નંબર 4માં સ્થાનિકો વિફર્યાં, થાળી વગાડી તંત્રને જગાડવા પ્રયાસ

author img

By

Published : Nov 6, 2020, 7:09 PM IST

જામનગરના વોર્ડ નંબર 4માં સીસી રોડનું અણધડ કામ કરતાં ભાજપના નગરસેવિકાએ રહેવાસીઓને સાથે રાખી મનપાની કચેરીમાં થાળી વગાડી વિરોધ વ્યક્ત કર્યો છે. આ કાર્યક્રમને પગલે હરકતમાં આવેલા મનપા તંત્રને રોડની મરામત કરવાની ફરજ પડી હતી. શહેરમાં વોર્ડ નંબર 4માં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા દ્વારકેશ પાર્કમાં મહાનગરપાલિકા દ્વારા 100 મીટર જેટલો આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જામનગર:વોર્ડ નંબર 4માં સ્થાનિકો વિફર્યાં, થાળી વગાડી તંત્રને જગાડવા પ્રયાસ
વોર્ડ નંબર 4માં સ્થાનિકો વિફર્યાં, થાળી વગાડી તંત્રને જગાડવા પ્રયાસ

• નવાગામમાં ઘેડ વિસ્તારમાં સીસી રોડ મામલે લોકોમાં આક્રોશ
• મકાનના મુખ્ય દરવાજાથી ઊંચો સી.સી.રોડ બનાવતા રહેવાસીઓમાં ભારે રોષ
• સ્થાનિકોએ સાંજ સુધી મનપા કચેરીમાં વગાડી થાળી
• આખરે તંત્ર આવ્યું હરકતમાં, રોડ તોડી પાડયો

જામનગરઃ જામનગરમાં વોર્ડનંબર ચારમાં કોન્ટ્રાક્ટરે રહેણાંક મકાનના મુખ્ય દરવાજાથી ઊંચો આરસીસી રોડ બનાવતાં રહેવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. આથી આ મુદે વિસ્તારના ભાજપના નગરસેવિકા રચનાબેન નંદાણીયા રહેવાસીઓ સાથે મનપાની કચેરીએ ધસી ગયાં હતાં.કોર્પોરેશન ઓફિસમાં અધિકારીઓની કચેરી બહાર બેસી થાળી વગાડી વિરોધ વ્યક્ત કર્યો છે. મોડી સાંજ સુધી વિરોધ કરતાં હરકતમાં આવેલા મહાનગરપાલિકા તંત્રે તાત્કાલિક આરસીસી રોડ તોડવાની ફરજ પડી છે.

વોર્ડ નંબર 4માં સ્થાનિકો વિફર્યાં, થાળી વગાડી તંત્રને જગાડવા પ્રયાસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.